News of Monday, 24th August 2026
"ભાષા નિષ્ણાત બનાવવાનો ઈરાદો નથી": ભાષા વિવાદ પર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની સ્પષ્ટતા!
મુંબઈમાં મરાઠી ભાષાની આવશ્યકતા સામે ઓટો-ટેક્સી ચાલકોની ૩ દિવસની હડતાળ; પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે ડ્રાઈવરોને ૩ મહિનાનો વધારાનો સમય આપવા પ્રસ્તાવ મૂક્યો

મુંબઈ : મહારાષ્ટ્રમાં ઓટોરિક્ષા અને ટેક્સી ડ્રાઈવરોના મરાઠી ભાષાના વ્યવહારુ જ્ઞાનની ચકાસણી કરવા માટે ચાલી રહેલા રાજ્યવ્યાપી અભિયાન વચ્ચે સર્જાયેલા ભાષા વિવાદ પર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મોટું નિવેદન આપ્યું છે. પત્રકારો સાથે વાતચીત કરતાં મુખ્યમંત્રી ફડણવીસે સ્પષ્ટ કર્યું હતું કે, રાજ્ય સરકારનો હેતુ હિન્દી ભાષી નાગરિકોને મરાઠી ભાષાના નિષ્ણાત બનાવવાનો નથી, પરંતુ તેમને ભાષાનું મૂળભૂત વ્યવહારુ જ્ઞાન હોવું જોઈએ. તેમણે ખાતરી આપી હતી કે મહાયુતિ સરકાર ભાષાના આધારે કોઈની સાથે અન્યાય થવા દેશે નહીં.
આ દરમિયાન મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકની સૂચના બાદ RTO દ્વારા હાથ ધરાયેલી ચકાસણીના વિરોધમાં મુંબઈના ઓટોરિક્ષા અને ટેક્સી ચાલકોએ ત્રણ દિવસની હડતાળ શરૂ કરી દીધી છે. સોમવારે કાંદિવલી લિંક રોડ પર ઓટો ચાલકોએ વાહનો ઉભા રાખીને વિરોધ નોંધાવતાં આશરે ૨૦ મિનિટ સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો.
RTO નું કડક અભિયાન: ૧,૪૯૯ ડ્રાઈવરોને નોટિસ

ડ્રાઈવરોને ૩ મહિનાનો સમય આપવાની વિનંતી
પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે સોશિયલ મીડિયા પર વિડીયો જાહેર કરીને જણાવ્યું હતું કે સરકાર કોઈની રોજીરોટી છીનવવા માગતી નથી અને રાજ્ય બહારના લોકોનું સ્વાગત કરે છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ સરકારને વિનંતી કરશે કે જે ડ્રાઈવરો મરાઠી કસોટીમાં નિષ્ફળ ગયા છે તેમની સામે તાત્કાલિક કાર્યવાહી કરવાને બદલે ભાષા શીખવા માટે ૩ મહિનાનો વધારાનો સમય આપવામાં આવે. જોકે, આ સમયગાળા પછી પણ જો તેઓ ભાષા શીખવામાં નિષ્ફળ રહેશે તો નિયમ મુજબ તેમના લાયસન્સ રદ કરવામાં આવશે.
(8:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
