<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

કાશ્‍મીરની ધરતી પર લખાયેલી શૌર્યની અગ્નિગાથા : ‘કાશ્‍મીરનું અગ્નિસ્‍નાન' ફરી વાચકો સમક્ષ

વિજયગુપ્ત મૌર્યના ઐતિહાસિક ગ્રંથનું નગેન્‍દ્ર વિજય દ્વારા સંવર્ધિત સંપાદન : ૨૧ પ્રકરણ અને ૧૬૦ પાનામાં કાશ્‍મીરનો ઇતિહાસ, પાકિસ્‍તાની આક્રમણ, ભારતીય સેનાનું અપ્રતિમ શૌર્ય, દુર્લભ તસવીરો, નકશા અને શષાોના ચિત્રણ સાથે ૧૯૪૭-૪૮ના યુદ્ધની રોમાંચક દસ્‍તાવેજી સફર : શ્રીનગરથી પુંચ અને ઝોજિલા સુધી... ૧૯૪૭-૪૮ના યુદ્ધના અજાણ્‍યા પરાક્રમોનું જીવંત દસ્‍તાવેજ : જે યુદ્ધ વિશે ઓછું લખાયું, તેમાં વીરતાની ગાથાઓ અસંખ્‍ય : વિજયગુપ્ત મૌર્યનું ‘કાશ્‍મીરનું અગ્નિસ્‍નાન'

ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે ૧૯૪૭-૪૮, ૧૯૬૫, ૧૯૭૧ અને ૧૯૯૯ના કારગીલ સંઘર્ષથી લઈને ૨૦૨૫ના ‘ઓપરેશન સિંદૂર' સુધી અનેક વખત સશષા ટકરાવ સર્જાયા. દરેક પ્રસંગે ભારતીય સૈનિકોના શૌર્ય, બલિદાન અને કર્તવ્‍યનિષ્ઠાએ દેશના લશ્‍કરી ઇતિહાસમાં અમીટ પ્રકરણો લખ્‍યાં છે. આ તમામ સંઘર્ષોની પોતાની ઐતિહાસિક પરિસ્‍થિતિ અને વિશિષ્ટતા હોવાથી તેમની તુલના કરવી યોગ્‍ય નથી; પરંતુ ૧૯૪૭-૪૮ના પ્રથમ કાશ્‍મીર યુદ્ધ વિશે સામાન્‍ય ભારતીય વાચક સુધી પ્રમાણમાં ઓછી માહિતી પહોંચી છે, એ વાત નિર્વિવાદ છે.

૧૯૭૧નું યુદ્ધ અને કારગીલની લડાઈ વ્‍યાપક રીતે જાણીતી બની, પરંતુ ભારત સ્‍વતંત્ર થયાના થોડા જ અઠવાડિયામાં કાશ્‍મીર માટે ખેલાયેલું પહેલું યુદ્ધ અનેક અદભુત શૌર્યગાથાઓથી ભરેલું હોવા છતાં સામાન્‍ય ચર્ચામાં ઓછું રહ્યું. ગુજરાતી વાચકોને એ યુદ્ધની સિલસિલાબંધ અને રોમાંચક ઓળખ કરાવનાર લેખક હતા વિજયગુપ્ત મૌર્ય. તેમનું ‘કાશ્‍મીરનું અગ્નિસ્‍નાન' ૧૯૪૭-૪૮ના યુદ્ધને સમજાવતું અનોખો ગુજરાતી દસ્‍તાવેજ બનયો. ૧૯૬૫ના યુદ્ધ અંગે તેમણે ‘કચ્‍છથી કાશ્‍મીર સુધી લડી જાણ્‍યું જવાનોએ' નામે પણ મહત્‍વપૂર્ણ દસ્‍તાવેજીકરણ કર્યું હતું.

આજે દુર્લભ બની ગયેલું ‘કાશ્‍મીરનું અગ્નિસ્‍નાન' પુસ્‍તક ફરી વાચકો માટે ઉપલબ્‍ધ બન્‍યું છે. તેનું સંવર્ધિત સંપાદન જાણીતા વિજ્ઞાનલેખક, સંપાદક, પત્રકાર અને પ્રકાશક શ્રી નગેન્‍દ્ર વિજય દ્વારા કરવામાં આવ્‍યું છે. વિજયગુપ્ત મૌર્ય અને નગેન્‍દ્ર વિજયે વિજ્ઞાન, લશ્‍કરી વિષયો, ટેકેનોલોજી અને આધુનિક જ્ઞાનના અનેક જટિલ વિષયોને ગુજરાતી વાચકો સુધી લોકભોગ્‍ય ભાષામાં પહોંચાડવાની વિશિષ્ટ પરંપરા ઊભી કરી છે.

‘કાશ્‍મીરનું અગ્નિસ્‍નાન'ની મૂળ આવળત્તિનું મહત્ત્વ એટલા પરથી પણ સમજાય છે કે તેની પ્રસ્‍તાવના તત્‍કાલીન સંરક્ષણમંત્રી યશવંતરાવ ચવાણે લખી હતી.

લેખમાળાથી પુસ્‍તક સુધીની રસપ્રદ સફર

વિજયગુપ્ત મૌર્યએ ૧૯૬૪માં ‘જન્‍મભૂમિ પ્રવાસી'માં ‘કાશ્‍મીરનું અગ્નિસ્‍નાન' નામે લેખમાળા શરૂ કરી હતી. તેના આધારે ઓગસ્‍ટ, ૧૯૬૫માં પુસ્‍તકની પ્રથમ આવળત્તિ પ્રગટ થઈ. વાચકોમાં તેનો એવો પ્રતિસાદ રહ્યો કે ડિસેમ્‍બર, ૧૯૬૫માં જ બીજી આવળત્તિ બહાર પાડવી પડી. બાદમાં ૧૯૯૧માં ત્રીજી આવળત્તિ પ્રકાશિત થઈ.

હવે ઉપલબ્‍ધ સંવર્ધિત આવળત્તિમાં મૂળ પુસ્‍તકના વર્ણનો સાથે જૂની આવળત્તિમાં સમાવી શકાયા ન હતાં તેવા અનેક ફોટોગ્રાફ, યુદ્ધના નકશા અને શષાોની રચના સમજાવતાં ચિત્રણ ઉમેરવામાં આવ્‍યાં છે. આથી પુસ્‍તક માત્ર વાંચવાનો ગ્રંથ નહીં, પરંતુ ૧૯૪૭-૪૮ના કાશ્‍મીર યુદ્ધને દૃશ્‍યરૂપે સમજાવતો સંગ્રહયોગ્‍ય સંદર્ભગ્રંથ બની રહે છે.

‘ઓપરેશન ગુલમર્ગ'થી શરૂ થતી કાશ્‍મીરની અગ્નિપરીક્ષા

પુસ્‍તકના પ્રારંભિક ભાગમાં કાશ્‍મીરના પ્રાચીન ઇતિહાસથી લઈને ૧૯૪૭ની રાજકીય કટોકટી સુધીની પળષ્ઠભૂમિ સમજાવવામાં આવી છે. પ્રથમ પ્રકરણમાં લેખક પાકિસ્‍તાન તરફથી કાશ્‍મીર પર કબજો જમાવવાના હેતુથી ઘડાયેલી હોવાનું જણાવાતી ગુપ્ત લશ્‍કરી યોજના ‘ઓપરેશન ગુલમર્ગ'નું વર્ણન કરે છે. કબીલાઈ હુમલાખોરો તથા પાકિસ્‍તાની સૈનિકોને કાશ્‍મીરમાં પ્રવેશાવી શ્રીનગર સહિતના વ્‍યૂહાત્‍મક વિસ્‍તારો કબજે કરવાની યોજના કેવી રીતે આગળ વધી તેનું દસ્‍તાવેજી વિશ્‍લેષણ અહીં આપવામાં આવ્‍યું છે.

૨૨ ઓક્‍ટોબર, ૧૯૪૭થી સરહદ પારથી આવેલા હુમલાખોરોએ મુઝફ્‌ફરાબાદ, બારામુલા અને અન્‍ય વિસ્‍તારોમાં હુમલા કર્યા. પરિસ્‍થિતિ અત્‍યંત ગંભીર બનતાં મહારાજા હરિસિંહે ભારત પાસે લશ્‍કરી મદદ માગી અને ૨૬ ઓક્‍ટોબર, ૧૯૪૭ના રોજ ભારત સાથે વિલીનીકરણના સાધનપત્ર પર હસ્‍તાક્ષર કર્યા. ત્‍યારબાદ ભારતીય સૈન્‍યને તાત્‍કાલિક શ્રીનગર પહોંચાડવાની ઐતિહાસિક કામગીરી શરૂ થઈ.

પુસ્‍તકમાં વી. પી. મેનન, સરદાર વલ્લભભાઈ પટેલ, પંડિત જવાહરલાલ નેહરુ, લોર્ડ માઉન્‍ટબેટન, શેખ અબ્‍દુલ્લા અને મહારાજા હરિસિંહની ભૂમિકાઓનું પણ વિસ્‍તળત વર્ણન મળે છે.

પાંચ હજાર વર્ષના કાશ્‍મીરની ઐતિહાસિક સફર

બીજા પ્રકરણમાં કાશ્‍મીરના પ્રાચીન ઇતિહાસને વિશાળ ફલક પર રજૂ કરવામાં આવ્‍યો છે. કશ્‍યપ ઋષિ સાથે જોડાયેલી પરંપરાથી લઈને ‘રાજતરંગિણી', લલિતાદિત્‍યના સમય, હિંદુ-બૌદ્ધ સાંસ્‍કળતિક વારસા, મધ્‍યયુગીન સત્તાપલટા, મુઘલ, અફઘાન અને શીખ શાસન તથા ડોગરા રાજવંશ સુધીની સફરનું વર્ણન મળે છે.

માર્તંડ સૂર્યમંદિર, મહારાજા રણજિતસિંહનું સામ્રાજ્‍ય, મહારાજા ગુલાબસિંહ ડોગરા અને જૂના કાશ્‍મીરની તસવીરો આ ઐતિહાસિક વર્ણનને જીવંત બનાવે છે.

હરિસિંહ-નેહરુ મતભેદ અને ગૂંચવાતો કાશ્‍મીર પ્રશ્ન

પુસ્‍તકનું ત્રીજું પ્રકરણ ૧૯૪૭ની રાજકીય ગૂંચવણ પર કેન્‍દ્રિત છે. લેખકના વર્ણન મુજબ મહારાજા હરિસિંહ અને પંડિત જવાહરલાલ નેહરુ વચ્‍ચેના અવિશ્વાસ, શેખ અબ્‍દુલ્લાની ભૂમિકા, પાકિસ્‍તાનનું દબાણ, બ્રિટિશ નીતિઓ અને આંતરિક મતભેદોએ કાશ્‍મીરના પ્રશ્નને વધુ જટિલ બનાવ્‍યો.

પુસ્‍તકમાં પાકિસ્‍તાન દ્વારા સપ્‍ટેમ્‍બર, ૧૯૪૭માં જીવનજરૂરી ચીજોના પુરવઠા પર દબાણ સર્જાયું હોવાનો ઉલ્લેખ છે. ગિલગિટ સ્‍કાઉટ્‍સ અને બ્રિટિશ અધિકારી મેજર વિલિયમ બ્રાઉનની ભૂમિકા પણ ચર્ચાય છે. સાથે મહારાજા હરિસિંહ, સરદાર પટેલ, નેહરુ, શેખ અબ્‍દુલ્લા, માઉન્‍ટબેટન અને ગિલગિટ-બાલ્‍ટિસ્‍તાનના નકશા જેવા દૃશ્‍યસંદર્ભો આપવામાં આવ્‍યા છે.

બારામુલાની કરુણતા અને મકબૂલ શેરવાનીનું બલિદાન

આક્રમણ બાદ બારામુલામાં થયેલી લૂંટફાટ, હત્‍યાઓ અને અત્‍યાચારનું પુસ્‍તકમાં હૃદયદ્રાવક વર્ણન છે. પુસ્‍તકમાં જણાવ્‍યા મુજબ સેન્‍ટ જોસેફ ચર્ચ અને હોસ્‍પિટલ પણ હુમલાનું નિશાન બન્‍યાં તથા વિદેશી સાધ્‍વીઓ, નર્સો, દર્દીઓ અને અન્‍ય નિર્દોષ લોકોના જીવ ગયા.

આ જ પળષ્ઠભૂમિમાં કાશ્‍મીરી યુવાન મકબૂલ શેરવાનીની શૌર્યગાથા આવે છે. તેણે હુમલાખોરોને શ્રીનગર તરફ જતો ખોટો માર્ગ બતાવી સમય ગુમાવ્‍યો હોવાનું વર્ણવાયું છે. રહસ્‍ય બહાર આવતાં તેને ક્રૂરતાથી મારી નાખવામાં આવ્‍યો. હુમલાખોરો બારામુલામાં અટવાતા ભારતીય સેનાને શ્રીનગર સુધી પહોંચવા અમૂલ્‍ય સમય મળ્‍યો ラ યુદ્ધના પ્રવાહમાં આ વિલંબ નિર્ણાયક સાબિત થયો.

માત્ર ૨૦૦ જવાનો સાથે રસ્‍તો રોકનાર બ્રિગેડિયર રાજેન્‍દ્રસિંહ

જમ્‍મુ-કાશ્‍મીર રાજ્‍ય દળોના બ્રિગેડિયર રાજેન્‍દ્રસિંહ જામવાલની ગાથા પુસ્‍તકના સૌથી પ્રેરક પ્રસંગોમાંની એક છે. આશરે ૨૦૦ જેટલા ઉપલબ્‍ધ જવાનો સાથે તેમણે હુમલાખોરોની આગેકૂચ રોકવાનો પ્રયાસ કર્યો. ઉરી પાસેના પુલને તોડી દુશ્‍મનની ગતિ ધીમી પાડવામાં આવી.

ભારે લડત બાદ ૨૪ ઓક્‍ટોબર, ૧૯૪૭ના રોજ તેઓ વીરગતિ પામ્‍યા. તેમના શૌર્ય બદલ તેમને મરણોત્તર મહાવીર ચક્ર એનાયત થયું.

ડાકોટા વિમાનોનો આકાશી પુલ

કાશ્‍મીર બચાવવામાં હવાઈ કામગીરીની ભૂમિકા એટલી જ મહત્‍વપૂર્ણ હતી. વિવિધ ડાકોટા વિમાનો દ્વારા જવાનો અને લશ્‍કરી સામગ્રી શ્રીનગર પહોંચાડવામાં આવી. આ કામગીરી સાથે એર કોમોડોર મહેરસિંહ, જાણીતા ‘બાબા મહેરસિંહ',નું નામ અવિસ્‍મરણીય રીતે જોડાયેલું છે.

પુંચના કાચા હવાઈ પટ્ટા પર જોખમી ઉતરાણથી લઈને હિમાલયની ઊંચાઈઓ પાર કરી લેહ સુધી ડાકોટા વિમાન પહોંચાડવાના તેમના પરાક્રમનું પુસ્‍તકમાં રોમાંચક વર્ણન છે.

રણજિત રાય : શ્રીનગર એરફિલ્‍ડ બચાવનાર પ્રારંભિક નાયક

લેફ્‌ટનન્‍ટ કર્નલ દીવાન રણજિત રાય, ૧ શીખ બટાલિયનના કમાન્‍ડિંગ ઓફિસર, પ્રારંભિક એરલિફ્‌ટમાં શ્રીનગર પહોંચ્‍યા. એરફિલ્‍ડ અને શ્રીનગર તરફ દુશ્‍મનની આગેકૂચ રોકવા તેમણે પોતાની ટુકડી સાથે લડત આપી અને વીરગતિ પામી.

શ્રીનગર એરફિલ્‍ડ સુરક્ષિત રહેતાં ભારત સતત વધુ જવાનો અને શષાસામગ્રી પહોંચાડી શકયું. આથી તેમની કામગીરીનું ઐતિહાસિક મહત્ત્વ વિશેષ રહ્યું.

મેજર સોમનાથ શર્મા : સ્‍વતંત્ર ભારતના પ્રથમ પરમવીર

૩ નવેમ્‍બર, ૧૯૪૭ની બડગામની લડાઈ ભારતના લશ્‍કરી ઇતિહાસમાં સોનેરી અક્ષરે નોંધાયેલી છે. ૪ કુમાઉં રેજિમેન્‍ટની ‘ડી' કંપનીના મેજર સોમનાથ શર્માનો હાથ ઇજાગ્રસ્‍ત હોવાથી પ્‍લાસ્‍ટરમાં હતો, છતાં તેમણે મોરચો છોડવાનો ઇનકાર કર્યો.

સંખ્‍યા અને શષાોમાં અનેકગણા વધારે દુશ્‍મન સામે તેમની કંપની અંતિમ ક્ષણ સુધી લડી. તેમની પ્રતિકાર કાર્યવાહીથી શ્રીનગર એરફિલ્‍ડ બચાવવા જરૂરી સમય મળ્‍યો. સોમનાથ શર્મા યુદ્ધમાં શહીદ થયા અને તેમને મરણોત્તર સ્‍વતંત્ર ભારતનું પ્રથમ પરમવીર ચક્ર એનાયત થયું.

શાલાતેંગ : એક રણનીતિએ શ્રીનગરનો ઇતિહાસ બદલી નાખ્‍યો

૭ નવેમ્‍બર, ૧૯૪૭ની શાલાતેંગની લડાઈ પુસ્‍તકનું અત્‍યંત રોમાંચક પ્રકરણ છે. બ્રિગેડિયર એલ. પી. સેને હુમલાખોરોને ખુલ્લા વિસ્‍તારમાં ખેંચી લાવવા વ્‍યૂહરચના ઘડી. ૧ શીખ, ૧ કુમાઉં અને ૭ લાઇટ કેવલરીની બખ્‍તરબંધ ટુકડીઓના સંકલિત આક્રમણે દુશ્‍મનને ભારે નુકસાન પહોંચાડ્‍યું.

પુસ્‍તકમાં વર્ણવેલો રસપ્રદ પ્રસંગ એવો છે કે હુમલાખોરોએ શરૂઆતમાં ભારતીય બખ્‍તરબંધ ગાડીઓને પોતાની તરફની ગાડીઓ માની લીધી હતી. થોડા જ સમયમાં ભારતીય સેનાનો ઘેરો પૂર્ણ થતાં યુદ્ધનું પાસું પલટી ગયું. શ્રીનગર બચાવવામાં શાલાતેંગની જીત નિર્ણાયક બની.

પુંચ : ૪૦ હજાર લોકો માટે મહિનાઓ સુધી ચાલેલો જીવનમરણનો સંઘર્ષ

પુંચની ગાથા આ પુસ્‍તકનું બીજું વિરાટ પ્રકરણ છે. પુસ્‍તકમાં દર્શાવ્‍યા મુજબ આશરે ૪૦ હજાર હિંદુ-શીખ નાગરિકો અને શરણાર્થીઓ ઘેરાયેલા પુંચમાં ફસાયા હતા. અનાજ, દવાઓ અને શષાોની અછત વચ્‍ચે બ્રિગેડિયર પ્રીતમસિંહ, જેમને ‘શેર બચ્‍ચા' તરીકે ઓળખવામાં આવતા, તેમણે રક્ષણની જવાબદારી સંભાળી.

સૈનિકો અને નાગરિકોએ મળીને તોપમારા વચ્‍ચે કામચલાઉ હવાઈ પટ્ટી તૈયાર કરી. બાબા મહેરસિંહના ડાકોટા વિમાનોએ હવાઈ પુરવઠો ચાલુ રાખ્‍યો. પુસ્‍તકમાં અનાજ મેળવવા માટે હાથ ધરાયેલા સાહસિક પ્રયત્‍નો અને પુંચમાં રચાયેલા ‘આકાશી પુલ'નું વર્ણન યુદ્ધની માનવીય બાજુ પણ ઉજાગર કરે છે.

મીરપુરની કરૂણ ગાથા

પ્રકરણ ૧૩માં મીરપુરના પતન પછી સર્જાયેલી માનવીય દુર્ઘટનાનું અત્‍યંત વેદનાપૂર્ણ વર્ણન છે. પુસ્‍તકમાં ૧૮ હજાર હિંદુ-શીખોના કતલવેધનો ઉલ્લેખ કરવામાં આવ્‍યો છે. મોટી સંખ્‍યામાં લોકો માર્યા ગયા, અનેક મહિલાઓનું અપહરણ થયું અને હજારો લોકો વિસ્‍થાપિત બન્‍યા હોવાનું પુસ્‍તક નોંધે છે.

આ ઘટના મુખ્‍ય પ્રવાહના ઇતિહાસમાં પ્રમાણમાં ઓછી ચર્ચાઈ હોવાની લેખકની વેદના પણ અહીં વ્‍યક્‍ત થાય છે.

નૌશેરાથી તિથવાલ : અસંખ્‍ય અજાણ્‍યા નાયકો

નૌશેરાના રક્ષણમાં બ્રિગેડિયર મોહમ્‍મદ ઉસ્‍માનનું નામ વિશેષ નોંધપાત્ર છે. ભારત પ્રત્‍યે વફાદારી જાળવી તેમણે પાકિસ્‍તાની હુમલાખોરો સામે મજબૂત મોરચો ઉભો કર્યો.

તૈનધાર ખાતે નાયક જદુનાથસિંહે માત્ર મુઠ્ઠીભર જવાનો સાથે ભારે હુમલાનો સામનો કર્યો. ઘાયલ થયા છતાં અંત સુધી લડતા રહ્યા અને શહીદ થયા. તેમને મરણોત્તર પરમવીર ચક્ર મળ્‍યું.

નાયક કળષ્‍ણ સોનવણેના શૌર્યનું પણ પુસ્‍તકમાં વર્ણન છે. પોતાની તોપ નિષ્‍ક્રિય થઈ ગયા પછી પણ સાથી જવાનોનો જુસ્‍સો જાળવી દુશ્‍મન સામે અડીખમ રહેવા બદલ તેમને મહાવીર ચક્ર મળ્‍યું.

ફ્‌લાઇટ લેફ્‌ટનન્‍ટ ઉલરિચ ડી'ક્રુઝની ગાથા પણ નોંધપાત્ર છે. ટેમ્‍પેસ્‍ટ વિમાન દ્વારા દુશ્‍મન પર હુમલા દરમિયાન તેમનું વિમાન તૂટી પડ્‍યું. તેઓ યુદ્ધકેદી બન્‍યા છતાં ગુપ્ત લશ્‍કરી માહિતી ન આપ્‍યાનો પ્રસંગ પુસ્‍તકમાં વર્ણવાયો છે.

શાલાતેંગ પછી ૬ ફેબ્રુઆરી, ૧૯૪૮ના રોજ નૌશેરા, ૧૮ માર્ચે ઝાંગર અને ૧૩ એપ્રિલે રાજૌરી તરફ ભારતીય સેનાની સફળ કાર્યવાહીઓ યુદ્ધના મહત્‍વપૂર્ણ પડાવો બની. ત્‍યારબાદ તિથવાલનો મોરચો પણ અનેક ભારતીય શૂરવીરોની યશભૂમિ બન્‍યો.

‘ઓપરેશન ઈઝી' : તેર મહિનાના ઘેરાનો અંત

પુંચને જમીનમાર્ગે મુક્‍ત કરવા ભારતીય સેનાએ ‘ઓપરેશન ઈઝી' હાથ ધર્યું. આ નામ જેટલું સરળ લાગતું હતું, અભિયાન એટલું જ જોખમી અને મુશ્‍કેલ હતું.

પુસ્‍તકમાં બ્રિગેડિયર યદુનાથસિંહની વ્‍યૂહરચના, દુશ્‍મનને ગેરમાર્ગે દોરવા માટેના ભ્રમાત્‍મક સંદેશા અને વિમાનોમાંથી માનવાકળતિ જેવા બનાવટી સૈનિકો ઉતારી દુશ્‍મનનું ધ્‍યાન બીજી દિશામાં ખેંચવાના પ્રસંગોનું રસપ્રદ વર્ણન છે.

૨૦ નવેમ્‍બર, ૧૯૪૮ના રોજ બ્રિગેડિયર યદુનાથસિંહ અને પુંચના રક્ષક બ્રિગેડિયર પ્રીતમસિંહની ટુકડીઓનું જોડાણ થયું. લાંબા સમયથી ઘેરાયેલા પુંચ માટે એ ક્ષણ મુક્‍તિની હતી. વિખૂટાં પડેલા પરિવારજનોના મિલનની કરુણ-આનંદમય ક્ષણો પુસ્‍તકને માત્ર લશ્‍કરી ઇતિહાસ નહીં, માનવીય દસ્‍તાવેજ પણ બનાવે છે.

સ્‍કર્દુના છ મહિનાથી

ઝોજિલાના ટેન્‍ક સુધી

લદાખ તરફ પાકિસ્‍તાની આગેકૂચ દરમિયાન સ્‍કર્દુનું રક્ષણ કરનારા શેરજંગ થાપા અને તેમના જવાનોએ ફેબ્રુઆરીથી ઓગસ્‍ટ, ૧૯૪૮ દરમિયાન અત્‍યંત વિકટ સ્‍થિતિમાં લાંબો પ્રતિકાર કર્યો.

અને ત્‍યાર પછી આવે છે ભારતીય લશ્‍કરી ઇતિહાસનું એક અસાધારણ પ્રકરણ ラ ‘ઓપરેશન બાઇસન'.

ઝોજિલાના લગભગ ૧૧,૫૭૫ ફૂટ ઊંચા વિસ્‍તારમાં ટેન્‍ક પહોંચાડીને ભારતીય સેનાએ કરેલું અભિયાન તે સમયના અતિ ઊંચાઈવાળા ટેન્‍ક અભિયાનોમાં ઐતિહાસિક ગણાયું. પહાડી રસ્‍તાઓ પર ટેન્‍ક પહોંચાડવાની આખી કામગીરી પોતે જ એક અશકય જેવી લશ્‍કરી કસોટી હતી. પુસ્‍તકમાં ટેન્‍કની આંતરિક રચના અને તેના વિવિધ ભાગો સમજાવતાં ચિત્રણ પણ આપવામાં આવ્‍યા છે.

એક પુસ્‍તક નહીં, શૌર્ય અને ઇતિહાસનું દૃશ્‍ય દસ્‍તાવેજ

‘કાશ્‍મીરનું અગ્નિસ્‍નાન'ની સૌથી મોટી વિશેષતા એ છે કે તે તારીખો અને લડાઈઓની માત્ર યાદી આપતું નથી. કાશ્‍મીરની ઐતિહાસિક પળષ્ઠભૂમિ, રાજકીય ગૂંચવણ, પાકિસ્‍તાની આક્રમણ, નાગરિકોની કરુણ સ્‍થિતિ, સૈનિકોની વ્‍યૂહરચના, વાયુસેનાના જોખમી અભિયાન અને અદ્વિતીય બલિદાનો ラ આ બધું એક સળંગ કથાપ્રવાહમાં આગળ વધે છે.

ઉત્‍સુકતા, તણાવ, કરુણા અને શૌર્યના અનેક પ્રસંગોથી ભરેલા ૨૧ પ્રકરણોમાં કયાંક રોમાંચ છે, કયાંક રુંવાડાં ઊભાં કરી દેતી યુદ્ધકથા છે અને કયાંક માનવીય વિનાશનું એવું વર્ણન છે જે વાચકને સ્‍તબ્‍ધ કરી દે.

જૂના નકશા, મહારાજા હરિસિંહ, સરદાર પટેલ, જવાહરલાલ નેહરુ, શેખ અબ્‍દુલ્લા, બ્રિગેડિયર રાજેન્‍દ્રસિંહ, મેજર સોમનાથ શર્મા, બાબા મહેરસિંહ સહિતના લશ્‍કરી નાયકો, ડાકોટા વિમાન, બખ્‍તરબંધ વાહનો, યુદ્ધભૂમિઓ અને શષાોની તસવીરો નવી આવળત્તિને વિશેષ મૂલ્‍ય આપે છે.

જે યુદ્ધે જમ્‍મુ-કાશ્‍મીરનો નકશો અને ભારતના ભવિષ્‍યની દિશા બદલી, તેની અનેક ઓછી જાણીતી ગાથાઓને ગુજરાતી ભાષામાં સજીવ કરતું ‘કાશ્‍મીરનું અગ્નિસ્‍નાન' ઇતિહાસ, રાષ્‍ટ્રીય સુરક્ષા અને ભારતીય સૈનિકોના શૌર્યમાં રસ ધરાવતા વાચકો માટે સંગ્રહવા જેવો ગ્રંથ બની રહે છે.

 

‘કાશ્‍મીરનું અગ્નિસ્‍નાન'

લેખક : વિજયગુપ્ત મૌર્ય

સંવર્ધિત આવળત્તિના સંપાદક : નગેન્‍દ્ર વિજય

મો. ૯૯૭૪૯ ૪૨૭૨૭

કુલ પાનાં : ૧૬૦

કુલ પ્રકરણ : ૨૧

મૂળ લેખમાળા : ‘જન્‍મભૂમિ પ્રવાસી', ૧૯૬૪

પ્રથમ પુસ્‍તક આવળત્તિ : ઓગસ્‍ટ, ૧૯૬૫

બીજી આવળત્તિ : ડિસેમ્‍બર, ૧૯૬૫

ત્રીજી આવળત્તિ : ૧૯૯૧

વિશેષતા : દુર્લભ તસવીરો, યુદ્ધના નકશા, ડાકોટા વિમાન, ટેન્‍ક, શષાો અને લશ્‍કરી કામગીરી સમજાવતાં ચિત્રણ

વિશેષ નોંધ : મૂળ આવળત્તિની પ્રસ્‍તાવના તત્‍કાલીન સંરક્ષણમંત્રી યશવંતરાવ ચવાણે લખી હતી.

 

 

કાશ્‍મીર બચાવનારા અમર સેનાનાયકો

*    બ્રિગેડિયર રાજેન્‍દ્રસિંહ જામવાલ : મુઠ્ઠીભર જવાનો સાથે હુમલાખોરોની આગેકૂચ રોકી; મરણોત્તર મહાવીર ચક્ર.

*    લેફ્‌ટનન્‍ટ કર્નલ દીવાન રણજિત રાય : પ્રારંભિક એરલિફ્‌ટ બાદ શ્રીનગર એરફિલ્‍ડ અને તેની આસપાસનો મોરચો સંભાળ્‍યો.

*    મેજર સોમનાથ શર્મા : બડગામમાં અંતિમ શ્વાસ સુધી લડ્‍યા; સ્‍વતંત્ર ભારતના પ્રથમ પરમવીર ચક્ર વિજેતા.

*    એર કોમોડોર મહેરસિંહ : ડાકોટા વિમાનો દ્વારા પુંચ અને લેહ સુધી અસાધારણ હવાઈ કામગીરી.

*    બ્રિગેડિયર મોહમ્‍મદ ઉસ્‍માન : નૌશેરાના રક્ષણના મુખ્‍ય નાયક.

*    નાયક જદુનાથસિંહ : તૈનધારની લડાઈના અમર પરમવીર.

*    બ્રિગેડિયર પ્રીતમસિંહ : ઘેરાયેલા પુંચને મહિનાઓ સુધી ટકાવી રાખનાર ‘શેર બચ્‍ચા'.

*    શેરજંગ થાપા : સ્‍કર્દુમાં છ મહિના સુધી અદમ્‍ય પ્રતિકાર.

યુદ્ધના નિર્ણાયક પડાવો

*    ૨૨ ઓક્‍ટોબર, ૧૯૪૭ : જમ્‍મુ-કાશ્‍મીરમાં મોટા પાયે કબીલાઈ આક્રમણની શરૂઆત.

*    ૨૬ ઓક્‍ટોબર, ૧૯૪૭ : મહારાજા હરિસિંહે ભારત સાથે વિલીનીકરણના સાધનપત્ર પર હસ્‍તાક્ષર કર્યા.

*    ૩ નવેમ્‍બર, ૧૯૪૭ : બડગામની લડાઈમાં મેજર સોમનાથ શર્માનું બલિદાન.

*    ૭ નવેમ્‍બર, ૧૯૪૭ : શાલાતેંગમાં ભારતીય સેનાનો નિર્ણાયક વિજય.

*    ૬ ફેબ્રુઆરી, ૧૯૪૮ : નૌશેરાના મોરચે મહત્‍વપૂર્ણ સફળતા.

*    ૧૮ માર્ચ, ૧૯૪૮ : ઝાંગર પર ફરી ભારતીય કબજો.

*    ૧૩ એપ્રિલ, ૧૯૪૮ : રાજૌરી તરફ ભારતીય સેનાની નિર્ણાયક આગેકૂચ.

*    ૧૯૪૮ : સ્‍કર્દુનો લાંબો પ્રતિકાર અને લદાખના રક્ષણ માટેની કસોટી.

*       ૨૦ નવેમ્‍બર, ૧૯૪૮ : ‘ઓપરેશન ઈઝી' હેઠળ પુંચ સાથે જમીનમાર્ગનું ઐતિહાસિક જોડાણ.

‘કાશ્‍મીરનું અગ્નિસ્‍નાન'

પુસ્‍તક ઘરબેઠા મેળવવા નીચે બતાવેલી

વેબસાઇટની મુલાકાત લો...

www.harshalpublications.in

(11:28 AM IST)