હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મુંબઈમાં 'પ્રો ગોવિંદા લીગ સીઝન ૪'નો ભવ્ય પ્રારંભ: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કર્યું ઉદ્ઘાટન, ₹૧.૮૯ કરોડના ઇનામી પૂલ માટે ૧૬ ટીમો વચ્ચે ખેલાશે રોમાંચક જંગ
માનવ પિરામિડની પરંપરાગત રમતનો વ્યાવસાયિક અવતાર: વરલીના DOM-SVP સ્ટેડિયમમાં ત્રણ દિવસ સુધી જામશે સ્પીડ અને રોમાંચનો અનોખો સંગમ.

મુંબઈ : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે મુંબઈના વરલી સ્થિત પ્રખ્યાત 'ડોમ એસવીપી સ્ટેડિયમ' ખાતે 'પ્રો ગોવિંદા લીગ સીઝન ૪'નું ધમાકેદાર ઉદ્ઘાટન કર્યું છે. મહારાષ્ટ્રની પરંપરાગત અને આસ્થા સાથે જોડાયેલી માનવ પિરામિડ બનાવવાની રમતને વ્યાવસાયિક લીગ ફોર્મેટ આપતી આ સ્પર્ધા ૨૫ થી ૨૭ ઓગસ્ટ દરમિયાન યોજાઈ રહી છે. આ સિઝનમાં દેશભરના જુદા જુદા શહેરોની ૧૬ શક્તિશાળી ટીમો વચ્ચે ₹૧.૮૯ કરોડની કુલ ઇનામી રકમ અને ટાઇટલ માટે કાંટાની ટક્કર જોવા મળશે.
આ વખતે સ્પર્ધાનું સ્તર વધુ ઊંચું લઈ જવા માટે વિવિધ પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતી ૧૬ ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી છે. જેમાં અલીબાગ નાઈટ્સ, હૈદરાબાદ ડાયનામોસ, નાગપુર નિન્જા, નાસિક રેન્જર્સ, સુરત ટાઇટન્સ, લખનૌ પેન્થર્સ, ગોવા સર્ફર્સ, નવી મુંબઈ સ્ટ્રાઈકર્સ, શૂર મુંબઈકર, મીરા ભાઈંદર લાયન્સ, દિલ્હી ઇગલ્સ, બેંગલુરુ બ્લેઝર્સ, જયપુર કિંગ્સ, ડીજીએમ થાણે ટાઈગર્સ, વારાણસી મહાદેવ એસેન્ડર્સ અને મુંબઈ ફાલ્કન્સ યોદ્ધા જેવી ટીમો ટ્રોફી જીતવા માટે એડીચોટીનું જોર લગાવશે.
ટુર્નામેન્ટના ફોર્મેટ મુજબ, શરૂઆતના બે દિવસ એટલે કે ૨૫ અને ૨૬ ઓગસ્ટ દરમિયાન નોકઆઉટ અને લીગ ગ્રુપ-સ્ટેજની મેચો રમાશે. આ દિવસોમાં ગોવિંદા પથકો વચ્ચે સ્પીડ આધારિત અદ્ભુત માનવ પિરામિડ નિર્માણની સ્પર્ધા થશે. ત્યારબાદ ૨૭ ઓગસ્ટના રોજ ગ્રાન્ડ ફિનાલે યોજાશે, જેમાં આ સીઝનના આખરી વિજેતાને તાજ પહેરાવવામાં આવશે. રમતપ્રેમીઓ માટે આ રોમાંચક લીગનું લાઈવ સ્ટ્રીમિંગ JioHotstar પર ઓનલાઈન પ્રસારિત કરવામાં આવી રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
