હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઓપરેશન સિંદૂર પર પૂર્વ CDS અનિલ ચૌહાણનો સનસનાટીભર્યો ખુલાસો: 'અંતિમ પ્રહાર ભારતનો જ રહેશે' તે રણનીતિ સાથે પાકિસ્તાનને ઘૂંટણિયે પાડ્યું
પહેલગામ આતંકી હુમલાના જવાબમાં ત્રણેય પાંખોના અભૂતપૂર્વ સમન્વયથી હાથ ધરાયેલા ૮૮ કલાકના ઓપરેશનમાં 'એસ્કેલેશન મેટ્રિક્સ' પર ભારતે મેળવ્યું હતું પૂર્ણ પ્રભુત્વ : પાકિસ્તાન પાસે શરણાગતિ સિવાય અન્ય કોઈ વિકલ્પ ન બચ્યો

નવી દિલ્હી: પહેલગામમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાના વળતા પ્રહારરૂપે ભારતે શરૂ કરેલા 'ઓપરેશન સિંદૂર'ના એક વર્ષથી વધુ સમય બાદ, દેશના પૂર્વ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે આ ઐતિહાસિક સૈન્ય કાર્યવાહી અંગે એક અત્યંત મહત્વનો અને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ભૂતકાળમાં ઉરી હુમલા પછી કરવામાં આવેલી જમીની 'સર્જિકલ સ્ટ્રાઈક' તેમજ બાલાકોટ એરસ્ટ્રાઈકના અનુભવોને ધ્યાનમાં રાખીને આ વખતે ભારતે સંપૂર્ણપણે અલગ અને આક્રમક વ્યૂહરચના બનાવી હતી. પૂર્વ સીડીએસે સ્પષ્ટ કર્યું હતું કે ઓપરેશન સિંદૂરનું આયોજન કરતી વખતે રાજકીય અને લશ્કરી નેતૃત્વ વચ્ચે એ વાત પર સ્પષ્ટ સહમતી હતી કે સંઘર્ષની સ્થિતિમાં 'અંતિમ પ્રહાર' (Final Blow) ભારતનો જ હોવો જોઈએ અને પાકિસ્તાનને પલટવાર કરવાની કે વાપસી કરવાની કોઈ તક મળવી જોઈએ નહીં.
જનરલ અનિલ ચૌહાણે સમજાવ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સશસ્ત્ર દળોએ સ્પષ્ટ 'એસ્કેલેશન મેટ્રિક્સ' (Escalation Matrix) તૈયાર કરીને તેના દરેક સ્તર પર સંપૂર્ણ વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. ૮૮ કલાક સુધી ચાલેલા આ ભીષણ લશ્કરી સંઘર્ષમાં ભારતીય ભૂમિસેના, નૌકાદળ અને વાયુસેનાએ ઉત્કૃષ્ટ સિચ્યુએશનલ અવેરનેસ (રીઅલ-ટાઇમ યુદ્ધ ક્ષેત્રની સ્થિતિ) દર્શાવી હતી. આ દરમિયાન ત્રણેય સેનાઓએ પોતાની ક્ષમતાઓ અંગે કોઈ મતભેદ કે નબળાઈ દર્શાવ્યા વિના એકજૂથ થઈને દુશ્મનના આતંકી અને સૈન્ય ઠેકાણાંઓ પર એવા પંચિંગ પ્રહારો કર્યા હતા કે પાકિસ્તાની સૈન્ય સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.
આ ઓપરેશનની વ્યાપક અસરનો ઉલ્લેખ કરતાં પૂર્વ સીડીએસે જણાવ્યું કે, ભારતના વિધ્વંસક હવાઈ અને જમીની પ્રહારોને કારણે સરગોધા અને નૂર ખાન જેવા પાકિસ્તાનના મહત્વના એરબેઝ ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા. ૧૦ મે ના રોજ જ્યારે પાકિસ્તાને ડીજીએમઓ (DGMO) હોટલાઇન પર સીઝફાયર (યુદ્ધવિરામ) માટે વિનંતી કરી, ત્યારે પણ ભારતે પોતાની વ્યૂહાત્મક યોજનાઓ પૂર્ણ કરવા માટે તેમને કેટલાક કલાકો સુધી રાહ જોવડાવી હતી. ઓપરેશન સિંદૂરમાં મળેલી કારમી હાર અને લશ્કરી ખામીઓ છતી થવાને કારણે જ પાકિસ્તાનને પાછળથી પોતાના બંધારણમાં ઉતાવળે સુધારા કરવાની અને સૈન્ય માળખું બદલવાની ફરજ પડી હતી, જે ભારતની સ્પષ્ટ વિજયી રણનીતિ પર મહોર મારે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
