હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

ઓટાવા: ઉત્તર અમેરિકાના બે નજીકના પડોશી દેશો વચ્ચે સ્થિતિ હવે પૂર્ણ કક્ષાના વેપાર યુદ્ધમાં ફેરવાઈ ચૂકી છે. સોમવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેનેડિયન સામાન પર ભયાનક ટેરિફ વધારવાની અને ઓટો ઉદ્યોગને નિશાન બનાવવાની ખુલ્લી ધમકી આપ્યા બાદ, કેનેડાએ સહેજ પણ ઝૂકવાનો ઇનકાર કરી દીધો છે. મંગળવારે (૨૫ ઓગસ્ટ) કેનેડા સરકારે વળતો આકરો પ્રહાર કરતાં આશરે ૨૦ બિલિયન ડૉલરના અમેરિકી ઉત્પાદનો પર ભારે બદલાક્ષી ટેરિફ લાદવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. વેપાર વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ ઓટાવા દ્વારા લેવાયેલા આ કડક પગલાથી વૈશ્વિક બજાર અને દ્વિપક્ષીય આર્થિક સંબંધોમાં મોટો ભૂકંપ આવ્યો છે.
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નેએ અમેરિકાના આક્રમક વલણ સામે ભારે આક્રોશ વ્યક્ત કરતા આરોપ લગાવ્યો છે કે વોશિંગ્ટન કેનેડાને પોતાનું ગુલામ બનાવવાનો અને તેના મુખ્ય ઉદ્યોગોને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આગામી ૮ સપ્ટેમ્બરથી અમલી બનનારા આ નવા ટેરિફ માત્ર સ્ટીલ કે એલ્યુમિનિયમ જેવા ઔદ્યોગિક ક્ષેત્રો પૂરતા મર્યાદિત નથી, પરંતુ તેમાં ૭૦૦થી વધુ દૈનિક વપરાશની ચીજોનો સમાવેશ થાય છે. અમેરિકાથી આવતા ડેરી ઉત્પાદનો, ચીઝ, સીફૂડ, કપડાં, કોસ્મેટિક્સ, ઇલેક્ટ્રોનિક્સ અને ટોઇલેટ પેપર જેવી વસ્તુઓ પર ૧૫%, ૨૫% અને ૫૦% સુધીનો આકરો કરબોજ ઝીંકી દેવામાં આવ્યો છે.
બીજી તરફ, આ સંઘર્ષ હવે વ્યક્તિગત અને રાજકીય કાદવઉછાળ સુધી પહોંચી ગયો છે. ટ્રમ્પે પોતાની ધમકીઓને આગળ ધપાવતાં ઓન્ટારિયોના પ્રીમિયર ડગ ફોર્ડ સાથેના વિવાદ વચ્ચે 'લેક ઓન્ટારિયો'નું નામ બદલીને 'લેક અમેરિકા' રાખવાની વિચિત્ર યોજના પણ જાહેર કરી છે. સ્ટીલ અને ઓટો ક્ષેત્ર પર ૫૦ ટકા જેટલા ભારે ટેરિફની તલવાર લટકાવીને અમેરિકા કેનેડાને દબાણમાં લાવવા માગે છે
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM