<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

પાંચ મહિના સુધી રજિસ્‍ટ્રેશન સર્ટિફિકેટ ન મળતાં આખરે નવીનક્કોર કાર પર ઘાસચારો લાદીને બળદ જોતર્યો

પંજાબના મોગામાં ૩૧.૩૦ લાખ રૂપિયાની નવી કારનું RC પાંચ મહિના સુધી ન મળતાં માલિકે અનોખો વિરોધ કર્યો : કારને ઘાસચારો લાદીને બળદ સાથે બાંધી અને રસ્‍તા પર ખેંચાવીને તંત્ર સામે રોષ વ્‍યક્‍ત કર્યો

મોગા,તા.૨૫: પંજાબના મોગામાં નવી કાર ખરીદ્યા પછી રજિસ્‍ટ્રેશન સર્ટિફિકેટ (RC) માટે મહિનાઓ સુધી રાહ જોવી પડતાં માલિકે અનોખા અંદાજમાં રસ્‍તા પર વિરોધ-પ્રદર્શન કર્યું હતું. ૩૧.૩૦ લાખ રૂપિયાની કાર ખરીદનારા દવિદરપાલ સિહને પાંચ મહિના પછી પણ RC ન મળતાં તેમણે ઘાસચારો લાદીને કારને બળદ સાથે બાંધી હતી અને બળદ પાસે કાર ખેંચાવીને રોડ પર નીકળી પડ્‍યા હતા. તેમનો આરોપ છે કે કાર ખરીદી એ વખતે બિલિગમાં કંઈક ગરબડ થતાં ગાડીનું રજિસ્‍ટ્રેશન અટકી પડ્‍યું છે. RCન હોવાથી કાર લઈને ક્‍યાંય જઈ પણ શકાતું નથી અને ગેરેજમાં પડ્‍યે-પડ્‍યે કાર ખરાબ થઈ રહી છે. વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ નિવેડો આવ્‍યો નહોતો એટલે આખરે તેણે બળદ જોતરીને વિરોધ-પ્રદર્શન કર્યું હતું. દવિદરપાલનું કહેવું છે કે ગાડીનું રજિસ્‍ટ્રેશન કરાવવા માટે તે ચંડીગઢની ઑફિસ પર પહોંચ્‍યા તો તેને કહેવામાં આવ્‍યું કે બિલિગમાં નોંધાયેલી રકમ અને RTOના રેકોર્ડમાં નોંધાયેલી રકમમાં અંતર છે.

(10:22 AM IST)