તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 24th August 2026
સોનામાં વધુ ૧૦૦૦-ચાંદીમાં ૪૦૦૦ નો ઉછાળો
સોનાના ભાવ વધીને ૧,૬૭,૦૦૦ અને ચાંદીના ભાવ ર,૪૭,૦૦૦ રૂા. થયા

રાજકોટ, તા., ૨૪ : બુલીયન માર્કેટમાં નવા સપ્તાહના પ્રારંભે તેજી યથાવત રહી હતી. સોનામાં વધુ ૧૦૦૦ રૂા. અને ચાંદીમાં ૪૦૦૦ રૂા.નો ભાવવધારો થયો છે.
બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં આજે સોનામાં વધુ ૧૦૦૦ રૂા.નો ભાવવધારો થયો છે. સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૬૬,૦૦૦ રૂા. હતા તે વધીને ૧,૬૭,૦૦૦ રૂા. થયા છે. સોનાના બિસ્કીટમાં ૧૦,૦૦૦ રૂા.નો ઉછાળો થતા સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧૬,૬૦,૦૦૦ રૂા. હતા તે વધીને ૧૬,૭૦,૦૦૦ રૂા. થયા છે.
સોનાની સાથે ચાંદીમાં પણ ૪૦૦૦ રૂા. વધ્યા છે. બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં ચાંદીમાં ૪૦૦૦ રૂા.નો ભાવવધારો થતા શનિવારે ચાંદી ૧ કિલોના ભાવ ર,૪૩,૦૦૦ રૂા. હતા તે વધીને ર,૪૭,૦૦૦ રૂા. થઇ ગયા છે. શુક્રવારે મોડી રાત્રે સોના-ચાંદીના ભાવો વધ્યા શનિવારે ભાવ ઘટયા હતા અને નવા સપ્તાહે ફરી ભાવ વધ્યા હતા.(
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
