હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઈરાન સાથે ગુપ્ત કનેક્શન પર અમેરિકાની મોટી કાર્યવાહી: ચીન અને હોંગકોંગની કંપનીઓ પર કડક પ્રતિબંધો, પરંતુ મોટી ચીની બેંકો સામે આકરાં પગલાં ટાળ્યા
ટ્રમ્પ વહીવટીતંત્રે 'ઓપરેશન ઈકોનોમિક આઉટકાસ્ટ' હેઠળ ઈરાનની નાણાકીય ચેનલો તોડવા કમર કસી: હોંગકોંગના મધ્યસ્થીઓ અને ટેકનોલોજી સપ્લાયર્સ અમેરિકાના નિશાના પર.

વોશિંગ્ટન : ઈરાન સામેના આર્થિક અને રાજદ્વારી દબાણને વધુ મજબૂત બનાવતા ટ્રમ્પ વહીવટીતંત્રે ચીન અને હોંગકોંગ સ્થિત ડઝનબંધ કંપનીઓ તથા વ્યક્તિઓ પર કડક પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી છે. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના સેક્રેટરી સ્કોટ બેસેંટે આ કાર્યવાહીને 'ઓપરેશન ઈકોનોમિક આઉટકાસ્ટ' (Operation Economic Outcast) નામ આપ્યું છે, જેનો મુખ્ય હેતુ ઈરાનની બાકી રહેલી નાણાકીય અને ખરીદીની ચેનલોને સંપૂર્ણપણે કાપી નાખવાનો છે.
આ નવીનતમ કાર્યવાહીનું મુખ્ય કેન્દ્રબિંદુ હોંગકોંગ સ્થિત સ્વીટ ઓશન ઈન્ડસ્ટ્રિયલ લિમિટેડ દ્વારા ચલાવવામાં આવતું એક ગુપ્ત ખરીદી નેટવર્ક છે. અમેરિકી ટ્રેઝરી ડિપાર્ટમેન્ટનો આરોપ છે કે આ કંપની ઈરાનની સંરક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલી મલેક અશ્તાર યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી માટે સંવેદનશીલ લેસર-ઓપ્ટિક્સ સાધનો મેળવવામાં મદદ કરતી હતી. આ સમગ્ર નેટવર્કમાં ખરીદીનું સંકલન કરવા બદલ ચીનના ત્રણ નાગરિકો—લી ના, ટિયાન જિયાનબાઈ અને ઝાંગ લિમેઈ—તેમજ શેનઝેન સ્વીટ ઓશન ટેકનોલોજી સહિત અન્ય અનેક શેડો કંપનીઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
આ સમગ્ર કાર્યવાહીમાં સૌથી વધુ ધ્યાન ખેંચનારી બાબત એ રહી છે કે વોશિંગ્ટને ચીનની મુખ્ય અને મોટી નાણાકીય બેંકો સામે કોઈ આકરાં પગલાં લીધા નથી. નિષ્ણાતોના મતે, મોટી બેંકોને નિશાન બનાવવાથી ચીન અને અમેરિકા વચ્ચે વ્યાપક આર્થિક અને રાજદ્વારી ઘર્ષણ ઊભું થવાનું જોખમ હતું.
જોકે, આર્થિક વિશ્લેષકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે આવી નાની અને ખાનગી કંપનીઓ પર પ્રતિબંધ મૂકવાથી ઈરાનનું નેટવર્ક ખરેખર અટકશે કે કેમ? કારણ કે ભૂતકાળમાં જોવા મળ્યું છે કે આવી સંસ્થાઓ પર પ્રતિબંધ લાગતાં જ તે નવી નામધારી કંપનીઓ ઊભી કરીને અમેરિકી નાણાકીય પ્રણાલીની બહાર પોતાનો વેપાર ચાલુ રાખવામાં સફળ રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
