હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મંદિરમાં બધાની વચ્ચે મહિલા પોલીસકર્મીને લાફો ઝીંકી દીધો
ધારાસભ્યની દીકરીનો પાવર તો જુઓ! : સીસીટીવી ફૂટેજ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ આ બનાવ કર્ણાટકના માંડ્યા જિલ્લાના એક મંદિરનો

માંડ્યા,તા.૨૫: ધારાસભ્યની દીકરીને આટલો પાવર? મંદિરમાં બધાની વચ્ચે મહિલા પોલીસકર્મીને લાફો ઝીંકી દીધો. જેના CCTV ફૂટેજ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ બનાવ કર્ણાટકના માંડ્યા જિલ્લાના એક મંદિરનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ૧૨ ઓગસ્ટે ભીમ અગિયારસના દિવસે શ્રીરંગપટ્ટનમમાં આવેલા મારમ્મા મંદિરમાં હજારો ભક્તો દર્શન કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તુમકુરુ ગ્રામીણના ધારાસભ્ય બી. સુરેશ ગૌડાની દીકરી એશ્વર્યા પણ પોતાના પરિવાર સાથે ત્યાં દર્શન કરવા માટે પહોંચી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ખ્ઘ્ભ્ કેસી ગૌતમની પત્ની અને ધારાસભ્યની દીકરી એશ્વર્યા VIP લાઈનમાં ઊભા રહ્યા વગર ડાયરેક્ટ ગર્ભગૃહમાં જવા માંગતી હતી. જોકે, ફરજ પર હાજર મહિલા સબ-ઈન્સ્પેક્ટર સવિતા પાટીલે તેમને થોડીવાર રાહ જોવા માટે કહ્યું હતું. આ દરમિયાન એશ્વર્યા અને મહિલા PSI વચ્ચે બોલાચાલી થઈ અને જોત-જોતામાં ધારાસભ્યની દીકરી એશ્વર્યાનો પિતો છટક્યો, તેણે સીધો મહિલા PSI ગાળ પર લાફો ઝીંકી દીધો. જોકે, આ મહિલા PSI પણ સામે શાંત ન બેઠા, તેમણે પણ એશ્વર્યાને સામો તમાચો માર્યો. આ પછી ત્યાં હાજર અન્ય પોલીસકર્મીઓ વચ્ચે પડ્યા અને મામલો શાંત પાડ્યો. જોકે, હવે CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં આ મામલે ભારે ચર્ચા ચાલી રહી છે.
આ મામલે PSIએ ધારાસભ્યની દીકરી એશ્વર્યા સામે FIR નોંધાવી છે. મહિલા PSIએ ક્યાતનહલ્લી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે, મંદિરમાં દર્શન દરમિયાન ધારાસભ્યની દીકરી એશ્વર્યાએ પૂછ્યું કે તેને કેમ રોકવામાં આવી રહી છે? આ મામલે ઉગ્ર બોલાચાલી થઈ. તેમણે આરોપ લગાવ્યો કે, ધારાસભ્યની દીકરીએ તેમને ગાળો આપી અને ઝાંપટ મારી. એટલું જ નહીં, તેણે નોકરીમાં કાઢી મૂકવવાની પણ ધમકી આપી. હાલ મહિલા PSI ફરિયાદના આધારે પોલીસે એશ્વર્યા સામે અનેક કલમો હેઠળ FIR નોંધી છે. જેમાં સરકારી કર્મચારીઓની ફરજમાં અડચણ ઉભી કરવાનો, માર મારવાનો, પોલીસકર્મીને ધમકી આપવાનો આરોપ સામેલ છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
