હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ટ્રેનમાં કિંમતી સામાન કે બેગ રહી ગઈ અથવા ચોરાઈ ગઈ? ગભરાશો નહીં, રેલવેની આ ખાસ ડિજિટલ સુવિધાથી મિનિટોમાં પાછો મળશે સામાન
મુસાફરી દરમિયાન ચોરી કે સામાન છૂટી જવા પર કરો આ સરળ કામ: ભારતીય રેલવેની 'ઓપરેશન અમાનત' સેવા અને હેલ્પલાઈન બની મદદગાર.

નવી દિલ્હી, તા.૨૫: ટ્રેનની મુસાફરી કરતી વખતે ઘણીવાર એવું બને છે કે ઉતાવળમાં કે ઉંધમાં આપણે આપણી બેગ અથવા કિંમતી સામાન સીટ પર જ છોડીને સ્ટેશને ઉતરી જઈએ છીએ. તો વળી કેટલીકવાર અજાણતામાં ચોરો આપણા સામાન પર હાથ સાફ કરી જાય છે. આવી સ્થિતિમાં મોટાભાગના મુસાફરો ગભરાઈ જાય છે અને શું કરવું તે સુઝતું નથી. પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ભારતીય રેલવેએ મુસાફરોની આ સમસ્યા દૂર કરવા માટે અત્યંત સરળ અને આધુનિક ડિજિટલ વ્યવસ્થા શરૂ કરી છે.
જો ટ્રેનમાં તમારો સામાન ખોવાઈ જાય કે ચોરાઈ જાય, તો સૌથી પહેલા ગભરાવાને બદલે રેલવેની અધિકૃત હેલ્પલાઈન નંબર ૧૩૯ (139) પર તરત જ સંપર્ક કરવો જોઈએ. આ ઉપરાંત તમે 'RailMadad' એપ અથવા પોર્ટલ પર જઈને પણ તમારી ફરિયાદ નોંધાવી શકો છો. તમારી ફરિયાદ નોંધાતા જ આગામી સ્ટેશન પર તૈનાત આરપીએફ (RPF) અને જીઆરપી (GRP) ના જવાનો એલર્ટ થઈ જાય છે અને તમારી બગી અથવા સામાન શોધવાની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરી દેવામાં આવે છે.
આ સિવાય ભારતીય રેલવે દ્વારા 'ઓપરેશન અમાનત' (Operation Amanat) નામનો એક ખાસ પ્રોજેક્ટ પણ ચલાવવામાં આવે છે. જે હેઠળ આરપીએફને મળેલા દરેક બિનવારસી કે છૂટી ગયેલા સામાનના ફોટોગ્રાફ્સ અને વિગતો સંબંધિત રેલવે ઝોનની ઓફિશિયલ વેબસાઈટ પર અપલોડ કરવામાં આવે છે. મુસાફરો વેબસાઈટ પર જઈને પોતાના સામાનની ઓળખ કરી શકે છે અને જરૂરી સબૂત કે આઈડી બતાવીને પોતાનો સામાન સુરક્ષિત રીતે પાછો મેળવી શકે છે.
જ્યારે પણ સામાન ચોરાય કે ખોવાય, ત્યારે ટ્રેન નંબર, કોચ નંબર, સીટ નંબર અને ચોરાયેલા સામાનનું વર્ણન સ્પષ્ટપણે અધિકારીઓને આપવું ખૂબ જરૂરી છે. રેલવેની આ ડિજિટલ સુવિધાઓ અને સજાગ તંત્રને કારણે હવે હજારો મુસાફરોને તેમનો ખોવાયેલો સામાન ખૂબ જ ઝડપથી સુરક્ષિત પાછો મળી રહ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
