<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

સાયબર ફ્રોડની ઘટનામાં તોતિંગ ઉછાળોઃ દર કલાકે ૨૧ કેસ, OTP છેતરપિંડિ ટોપ પર

સાયબર અપરાધીઓ અવારનવાર સામાન્‍ય નાગરિકોને ડરાવી-ધમકાવીને ‘ડિજિટલ એરેસ્‍ટ' જેવા ડરનો માહોલ ઉભો કરી રહ્યા છે : ૧ જાન્‍યુઆરીથી ૩૧ જુલાઈ ૨૦૨૬ સુધીના ડેટા મુજબ રાજ્‍યમાં સાયબર ફ્રોડના ૧,૦૬,૮૮૨ કેસ નોંધાયાઃ દરરોજ આશરે ૫૦૪ અથવા દર કલાકે લગભગ ૨૧ કેસ નોંધાઈ રહ્યા છે

અમદાવાદ,તા.૨૫:  સરકાર સાયબર ફ્રોડથી નાગરિકોને બચાવવા ગમે તેટલા અવરેનસ કાર્યક્રમો કરે તેમ છતાં રાજ્‍યમાં સાયબર ફ્રોડની ઘટનામાં તોતિગ ઉછાળો આવ્‍યો છે. સાયબર અપરાધીઓ અવારનવાર સામાન્‍ય નાગરિકોને ડરાવી-ધમકાવીને 'ડિજિટલ એરેસ્‍ટ' જેવા ડરનો માહોલ ઉભો કરી રહ્યા છે.  ૧ જાન્‍યુઆરીથી ૩૧ જુલાઈ ૨૦૨૬ સુધીના ડેટા મુજબ, ગુજરાતમાં સાયબર ફ્રોડનો વ્‍યાપ દિનપ્રતિદિન વધી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન રાજ્‍યમાં સાયબર ફ્રોડના ૧,૦૬,૮૮૨ કેસ નોંધાયા છે. જેનો અર્થ દરરોજ આશરે ૫૦૪ અથવા દર કલાકે લગભગ ૨૧ કેસ નોંધાઈ રહ્યા છે.

સાયબર ક્રાઈમમાં સૌથી સામાન્‍ય ફ્રોડ જૂની પદ્ધતિ એટલે કે ભોગ બનનાર પાસેથી છેતરીને OTP મેળવવો રહ્યો છે. ૨૬,૦૪૧ કેસ સાથે, રાજ્‍યમાં નોંધાયેલી કુલ ફરિયાદોમાંથી લગભગ દર ચારમાંથી એક ફરિયાદ બ્‍વ્‍ભ્‍ ફ્રોડની હતી.

૨૧,૦૨૩ કેસ સાથે ખોટી ઓળખ ઊભી કરીને થતી છેતરપિડી  બીજા ક્રમે સૌથી મોટો ખતરો હતો, ત્‍યારપછી ઓનલાઇન શોપિગ ફ્રોડના ૧૫,૦૮૪ કેસ નોંધાયા હતા. આ ત્રણેય કેટેગરીના મળીને કુલ નોંધાયેલા સાયબર ફ્રોડ કેસોના લગભગ ૫૮% હિસ્‍સો ધરાવે છે.

જોકે આ આંકડાઓમાં પીડિતોની ઉંમર કે લિગ અલગથી દર્શાવવામાં આવ્‍યા નથી, પરંતુ કેટલીક શ્રેણીઓ મહિલાઓ અને સગીરાઓ માટે ખાસ ચિતાજનક ઓનલાઇન જોખમ તરફ ઈશારો કરે છે. એસ્‍કોર્ટ ફ્રોડના ૧,૨૫૭, બ્‍લેકમેઇલિગના ૮૪૭, ફેક ફેસબુક/સોશિયલ મીડિયા પ્રોફાઇલના ૪૯૫, ન્‍યૂડ વીડિયો-કોલ ફ્રોડના ૪૯૩ અને મેટ્રિમોનિયલ ફ્રોડના ૨૪૧ કેસ નોંધાયા હતા.

આ શ્રેણીઓ મળીને કુલ ૩,૩૩૩ ફરિયાદો થાય છે. ન્‍યૂડ વીડિયો-કોલ અને બ્‍લેકમેઇલિગના કેસોમાં મુખ્‍યત્‍વે મહિલાઓને નિશાન બનાવવામાં આવી હતી.

એક્‍સપર્ટના જણાવ્‍યા અનુસાર, આ આંકડા સ્‍પષ્ટપણે દર્શાવે છે કે સાયબર ગુનેગારો ટેક્રોલોજી કરતાં લોકોના વિશ્વાસનો દુરુપયોગ વધુ કરી રહ્યા છે.

ગુજરાતમાં ટોપ ૫ સાયબર ફ્રોડની મોડસ ઓપરેન્‍ડી અને કેસોની વિગત

OTP ફ્રોડના ૨૬,૦૪૧ કેસ

ફેક ઓળખના ૨૧,૦૨૩ કેસ

ઓનલાઈન શોપિગના ૧૫,૦૮૪ કેસ

ઈન્‍વેસ્‍ટમેન્‍ટ/શેરબજારના ૭,૨૨૮ કેસ

લોન એપ્‍લિકેશનના ૫,૧૧૦ કેસ.

 

(10:48 AM IST)