<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

ધનિક દેશોની સરખામણીએ ગરીબ રાષ્‍ટ્રોમાં આરોગ્‍ય ખર્ચ ૬૦ ગણો ઓછો

આરોગ્‍ય ખર્ચનો મોટો તફાવતઃ ભારતમાં પ્રતિ વ્‍યક્‍તિ ખર્ચ રૂ.૩૩,૦૯૮ પરંતુ નાગરિકોના ખિસ્‍સા પર હજુ પણ ૩૯.૪%નો ભારે બોજ અસમાનતા માત્ર સરકારી બજેટ કે નાણાકીય આંકડાઓ પૂરતી સીમિત નથીઃ લોકોના આયુષ્‍ય અને જીવનની ગુણવત્તા પર પણ સીધી અને ગંભીર અસર

 

નવી દિલ્‍હી, તા.૨૪: વિશ્વભરમાં શ્રીમંત અને ગરીબ દેશો વચ્‍ચે આરોગ્‍ય સંભાળ પર થતા ખર્ચમાં અકલ્‍પનીય અને આઘાતજનક અસમાનતા સામે આવી છે. વર્લ્‍ડ હેલ્‍થ ઓર્ગેનાઈઝેશન અને વર્લ્‍ડ બેંકના ડેટાના આધારે કરવામાં આવેલા તાજેતરના વૈશ્વિક વિશ્‍લેષણ મુજબ, વિશ્વના સૌથી ધનિક દેશો પોતાના નાગરિકોના સ્‍વાસ્‍થ્‍ય પાછળ ઓછી આવક ધરાવતા દેશો કરતાં સરેરાશ ૬૦ ગણો વધુ ખર્ચ કરી રહ્યા છે. જ્‍યારે ઉચ્‍ચ આવક ધરાવતા દેશોમાં માથાદીઠ વાર્ષિક આરોગ્‍ય ખર્ચ લગભગ રૂ.૬.૯૮ લાખ છે, ત્‍યારે ગરીબ દેશોમાં આ આંકડો મામૂલી રૂ.૧૧,૦૯૭ ની આસપાસ જ સીમિત રહ્યો છે. આ આંકડા દર્શાવે છે કે આધુનિક યુગમાં પણ આરોગ્‍ય સુવિધાઓ પર આર્થિક સ્‍થિતિનું વર્ચસ્‍વ યથાવત છે.

વિશ્વ બેંકના ડેટા અનુસાર, વિશ્વના અલગ-અલગ આવક જૂથોમાં આરોગ્‍ય સંભાળની પરિસ્‍થિતિમાં જમીન-આસમાનનો તફાવત છે. ઉચ્‍ચ-મધ્‍યમ આવક ધરાવતા દેશોમાં વાર્ષિક માથાદીઠ ખર્ચ રૂ.૧.૨૭ લાખની આસપાસ છે, જ્‍યારે નિમ્‍ન-મધ્‍યમ આવક ધરાવતા જૂથમાં તે ઘટીને માત્ર રૂ.૩૧,૫૬૮ પર આવી જાય છે. આ વિશાળ નાણાકીય તફાવતની સીધી અસર માનવ જીવનના આયુષ્‍ય પર પણ જોવા મળી રહી છે. રિપોર્ટ અનુસાર, ગરીબ દેશોના લોકોનું સરેરાશ આયુષ્‍ય ધનિક દેશોના લોકો કરતાં આશરે ૧૬ વર્ષ ઓછું છે. આ ઉપરાંત, ગરીબ રાષ્‍ટ્રોમાં માતળ મળત્‍યુદર, શિશુ મળત્‍યુદર અને ગંભીર ચેપી રોગોનો બોજ અનેક ગણો વધારે નોંધાયો છે, જે સાબિત કરે છે કે નાણાકીય અસમાનતા હવે સીધી રીતે લોકોના આયુષ્‍ય પર હુમલો કરી રહી છે.

આ વૈશ્વિક આંકડાઓની તુલનામાં ભારતની સ્‍થિતિ એક રસપ્રદ ચિત્ર રજૂ કરે છે. પરચેઝિંગ પાવર પેરિટીના આધારે ભારતનો માથાદીઠ વાર્ષિક આરોગ્‍ય ખર્ચ આશરે ન રૂ.૩૩,૦૯૮ છે, જે ધનિક દેશોની સરખામણીએ ૨૧ ગણો ઓછો છે પરંતુ સૌથી ગરીબ દેશો કરતાં ૩ ગણો વધારે છે. બીજી તરફ, ભારતના રાષ્‍ટ્રીય આરોગ્‍ય ખાતાના આંકડા દર્શાવે છે કે ૨૦૨૧-૨૨માં દેશનો કુલ આરોગ્‍ય ખર્ચ રૂ.૯.૦૪ લાખ કરોડ (જીડીપીના ૩.૮૩%) હતો, જે વર્તમાન ભાવ મુજબ પ્રતિ વ્‍યક્‍તિ રૂ.૬,૬૦૨ થાય છે. રાહતની વાત એ છે કે ભારતમાં સરકાર દ્વારા થતો ખર્ચ ૨૦૧૩-૧૪ના ૨૮.૬% થી વધીને ૪૮% સુધી પહોંચ્‍યો છે, જેના કારણે સામાન્‍ય પરિવારો પર સીધો ખિસ્‍સામાંથી થતો ખર્ચ ૬૪.૨% થી ઘટીને ૩૯.૪% થયો છે. આમ છતાં, સામાન્‍ય ભારતીયોને આજે પણ પોતાના ખિસ્‍સામાંથી નોંધપાત્ર રકમ તબીબી સારવાર પાછળ ખર્ચવી પડી રહી છે.

જો આરોગ્‍ય સંભાળના ઇતિહાસ પર નજર કરીએ તો ખર્ચનો આ આંકડો હંમેશા આટલો ઊંચો નહોતો. મધ્‍યયુગીન સમયમાં રોગ અને મળત્‍યુને ભાગ્‍ય કે વિધાતાનો લેખ માનવામાં આવતો હતો અને સારવાર માટે સરકારોની કોઈ મોટી ભૂમિકા નહોતી. પરંતુ યુરોપમાં જ્ઞાનવાદ  અને ઔદ્યોગિક ક્રાંતિ બાદ આરોગ્‍યને મેરિટ ગુડ એટલે કે માનવ અધિકાર ગણવાની શરૂઆત થઈ. ૧૮૮૦ના દાયકા પછી ધનિક દેશોએ સરકારી બજેટમાં આરોગ્‍ય માટે ખાસ ભંડોળ ફાળવવાનું શરૂ કર્યું, જેના પરિણામે આજે તે દેશો પોતાના નાગરિકો માટે ઉચ્‍ચ કક્ષાની તબીબી સેવાઓ સુનિヘતિ કરી શકયા છે. ભારત જેવા વિકાસશીલ દેશો માટે હવે પડકાર એ છે કે તેઓ પોતાના બજેટમાં આરોગ્‍યનો હિસ્‍સો ઝડપથી વધારે અને નાગરિકોને મોંઘી સારવારના બોજમાંથી કાયમી મુક્‍તિ અપાવે.

(3:38 PM IST)