<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

દિલ્લી-NCRમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ

AIIMS ફ્લાયઓવર આસપાસ પણ અડધા ફૂટથી વધુ પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી: રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ અને જળભરાવને પગલે શાળાઓમાં રજા જાહેર

નવી દિલ્હી :દિલ્લી-NCRમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. AIIMS ફ્લાયઓવર આસપાસ પણ અડધા ફૂટથી વધુ પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ અને જળભરાવને પગલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોની ઘરવખરીને નુકસાન થયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિતની હવામાન પ્રણાલીઓના કારણે દિલ્લી-NCRમાં વરસાદી માહોલ યથાવત્ રહેતા તંત્ર પણ એલર્ટ મોડ પર છે

(8:51 PM IST)