હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઓપરેશન સિંદૂરમાં ઇરાને પાકિસ્તાનનો સાથ આપ્યો હતોઃ પાક.નો મોટો દાવો
ભારતીય સેનાના આક્રમક પ્રહારથી ધ્રૂજેલા પાકિસ્તાને ઈરાનનો આભાર માન્યાનો ખુલાસો : આ સમર્થન બદલ આભાર વ્યક્ત કરવા માટે પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફ અને કૂટનીતિક પ્રતિનિધિમંડળે ઈરાનની મુલાકાત પણ લીધી'તી

નવી દિલ્હી, તા.૨૫: મે ૨૦૨૫માં પહલગામ ખાતે થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલામાં ૨૬ નિર્દોષ ભારતીયો માર્યા ગયા બાદ ભારતે સીમાપાર આતંકી ઠેકાણાઓ અને રડાર સિસ્ટમનો સફાયો કરવા ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું. આ દરમિયાન ભારતીય વાયુસેના અને લશ્કરે દુશ્મન દેશના અનેક ફાઇટર જેટ અને આતંકી અડ્ડાઓને ધ્વસ્ત કરી નાખ્યા હતા. આ ઘટનાક્રમના આશરે એક વર્ષ બાદ હવે પાકિસ્તાને ઈરાનના સમર્થનને લઈને એક મોટો અને ચોંકાવનારો દાવો કર્યો છે. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઈશાક ડારે દાવો કર્યો છે કે મે ૨૦૨૫માં ભારત સાથેના લશ્કરી સંઘર્ષ દરમિયાન ઈરાને પાકિસ્તાનને મજબૂત સમર્થન આપ્યું હતું.
અહેવાલ મુજબ, ઈશાક ડારે પાકિસ્તાનની રાષ્ટ્રીય સભા (નેશનલ એસેમ્બલી)ને મોકલેલા લેખિત જવાબમાં જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં ઈરાન અને પાકિસ્તાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં નોંધપાત્ર સુધારો થયો છે. તેમણે ઉમેર્યું કે જૂન ૨૦૨૫માં ૧૨ દિવસ સુધી ચાલેલા યુદ્ધ તેમજ અમેરિકા-ઇઝરાયલ સાથેના વર્તમાન સંઘર્ષ દરમિયાન પાકિસ્તાને ઈરાનને કૂટનીતિક સાથ આપ્યો હતો, જ્યારે મે ૨૦૨૫માં ભારત સામેના યુદ્ધ જેવા સંઘર્ષ વખતે ઈરાને પાકિસ્તાનની મદદ કરી હતી. આ સમર્થન બદલ આભાર વ્યક્ત કરવા માટે જ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અને કૂટનીતિક પ્રતિનિધિમંડળે ઈરાનની મુલાકાત પણ લીધી હતી.
જોકે, ઈરાન કે પાકિસ્તાન બંનેમાંથી કોઈએ પણ આ સમર્થનનું સ્વરૂપ (લશ્કરી, ગુપ્તચર કે માત્ર કૂટનીતિક) શું હતું તેની સ્પષ્ટતા કરી નથી. બીજી તરફ, ડિસ્કવરીની આગામી શ્રેણી ડિક્લાસિફાઇડ ઓપરેશન સિંદૂરમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે સ્પષ્ટ કર્યું હતું કે ૮૮ કલાક સુધી ચાલેલા આ ઓપરેશનનો મુખ્ય હેતુ પહલગામ હુમલા માટે જવાબદાર આતંકવાદી છાવણીઓનો સંપૂર્ણ નાશ કરવાનો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
