<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

નાગપુરમાં ક્‍લોરીન ગેસ લીકઃ ૪૦ લોકોને શ્વાસ લેવામાં તકલીફઃ હોસ્‍પિટલમાં દાખલ

વોટર ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટમાં અચાનક ક્‍લોરીન ગેસ લીક થયું હતું: સમય રહેતા સ્‍થિતિ પર કાબુ મેળવવામાં આવ્‍યો હતો

નાગપુર તા.૨૪: મહારાષ્ટ્રના નાગપુરમાં એક વોટર ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટમાં ક્‍લોરીન ગેસ લીક થયા બાદ ૪૦ લોકોને હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્‍યું હતું કે આ ઘટના રાત્રે ૧:૦૦ વાગ્‍યે નાગપુરના ગોધની વિસ્‍તારમાં મહારાષ્ટ્ર જીવન પ્રાધિકરણના ગોધની મ્‍યુનિસિપલ કાઉન્‍સિલ વોટર ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટમાં બની હતી. કહેવામાં આવે છે કે ૯૦૦ કિલોગ્રામ ક્ષમતા ધરાવતા સિલિન્‍ડરમાંથી અચાનક ક્‍લોરીન ગેસ લીક થયું હતું.

ક્‍લોરીન ગેસ જેવા જ આસપાસના રહેણાક વિસ્‍તારમાં ઝડપથી ફેલાયેલા વિસ્‍તારોમાં અફરા તફરી મચી ગઇ હતી. કેટલાક લોકોને ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી, તે બાદ નેશનલ ડિઝાસ્‍ટર રિસ્‍પોન્‍સ ફોર્સ (NDRF)એ તરત બચાવ અભિયાન શરૂ કર્યું હતું.

સ્‍થાનિક પોલીસ અને વહીવટી અધિકારીઓએ તરત આસપાસ રહેતા લોકોને સાવચેત કર્યા હતા અને તેમણે સુરક્ષિત જગ્‍યાએ જવાની સલાહ આપી છે. પ્રભાવિત કેટલાક લોકોને સારવાર માટે તરત જિગાબાઇ ટાકલીના સ્‍પર્શ હોસ્‍પિટલ અને મેયો હોસ્‍પિટલ લઇ જવામાં આવ્‍યા હતા.

માનકાપુર પોલીસ સ્‍ટેશન પોલીસ ઇંસ્‍પેક્‍ટર હરેશ કલશેકરે જણાવ્‍યું, બચાવ અભિયાન દરમિયાન ઘટનાસ્‍થળની આસપાસ ૨૦૦ મીટરના અંતરમાં નો-મેન્‍સ લેન્‍ડજાહેર કરી બેરિકેડિગ કરવામાં આવ્‍યું હતું. રહેવાસીઓને પોતાનું ઘર છોડવાની સલાહ આપવામાં આવી છે અને તેમણે સુરક્ષિત વિસ્‍તારમાં પહોંચાડવામાં આવ્‍યા છે.

કલશેકરે જણાવ્‍યું, અત્‍યારે ૯૦ ટકા લીકેજને રોકી દેવામાં આવ્‍યું છે અને ૪૦ લોકોની હોસ્‍પિટલમાં સારવાર ચાલી રહી છે. આ સિવાય ૧૨ લોકોને રજા પણ આપવામાં આવી છે. એલર્ટ મળ્‍યા બાદ નાગપુર મ્‍યુનિસિપલ કોર્પોરેશનના ફાયર ડિપાર્ટમેન્‍ટે બે વોટર ટેન્‍ડર અને બ્રીધિગ અપેરેટ્‍સ (શ્વાસ લેવાના ઉપકરણ)થી લેસ કર્મચારીઓને ઘટનાસ્‍થળે મોકલવામાં આવ્‍યા હતા. ઓરેન્‍જ સિટી વોટર (OCW)ના કર્મચારીઓને પણ બોલાવવામાં આવ્‍યા હતા અને નેશનલ ડિઝાસ્‍ટર રિસ્‍પોન્‍સ ફોર્સ (NDRF)ની એક ટીમ પણ ઘટનાસ્‍થળે તૈનાત કરવામાં આવ્‍યા છે. પોલીસ ઇંસ્‍પેક્‍ટરે એમ પણ જણાવ્‍યું કે સ્‍થિતિ નિયંત્રણમાં છે અને ગભરાવવાની કોઇ જરૂર નથી, તેમણે એમ પણ જણાવ્‍યું કે આ ઘટનામાં એક શ્વાનનું મોત થયું હતું.

લીકેજની તીવ્રતા ઓછી થયા બાદ સવારે આશરે ૫:૩૦ વાગ્‍યે સંયુક્‍ત બચાવ અભિયાન સમાપ્ત થયું હતું. NDRF, ફાયર ડિપાર્ટમેન્‍ટ અનõ ODWના ઇમરજન્‍સી કર્મચારીઓએ ૯૦૦ કિલોગ્રામના ક્‍લોરીન સિલિન્‍ડરને સફળતાપૂર્વક હટાવવામાં આવ્‍યા હતા અને ઝેરી ગેસને સુરક્ષિત રીતે નિષ્‍ક્રિય કરવા માટે, તેને કોસ્‍ટિક સોડા સોલ્‍યુશન ધરાવતી પાણીની ટાંકીમાં છોડવામાં આવ્‍યો હતો.

(3:42 PM IST)