આવી ગઈ છે પહેલ વહેલી સંપૂર્ણપણે સ્વદેશી AK-203 રાઇફલ શેર
ભારતે હથિયાર બનાવવાના ક્ષેત્રમાં આત્મનિર્ભરતાની દિશામાં લગાવી છલાંગ : ૧ મિનિટમાં ૭૦૦ રાઉન્ડ ફાયર કરી શકે છેઃ અમેઠીના કોરવા પ્લાન્ટમાં દર મહિને ૧૨,૦૦૦ રાઇફલનું ઉત્પાદન થશે

ભારતે સંપૂર્ણપણે ભારતીય સામગ્રીમાંથી બનેલી પ્રથમ ખ્ધ્-૨૦૩ અસોલ્ટ રાઇફલના ઉત્પાદન અને સફળ પરીક્ષણ સાથે નાનાં શષોના ઉત્પાદનને સ્વદેશી બનાવવાના પ્રયાસમાં અનોખી સિદ્ધિ મેળવી છે. ‘શેર' નામની આ રાઇફલનું ઉત્પાદન અમેઠીના કોરવા ઑર્ડનન્સ ફેસિલિટી ખાતે ઇન્ડો-રશિયન રાઇફલ્સ પ્રાઇવેટ લિમિટેડ (IRRPL) દ્વારા કરવામાં આવ્યું હતું, જે ભારત અને રશિયા વચ્ચે ૨૦૧૯માં મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ સ્થાનિક સ્તરે AK-૨૦૩ રાઇફલ્સનું ઉત્પાદન કરવા માટે સ્થાપિત સંયુક્ત સાહસ છે.
આ સંદર્ભમાં IRRPLના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અને મેનેજિગ ડિરેક્ટર (MD) મેજર જનરલ એસ. કે. શર્માએ જણાવ્યું હતું કે ‘અમે ૧૦૦ ટકા ભારતીય ઘટકો અને ઇનપુટ સામગ્રીથી બનેલી પ્રથમ AK-203 (શેર) રાઇફલનું સફળતાપૂર્વક ઉત્પાદન અને ફાયરિગ કર્યું છે. આ રાઇફલમાં વપરાતો દરેક ઘટક અને દરેક ઇનપુટ સામગ્રી ભારતીય ઉદ્યોગમાંથી મેળવવામાં આવ્યાં છે. આ રાઇફલ સાચા અર્થમાં એન્ડ-ટુ-એન્ડ ૧૦૦ ટકા અસલી સ્વદેશી છે. આ આત્મનિર્ભર ભારત છે. રાઇફલની ફાયરિગ ટ્રાયલ થઈ છે જેમાં બર્સ્ટ ફાયરિગનો સમાવેશ થાય છે. અમે હવે સપ્ટેમ્બર ૨૦૨૬ દરમ્યાન ટ્રાયલ માટે આર્મીને સોંપવા જરૂરી સંખ્યામાં ૧૦૦ ટકા સ્વદેશી પ્રોટોટાઇપ બનાવવા તરફ કામ કરી રહ્યા છીએ.'
ટૂંક સમયમાં જ ભારત દર ૧૦૦ સેકન્ડે એક AK-203 રાઇફલનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય રાખશે. આ પગલાથી કંપની ભારતીય સેનાને પૂરી પાડવામાં આવનારી લગભગ ૬ લાખ રાઇફલ્સ માટે ડિલિવરી શેડ્યુલને લગભગ એક વર્ષ સુધી આગળ લાવવામાં સક્ષમ બની છે.
AK-203 એ ગેસ-સંચાલિત 7.62x39mm અસોલ્ટ રાઇફલ છે. આ રાઇફલનો ફાયરિગ-દર પ્રતિ મિનિટ ૭૦૦ રાઉન્ડ છે અને ૮૦૦ મીટર સુધીની અસરકારક રેન્જ છે. સ્થાનિક રીતે ઉત્પાદિત AK-203 રાઇફલ્સ ભારતીય સૈન્યની જૂની થતી રાઇફલ્સને બદલવા માટે બનાવવામાં આવી છે. AK-203ને જૂના પ્લેટફોર્મની તુલનામાં વધુ ઘાતકતા, સુધારેલ એર્ગોનોમિક્સ અને ઓપરેશનલ વિશ્વસનીયતા પ્રદાન કરતી તરીકે વર્ણવવામાં આવે છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
