<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

JPSC પરીક્ષાનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્‍યોઃ કેન્‍દ્ર અને ઝારખંડ સરકારને નોટિસઃ CBI તપાસની માંગ

હાઇકોર્ટના સ્‍ટે બાદ સુપ્રીમ કોર્ટમાં કાનૂની જંગ વધુ ઉગ્ર બન્‍યો

 

 

રાંચી, તા.૨૪: ઝારખંડ પબ્‍લિક સર્વિસ કમિશન અને ઝારખંડ સ્‍ટાફ સિલેક્‍શન કમિશનની પરીક્ષાઓમાં ચાલી રહેલા વિવાદો અને વિરોધ પ્રદર્શન વચ્‍ચે આ મામલો સુપ્રીમ કોર્ટના દરવાજે પહોંચ્‍યો છે. ૧૪મી JPSC પ્રિલિમિનરી પરીક્ષા ૨૦૨૫ માં આચરવામાં આવેલી ગેરરીતિઓની સ્‍વતંત્ર અને નિષ્‍પક્ષ કાનૂની તપાસની માંગ સાથે દાખલ થયેલી જાહેર હિતની અરજી પર સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી હાથ ધરી હતી.

અહેવાલ મુજબ, ચીફ જસ્‍ટિસ સૂર્ય કાંત, જસ્‍ટિસ જોયમાલ્‍ય બાગચી અને જસ્‍ટિસ વી. મોહનની બેન્‍ચે આ PIL પર સુનાવણી કરતા કેન્‍દ્રીય ગળહ મંત્રાલય, ઝારખંડ રાજ્‍ય સરકાર, JPSC, JSSC અને સંબંધિત તપાસ એજન્‍સીઓને નોટિસ પાઠવી છે. અરજદાર હરિશરન દેવગણ દ્વારા એડવોકેટ સત્‍યમ સિંહ રાજપૂત મારફતે દાખલ કરાયેલી અરજીમાં જણાવાયું છે કે ૧૯ એપ્રિલ ૨૦૨૬ના રોજ યોજાયેલી આ પરીક્ષામાં પ્રશ્‍નપત્રો અને OMR ર્માકિંગમાં મોટાપાયે ગડબડ થઈ હતી.

અરજદારના વરિષ્ઠ વકીલ મનન કુમાર મિશ્રાએ અદાલત સમક્ષ CBI તપાસ અથવા સુપ્રીમ કોર્ટના નિવળત્ત જજના નેતળત્‍વમાં કમિટી રચવાની માંગ રજૂ કરી હતી. આ અંગે CJI બેન્‍ચે સ્‍પષ્ટ અવલોકન કર્યું હતું કે, આ કેસ માત્ર તપાસનો નથી પરંતુ તેમાં ડિજિટલ સાક્ષ્યો અને ફોરેન્‍સિક ચકાસણીની જરૂર પડશે, જે કોઈ સ્‍વતંત્ર તપાસ એજન્‍સી જ યોગ્‍ય રીતે કરી શકે છે.

(3:48 PM IST)