<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથે વિશેષ મુલાકાત કરી

બેઠક દરમિયાન ગ્રામીણ અર્થતંત્ર, ખેડૂતો અને પશુપાલકોના કલ્યાણ તેમજ કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ 'ગોબરધન યોજના' અંગે સકારાત્મક ચર્ચા કરવામાં આવી

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ તાજેતરમાં રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી ખાતે દેશના વડાપ્રધાન મોદી સાથે વિશેષ મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન ગ્રામીણ અર્થતંત્ર, ખેડૂતો અને પશુપાલકોના કલ્યાણ તેમજ કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ 'ગોબરધન યોજના' અંગે સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી. આ મુલાકાત બાદ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રાજ્યના પશુપાલકો અને ખેડૂતો તરફથી વડાપ્રધાન મોદીનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.

ગોબરધન યોજનાના લાભો: કેન્દ્ર સરકારની આ યોજના થકી ગ્રામીણ વિસ્તારોમાં કચરામાંથી સમૃદ્ધિ  અને સ્વચ્છતાના નિર્માણ અંગે ચિંતન કરવામાં આવ્યું.

ખેડૂતો અને પશુપાલકોની સધ્ધરતા: ગુજરાતના અન્નદાતાઓ અને પશુપાલકોને આર્થિક રીતે વધુ મજબૂત બનાવવા માટેના વિવિધ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવી.

આભારવિધિ: ગ્રામીણ વિકાસને વેગ આપતી આ યોજનાઓ બદલ ખેડૂતો અને પશુપાલકો વતી વડાપ્રધાનનો આભાર માનવામાં આવ્યો.

(11:07 PM IST)