<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

૧૦ વર્ષ પહેલાં માત્ર ૧.૭૮ કરોડ... આજે ૨૪,૧૬૨ કરોડ

UPIએ કેવી રીતે બદલી ભારતની પેમેન્‍ટ દુનિયા? : આજે યુપીઆઈ દૈનિક જીવનમાં થતી એક મોટી અને મહત્ત્વની ચૂકવણીનો એકભાગ બની ગયું છે

નવી દિલ્‍હી તા.૨૫: ભારતમાં ઓનલાઈન પેમેન્‍ટ એપ્‍લિકેશન યુપીઆઈએ ચૂકવણીની દિશામાં એક મોટું પરિવર્તન લાવ્‍યું છે. આજે આ સેવના દસ વર્ષ પૂરા થતા વડા પ્રધાન મોદીએ આ વિષય સંબંધી એક ટ્‍વિટ કર્યુ હતું. ૨૫ ઓગસ્‍ટ ૨૦૧૬ના રોજ શરૂ થયેલી આ સેવાએ દેશના આર્થિક ક્ષેત્રમાં એક ક્રાંતિ લાવી દીધી છે એવું પણ કહી શકાય. આજે યુપીઆઈ દૈનિક જીવનમાં થતી એક મોટી અને મહત્ત્વની ચૂકવણીનો એકભાગ બની ગયું છે. ખાસ કરીને પૈસાની ઓનલાઈન લેવડદેવડને સરળ બનાવીને એક માઈલસ્‍ટોન સ્‍થાપિત કર્યો છે.

વડા પ્રધાન મોદીએ આ વિષયને લઈને ટ્‍વિટ કરતા કહ્યું હતું કે, એક દાયકા પહેલા યુપીઆઈ પેમેન્‍ટ સિસ્‍ટમની શરૂઆત થઈ ગઈ હતી.ભારત ડિજિટલ પેમેન્‍ટ યાત્રામાં મોટું પરિવર્તન લઈને આ સિસ્‍ટમ આવી હતી. વ્‍યાપક ફલક પર આ એક એપ્‍લિકેશને દરેક ભારતીય સુધી પહોંચી, દરેક ભારતીય માટે આ એક ગર્વની વાત છે.

નાણામંત્રાલયના જણાવ્‍યા અનુસાર યુપીઆઈ સર્વિસના શરૂઆતના વર્ષમાં વાર્ષિક રૂા.૧.૭૮ કરોડના ટ્રાંઝેક્‍શન થયા હતા, જ્‍યારે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં આ રકમ રૂા.૨૪૧૬૨ કરોડ સુધી પહોંચી ગઈ છે. એક દાયકામાં યુપીઆઈનું વાર્ષિક ટ્રાંઝેક્‍શન આશરે ૧૩.૦૦૦ ગણું વધ્‍યું. માત્ર ટ્રાંઝેક્‍શનની સંખ્‍યા જ નહી પણ આનાથી થતા પેમેન્‍ટની રકમમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ ૨૦૧૬-૧૭માં યુપીઆઈના માધ્‍યમથી આશરે રૂા.૦.૦૭ લાખ કરોડની લેવડદેવડ થઈ હતી.એ પછીના વર્ષમાં એટલે કે ૨૦૨૫માં આ આંક રૂા.૩૧૪ કરોડ થઈ ગઈ હતી. યુપીઆઈ એપ્‍લિકેશનની લોકપ્રિયતા સતત અને સખત રીતે વધી રહી છે. મે ૨૦૨૬માં પહેલીવાર એક મહિનામાં રૂા.૨૩૦૦ કરોડથી વધારે રકમના ટ્રાંઝેક્‍શન થયા હતા. એપ્‍લિકેશનથી ભારતની ડિજિટલ ઓળખ દુનિયાભરમાં જાણીતી બની ગઈ છે

(3:20 PM IST)