હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મીઠાઈના કિલોએ રૂપિયા ૪૦થી વધુ ભાવ ચુકવવાનો વારો
ખાંડની મીઠાશ ભાવ વધારાના લીધે કડવાશમાં ફેરવાઈ : ખાંડ, માવો, ડ્રાયફૂટ અને પ્લાસ્ટિકના પેકેટ મોંઘા થતાં ભાવ વધારો વેપારીઓએ લાગુ કર્યો

નવી દિલ્હી,તા.૨૫: પહેલે મુઠ્ઠીમે પૈસે લે કર, થેલા ભર શક્કર લાતે થે, અભ થેલે મેં પૈસા જાતા હે મુઠ્ઠીમે શક્કર આતી હૈ, રોટી કપડા ઔર મકાનનુ આ ગીત મોંઘવારીને ઉજાગર કરતુ હતુ. જે લોકોમાં ખુબજ પ્રિય બન્યુ હતુ. આજ સ્થિતિ આજે સર્જાઈ હોવાનુ જણાવતા આ ગીત ગાય છે. આ સાથે જ મોરારજી દેસાઈએ જનતા પક્ષની સરકારમાં અઢી રૂપિયે કિલો ખાંડ ખવડાવી હોવાના &તુ સુવર્ણ દિ દિવસો પણ યાદ કરે છે. ખેર જોકે આજે ખાંડના ભાવ વધતા પવિત્ર શ્રાવણ મહિનામાં મધ્યવર્ગના લોકો જે માવાની મીઠાઇ અને ડ્રાયફુટની મીઠાઇ આરોગે છે તેઓને વધુ
પૈસા ચુકવવાનો વારો આવ્યો છે. પવિત્ર શ્રાવણ મહિનામાં માવાની મીઠાઈ ઉપવાસમાં ભાવિકો આરોગતા હોય છે. જેમાં ખાંડનો ઉપયોગ અને માવાનો ઉપયોગ થાય છે. આ બન્નેના ભાવમાં વધારો થયો હોવાથી માવાની મીઠાઇ જેમાં બરફી, પેંડા, કોપરાપાક, દૂધીનો હલવો સહિતની મીઠાઈનો સમાવેશ થાય છે. જે અગાઉ એક કિલોના ૫૬૦ રૂપિયે કિલો વેચાતી હતી. જે હવે ૬૦૦ રૂપિયે કિલો વેચાય છે. કાજુની મીઠાઈ જેમાં કાજુ કતરી કાજુ રોલ અને કાજુની અન્ય ફેન્સી આઈટમ જે અગાઉ એક કિલોના રૂપિયા ૧૦૮૦ના ભાવમાં વેચાતી હતી. તે હવે રૂપિયા ૧૧૨૦માં વેચાય છે. ચોખ્ખા ઘીની મીઠાઈ જેમાં મગસ, મોહનથાળ ઘારી ખજુરી બાલુશાહી અને મૈસુરનો સમાવેશ છે તે અગાઉ એક કિલોના રૂપિયા ૬૮૦ના કિલોના ભાવે વેચાતી હતી.તે હવે રૂપિયા ૭૨૦ના કિલોના ભાવે વેચાય રહી છે. રૂપિયા થાય. સુગર ફ્રીની મીઠાઈ જે ખજુર અંજીર અને મધની બને છે.તે અગાઉ કિલોના રૂપિયા ૧૧૦૦ના ભાવે વેચાતી હતી. જે હવે રૂપિયા ૧૨૦૦ના ભાવે વેચાય છે. જયારે ડ્રાયફુટના એક કિલોના ભાવમાં પણ વધારો નોંધાયો છે. કાજુ રૂપિયા ૭૮૦૦માં હવે ૮૬૦૦માં બદામ રૂપિયા ૭૦૦ જયારે હવે ૧૦૫૦, પીસ્તા રૂપિયા ૨૦૦૦ હવે ૩૩૦૦ એલચી ૨૩૦૦ હવે ૩૫૦૦ ખાંડ એક કિલોના રૂપિયા ૫૨ થી ૭૫ રૂપિયા પર પહોંચી ગઇ છે. આ ઉપરાંત પ્લાસ્ટીકના બોકસ એક નંગના રૂપિયા ૬માં વેચાતા હતા. જે હવે એક નંગના રૂપિયા ૮ વસુલાઇ છે. આથી મીઠાઈના ભાવમાં વધારો નોંધાઇ રહ્યો હોવાનુ મીઠાઈના વેપારી એવા ભાવેશ સુખડીયાએ જણાવ્યુ હતું









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
