હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નેપાળમાં ખાંડ ૧૨૫ રૂપિયે કિલોના હિસાબથી વેચાઈ રહી છે
બોર્ડર પર ખાંડ લેવા પડાપડી થઈઃ નેપાળના લોકો હજુ પણ સરહદી બજારો પર નિર્ભર છે, જેની સીધી અસર દેખાઈ રહી છે

નવી દિલ્હી,તા.૨૫: રક્ષાબંધનના તહેવારની ઠીક પહેલા ખાંડના ભાવે રસોઈનું બજેટ બગાડી નાખ્યું છે. આવા સમયે ભારત, બ્રાઝિલ બાદ દુનિયાના બીજા સૌથી મોટા ખાંડ એક્સપોર્ટ કરનારો આપણો દેશ છે. પણ હાલના સમયમાં દેશમાં ખાંડને લઈ સ્થિતિ સારી નથી. બજારોમાં સતત ખાંડના ભાવ વધી રહ્યા છે, આવા સમયે ખાંડના રેટ ૬૫થી લઈને ૭૦ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે.ત્યારે સવાલ એ થાય કે શું દુનિયાને ખાંડ વેચનારા દેશમાં આખરે અચાનક ખાંડ મોંઘી કેમ થઈ ગઈ? ભારત-નેપાળ સરહદ પર અવરજવરને લઈ કરવામાં આવેલી કડકાઈની અસર હવે નેપાળમાં પણ જોવા મળી રહી છે. નેપાળમાં ખાંડ ૧૨૫ રૂપિયે કિલોના હિસાબથી વેચાઈ રહી છે. આવા સમયે નેપાળી નાગરિકો સરહદી વિસ્તારમાં આવેલી બજારોમાં આવીને ખરીદી કરી રહ્યા છે.
ભારત અને નેપાળમાં ખાંડના ભાવમાં શું તફાવતઃ હાલમાં ખાંડ ૬૫થી ૭૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. વળી જો નેપાળની વાત કરીએ તો, નેપાળમાં ખાંડ ૧૨૫ રૂપિયા પ્રતિ કિલોના હિસાબથી વેચાઈ રહી છે. જેના કારણે નેપાળના લોકો ભારતની સરહદ વનગવા મંડીમાં આવીને ખરીદી કરી રહ્યા છે. નેપાળના લોકો હજુ પણ સરહદી બજારો પર નિર્ભર છે, જેની સીધી અસર દેખાઈ રહી છે.
નેપાળી નાગરિકોએ શું જણાવ્યું: ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચેલી અમારી લોકલ ૧૮ની ટીમે ભારત-નેપાળ સરહદ બનગવા મંડીમાં આવેલા નેપાળી નાગરિકો સાથે ખાસ વાતચીત કરી. નેપાળી નાગરિક મમતા જણાવે છે કે, હાલમાં નેપાળમાં ખાદ્ય સામગ્રીના ભાવ અચાનક વધી ગયા છે, જેના કારણે ઘરનું બજેટ બગડી ગયું છે. આવા સમયે અમે લોકો ભારતમાં આવીને ખરીદી કરી રહ્યા છીએ.
મમતા જણાવે છે કે, નેપાળમાં ખાંડ ૧૨૫ રૂપિયા પ્રતિ કિલો, ચણા અને મસૂરની દાળ ૧૬૦ રૂપિયા કિલો, તુવેરની દાળ ૨૫૦ રૂપિયે કિલોના હિસાબે વેચાઈ રહી છે. વળી જો વાત કરીએ ભારતમાં ખાંડની તો ૬૫ રૂપિયાથી લઈ ૭૦ રૂપિયા પ્રતિ કિલોના હિસાબથી વેચાઈ રહી છે. વળી દાળ પણ ૧૧૦થી લઈ ૧૨૦ રૂપિયા વેચાઈ રહી છે. જેના કારણે અમે ખરીદી કરવા અહીં આવી રહ્યા છીએ
નેપાળી નાગરિક કોસિલ્લાએ જાણકારી આપતા જણાવ્યું છે કે, નેપાળમાં ખાદ્ય સામગ્રીના ભાવ વધારે હોવાના કારણે અમે લોકો ખરીદી કરવા માટે ભારત-નેપાળ સરહદી બજારોમાં આવીએ છીએ. અહીં નોંધવા જેવી વાત એ છે કે ભારતમાંથી ખાંડ નેપાળમાં જાય છે. પ્રતિ નાગરિક ૪ કિલો ખાંડ ભારતમાંથી ખરીદી કરીને નેપાળ લઈ જાય છે. (નેપાળી નાગરિક)
વાત કરતા ભારતીય વેપારી ઈશ્વર દયાલ ગુપ્તાએ જાણકારી આપી છે કે જ્યારથી ખાંડના ભાવ વધ્યા છે, ત્યારથી સતત નેપાળી નાગરિકો સરહદ વિસ્તારની બજારમાં આવીને ખરીદી કરી રહ્યા છે, કેમ કે ભારત કરતા પણ મોંઘી ખાંડ નેપાળમાં વેચાઈ રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
