<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનો કાલથી ત્રણ દિવસ ગુજરાતમાં :અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં રહેશે ઉપસ્થિત

અમદાવાદ આગમન બાદ તેઓ સૌરાષ્ટ્રના એક મહત્વપૂર્ણ કાર્યક્રમમાં હાજરી આપશે: અમદાવાદમાં કાર્યક્રમમાં હાજર રહેશે:એક મહત્વપૂર્ણ સંકુલનું લોકાર્પણ, દીક્ષાંત સમારોહ અને જનતા દરબાર તેમના કાર્યક્રમમાં સામેલ

અમદાવાદ :કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ 26 ઓગસ્ટથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ તેમનો ગુજરાત પ્રવાસ 26થી 28 ઓગસ્ટ દરમિયાન રહેશે. આ દરમિયાન તેઓ અમદાવાદ અને અમરેલી સહિતના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ 26 ઓગસ્ટે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. ત્યારબાદ તેમના ગુજરાત પ્રવાસના વિવિધ કાર્યક્રમોની શરૂઆત થશે. પ્રવાસ દરમિયાન અમરેલી જિલ્લાના ધારીમાં પણ મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

 

27 ઓગસ્ટે અમિતભાઈ  શાહ અમરેલી જિલ્લાના ધારી ખાતે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે. અહીં તેઓગુજરાત ગૌરવ સંકુલનું લોકાર્પણ કરશે. આ કાર્યક્રમને તેમના ગુજરાત પ્રવાસનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવી રહ્યો છે.ધારીના કાર્યક્રમ બાદ અમિતભાઈ શાહ અમદાવાદ પરત ફરશે. 27 ઓગસ્ટની સાંજે તેઓ ગુજરાત વિદ્યાપીઠના દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે.

 

 

27 ઓગસ્ટની રાત્રે અમદાવાદના ઘાટલોડિયા ખાતે પણ અમિત શાહની હાજરી રહેશે. અહીં યોજાનારા જનતા દરબાર કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે.આમ, ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન અમિતભાઈ શાહના કાર્યક્રમો અમદાવાદ અને અમરેલીમાં કેન્દ્રિત રહેશે. વિવિધ જાહેર અને સંસ્થાકીય કાર્યક્રમોમાં તેમની હાજરીને કારણે તેમના પ્રવાસ પર રાજકીય અને સ્થાનિક સ્તરે પણ નજર રહેશે.મળતી માહિતી મુજબ 28 ઓગસ્ટે ગુજરાતથી દિલ્હી પરત જવા માટે પ્રસ્થાન કરશે. આમ, 26 ઓગસ્ટે અમદાવાદ આગમનથી શરૂ થનારો તેમનો પ્રવાસ 28 ઓગસ્ટે પૂર્ણ થશે.

 

(11:21 PM IST)