હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૨૮ ઓગસ્ટના રોજ થનારૂં વર્ષનું અંતિમ આંશિક ચંદ્રગ્રહણ: ન્યૂ યોર્ક અને પેરિસ સહિત વિશ્વના ૩૦ શહેરોમાં આકાશમાં સર્જાશે અલૌકિક નજારો
શ્રાવણ માસની પૂર્ણિમાએ ચંદ્ર પૃથ્વીના ૯૬.૨% ઊંડા પડછાયામાં ઢંકાશે: ભારતમાં ગ્રહણ અદ્રશ્ય રહેશે પરંતુ ઓનલાઈન માણી શકાશે આકાશી નજારો.

નવી દિલ્હી, તા.૨૫: ખગોળશાસ્ત્ર અને આકાશી ઘટનાઓમાં રસ ધરાવતા લોકો માટે ઓગસ્ટ મહિનો એક રોમાંચક નજારો લઈને આવી રહ્યો છે. વર્ષ ૨૦૨૬નું અંતિમ અને આંશિક ચંદ્રગ્રહણ આગામી ૨૮ ઓગસ્ટ, શુક્રવારના રોજ થવા જઈ રહ્યું છે. શ્રાવણ મહિનાના અંતિમ દિવસે એટલે કે શ્રાવણી પૂર્ણિમાના પવિત્ર દિવસે સર્જાનારી આ ખગોળીય ઘટના દરમિયાન ચંદ્ર પૃથ્વીના ઊંડા પડછાયા (અમ્બ્રા) માંથી પસાર થશે, જેના કારણે તે લાલ કે નારંગી રંગનો મનમોહક દેખાશે. આ ગ્રહણ દરમિયાન પૃથ્વીનો પડછાયો ચંદ્રના લગભગ ૯૬.૨% ભાગને ઢાંકી દેશે.
ભારતીય સમયપત્રક (IST) અનુસાર, આ આંશિક ચંદ્રગ્રહણ ૨૮ ઓગસ્ટના રોજ સવારે ૬:૫૩ વાગ્યાથી શરૂ થશે અને બપોરે ૧૨:૩૧ વાગ્યા સુધી ચાલશે. જ્યારે સવારે ૯:૪૩ વાગ્યે આ ગ્રહણ પોતાની ચરમસીમાએ (પીક પોઈન્ટ) પહોંચશે. જોકે, ભારતીય સમય મુજબ આ ગ્રહણ દિવસ દરમિયાન થતું હોવાથી અને ભારત તેના દ્રશ્ય ક્ષેત્રમાં આવતું ન હોવાથી, દેશમાં તે પ્રત્યક્ષ રીતે જોઈ શકાશે નહીં. પરંતુ ભારતના લોકો તેને વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ અને લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા ઘરે બેઠા નિહાળી શકશે.
આ આંશિક ચંદ્રગ્રહણ વિશ્વના વિવિધ ખંડો જેવા કે ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, યુરોપ, આફ્રિકા, પેસિફિક અને એટલાન્ટિક મહાસાગર ક્ષેત્રના ૩૦થી વધુ મુખ્ય શહેરોમાં સ્પષ્ટપણે દેખાશે. જેમાં ન્યૂ યોર્ક, પેરિસ, લંડન, બર્લિન, રોમ, મેડ્રિડ, કાસાબ્લાન્કા, રિયો ડી જાનેરો, વિયેના અને એમ્સ્ટરડેમ જેવા પ્રખ્યાત વૈશ્વિક શહેરોનો સમાવેશ થાય છે.
ખગોળશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, સંપૂર્ણ ચંદ્રગ્રહણ ન હોવા છતાં ૯૬% થી વધુ ચંદ્ર ઢંકાઈ જતો હોવાથી આકાશમાં 'બ્લડ મૂન' જેવો સુંદર અને અલૌકિક દ્રશ્ય રચાશે. પશ્ચિમી દેશોમાં આ નજારો નિહાળવા માટે અત્યારથી જ ખગોળપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
