<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

4Gમાંથી 5Gમાં સિમ અપગ્રેડ કરતી વખતે ચેતજોઃ કોન્‍ટ્રેક્‍ટરે ૬ લાખ ગુમાવ્‍યા

સાઇબર ઠગોએ 4G સિમકાર્ડને 5Gમાં અપગ્રેડ કરવાની એક નવી કાર્યપદ્ધતિ અપનાવીને મુંબઈમાં રહેતા ૪૫ વર્ષના કોન્‍ટ્રેક્‍ટર પાસેથી ૬ લાખ રૂપિયા તડફાવી લીધા

મુંબઈ  તા.૨૫: સાઇબર ઠગોએ 4G સિમકાર્ડને 5Gમાં અપગ્રેડ કરવાની એક નવી કાર્યપદ્ધતિ અપનાવીને ભાઈંદર-વેસ્‍ટમાં રહેતા ૪૫ વર્ષના ગુજરાતી કોન્‍ટ્રેક્‍ટર પાસેથી ૬ લાખ રૂપિયા તડફાવી લીધા છે. આ મામલે ભાઈંદર પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. સાઇબર ગઠિયાઓએ સિમકાર્ડ બંધ કરાવીને ફોનનો સંપૂર્ણ ઍક્‍સેસ મેળવી લીધો હતો અને ત્‍યાર બાદ

બેન્‍ક-ખાતામાંથી મોટી રકમ પોતાના ખાતામાં ટ્રાન્‍સફર કરી લીધી હતી. આ બનાવ બાદ સાઇબર પોલીસે નાગરિકોને આ પ્રકારની નવી કાર્યપદ્ધતિથી સાવચેત રહેવાની અપીલ કરી છે. આ કેસમાં પોલીસે ગુજરાતી વેપારીના પૈસા જે ૮ અકાઉન્‍ટમાં ટ્રાન્‍સફર કરવામાં આવ્‍યા છે એની માહિતી ભેગી કરીને તપાસ શરૂ કરી છે.

 ભાઈંદર-વેસ્‍ટમાં રહેતા ગુજરાતી ઇન્‍ટીરિયર ડિઝાઇનર કોન્‍ટ્રેક્‍ટરને ૧૬ ઑગસ્‍ટે અજાણ્‍યા નંબર પરથી ફોન આવ્‍યો હતો. ફોન કરનાર વ્‍યક્‍તિ કહ્યું કે તમારું 4G સિમ ટૂંક સમયમાં બંધ થઈ જશે એટલે એને ઍરટેલ એપ દ્વારા ૫ઞ્‍માં ફેરવવું પડશે. ઠગે ફરિયાદીને વિશ્વાસમાં લઈને વોટ્‍સએપ પર મોકલેલી લિન્‍કમાં વિગતો ભરાવી હતી અને ID એન્‍ટર કરાવી વેરિફિકેશન પ્રક્રિયા પૂરી કરાવી લીધી હતી.

 બીજા દિવસે સવારે ફરિયાદીના સિમકાર્ડમાંથી નેટવર્ક ગાયબ થઈ ગયું હતું અને સિમ તદ્દન બંધ થઈ ગયું હતું. વોટ્‍સએપ પર સાઇબર ગઠિયાનો સંપર્ક કરતાં પ્રક્રિયામાં ૨૪ કલાક લાગશે એવું બહાનું તેણે બતાવ્‍યું હતું અને ઓળખની ચકાસણી માટે વિગતો માગીને ગેરમાર્ગે દોર્યા હતા.

 ૧૮ ઓગસ્‍ટે સવારે એકાએક સિમકાર્ડ ચાલુ થતાં ૮.૩૦ વાગ્‍યે ફરિયાદીના ખાતામાંથી પ્રથમ ૪,૦૦,૦૦૦ રૂપિયા કપાવાનો મેસેજ આવ્‍યો હતા. તાત્‍કાલિક બેન્‍ક-મેનેજરને જાણ કર્યા બાદ તરત જ સવારે ૯ વાગ્‍યે બીજો ૨,૦૦,૦૦૦ રૂપિયા કપાવાનો મેસેજ આવ્‍યો હતો.

 પોતાની સાથે છેતરપિંડી થતાં ફરિયાદીએ તાત્‍કાલિક સાઇબર હેલ્‍પલાઇન પર ફરિયાદ નોંધાવી હતી અને ત્‍યાર બાદ ગઈ કાલે ભાઈંદર પોલીસ-સ્‍ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.

(10:49 AM IST)