હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દિલ્હી હાઈકોર્ટનો FSSAI ને મોટો આંચકો: ITC ના 'આશીર્વાદ આટા'નું લાઈસન્સ રદ કરવા પર મૂક્યો સ્ટે, જાણીતી બ્રાન્ડ્સ માટે રાહત
‘૧૦૦% શુદ્ધ’ના દાવા પર એફએસએસએઆઈ (FSSAI) ની કડક કાર્યવાહી સામે આઈટીસી (ITC) કોર્ટમાં પહોંચી: આગામી સુનાવણી સુધી લાઈસન્સ રદ કરવા પર હાઈકોર્ટે રોક લગાવી.

નવી દિલ્હી, તા.૨૫: દિલ્હી હાઈકોર્ટે દેશની અગ્રણી કંપની ITC ને મોટી રાહત આપતા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) ને કડક નિર્દેશ આપ્યા છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કંપની દ્વારા તેના જાણીતા 'આશીર્વાદ શુદ્ધ ચક્કી આટા' (Aashirvaad Atta) પર "૧૦૦%" ના દાવાઓ કરવા બદલ તેનું લાઈસન્સ રદ કરવા અથવા કોઈ પણ આકરા પગલાં લેવા પર હાલ પૂરતી રોક લગાવવામાં આવે. જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માની બેન્ચે ITC ની અરજી પર સુનાવણી કરતા FSSAI ને નોટિસ જારી કરી છે અને આ મામલાની વધુ સુનાવણી ૯ સપ્ટેમ્બરના રોજ નક્કી કરી છે.
આ સમગ્ર વિવાદ FSSAI ની ૨૮ મે, ૨૦૨૫ ના રોજ જારી કરાયેલી એક એડવાઈઝરીથી શરૂ થયો હતો, જેમાં ફૂડ બિઝનેસ ઓપરેટરોને પ્રોડક્ટના લેબલ, પેકેજિંગ અને જાહેરાતો પર "૧૦૦%" શબ્દનો ઉપયોગ બંધ કરવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ નિયમનકારે ITC ને કારણદર્શક નોટિસ અને સુધારણા નોટિસ પાઠવીને પેકિંગ પરથી આવા દાવાઓ તાત્કાલિક દૂર કરવા સૂચના આપી હતી. આ કાર્યવાહીને પડકારતા ITC એ હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા.
ITC એ કોર્ટમાં સબળ દલીલ કરી હતી કે નિયમનકારની આ કાર્યવાહી સંપૂર્ણપણે મનસ્વી અને કાયદાકીય મર્યાદા બહારની છે. વર્તમાન ફૂડ લેબલિંગ નિયમો (૨૦૨૦ અને ૨૦૧૮ ના રેગ્યુલેશન્સ) મુજબ ઉત્પાદન પર "૧૦૦%" લખવા પર કોઈ સ્પષ્ટ પ્રતિબંધ નથી. માત્ર એક સલાહકાર (Advsiory) પરિપત્રના આધારે કોઈ પણ લાઈસન્સ રદ ન કરી શકાય.
બીજી તરફ, FSSAI એ દલીલ કરી હતી કે આ મામલો સાંભળવાનો દિલ્હી હાઈકોર્ટ પાસે અધિકારક્ષેત્ર નથી. જોકે, હાઈકોર્ટે FSSAI ને આગામી સુનાવણી સુધી ‘પોતાનો હાથ પકડી રાખવા’ (કોઈ આકરું પગલું ન ભરવા) કડક આદેશ આપ્યો છે અને બંને પક્ષોને અધિકારક્ષેત્ર સંબંધિત સંક્ષિપ્ત નોંધ રજૂ કરવા જણાવ્યું છે. આ નિર્ણયથી પેકેજ્ડ ફૂડ બનાવતી કંપનીઓને હાલ પૂરતો મોટો સંતોષ મળ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
