News of Monday, 24th August 2026
દિલ્હી -NCRમાં એકાએક વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો
ભારે વરસાદને પગલે નીચાણવાળા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ

નવી દિલ્હી : દિલ્લી-NCRમાં એકાએક વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે વરસાદ અને પવનના કારણે વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી થોડા કલાકોમાં અતિભારે વરસાદની ચેતવણી સાથે આશરે 25 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનું એલર્ટ આપવામાં આવ્યું છે. ખરાબ હવામાનની અસર હવાઈ સેવા પર પણ જોવા મળી છે અને દિલ્લી આવી રહેલી 12 ફ્લાઈટને જયપુર ડાયવર્ટ કરવામાં આવી છે.
(7:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
