હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઈ-કોમર્સ કંપનીઓ સામે લાલ આંખઃ ઝેરી ‘ધતુરા'નું ખાદ્યપદાર્થ તરીકે વેચાણ થતા કર્ણાટક FDAનો સપાટો
એમેઝોન, સ્વિગી ઇન્સ્ટામાર્ટ અને બિગબાસ્કેટના ફૂડ લાઇસન્સ સસ્પેન્ડઃ એક બાળકે સેવન કર્યા બાદ વહીવટીતંત્ર હરકતમાં

બેંગલુરુ, તા.૨૫: ઓનલાઈન ગ્રોસરી અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી ઘરગથ્થુ વસ્તુઓ ઓર્ડર કરતા ગ્રાહકોની સુરક્ષા સામે મોટો પ્રશ્નાર્થ ઊભો કરતી ઘટના સામે આવી છે. કર્ણાટકના ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન વિભાગે દેશની ત્રણ અગ્રણી કંપનીઓ એમેઝોન, સ્વિગી ઇન્સ્ટામાર્ટ અને બિગબાસ્કેટના ફૂડ લાઇસન્સ અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરી દીધા છે. માનવ શરીર માટે અત્યંત ઘાતક અને ઝેરી ગણાતા ધતુરાના ફળ અને બીજને આ પ્લેટફોર્મ્સ પર ખાદ્ય સામગ્રી તરીકે લિસ્ટ કરી તેનું વિતરણ કરવામાં આવતું હોવાનું ખુલતા આ આકરાં પગલાં લેવામાં આવ્યા છે.
ઘટનાની ગંભીરતા ત્યારે વધી જ્યારે સ્વિગી ઇન્સ્ટામાર્ટ દ્વારા ઓર્ડર સાથે ફ્રી ગિફ્ટ તરીકે મોકલાયેલા દાતુરાના ફળનું એક બાળકે સેવન કરી લીધું હતું. આ ઘટના બાદ જાગળત નાગરિકે સોશિયલ મીડિયા પર અવાજ ઉઠાવતા ફૂડ સેફ્ટી કમિશનરે તુરંત તપાસના આદેશ આપ્યા હતા. તપાસ દરમિયાન એમેઝોન, સ્વિગી ઇન્સ્ટામાર્ટ અને બિગબાસ્કેટના વેરહાઉસ અને ઓનલાઈન લિસ્ટિંગમાં આ ઝેરી ફળ પર FSSAI ફૂડ લાયસન્સ નંબર છાપીને રૂ. ૧૪ થી ૧૮ માં ખાદ્ય ઉત્પાદન તરીકે વેચવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું.
તપાસ કમિટી સામે સુનાવણી દરમિયાન ઈ-કોમર્સ કંપનીઓની સ્પષ્ટતાથી અસંતોષ વ્યક્ત કરીને ફૂડ સેફ્ટી વિભાગે ત્રણેય કંપનીઓના તમામ ફૂડ લાઇસન્સ અને સપ્લાયર્સના રજીસ્ટ્રેશન આગામી હુકમ સુધી સ્થગિત કરી દીધા છે. તદુપરાંત, પ્લેટફોર્મ પરથી ધતુરાની તમામ જાહેરાતો, પ્રોમોશનલ પોસ્ટ્સ અને લિસ્ટિંગ તાત્કાલિક હટાવી લેવા તેમજ ભવિષ્યમાં ખાદ્યપદાર્થ તરીકે તેનું વેચાણ ન કરવા આકરો નિર્દેશ આપવામાં આવ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
