હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

આર્કલેન્ડ,તા.૨૬: ન્યુ ઝીલેન્ડમાં રહેતી આકૃતિ જાયસવાલ નામની ભારતીય મહિલાએ ભારત કેમ સારું છે એનો પોતાનો અનુભવ સોશ્યલ મીડિયામાં શેર કર્યો હતો. તેણે લખ્યું હતું કે તેના દીકરાને ૧૦ દિવસથી ખાંસી હતી, પરંતુ તેને લોકલ મેડિકલ સેન્ટરમાં તરત જ ડોક્ટરની અપોઇન્ટમેન્ટ મળી જ નહીં. તે જ્યારે આફટર-અવર્સ ક્લિનિક એટલે કે ઇમર્જન્સી મેડિકિલ સર્વિસ આપતા ક્લિનિક પર પહોંચી તો ત્યાં પણ દરદીઓની ભીડને કારણે નવા દરદીઓ લેવાનું બંધ કરી દીધું હતું. તેણે ફરીથી લોકલ મેડિકલ સેન્ટરને ગુરુવારે ફોન કર્યો તો તેને બીજા અઠવાડિયે બુધવારની અપોઇન્ટમેન્ટ મળી હતી. આકૃતિએ લખ્યું હતું કે ‘આ અનુભવ પછી હું ભારત અને ન્યુ ઝીલેન્ડની હેલ્થકેર વ્યવસ્થા વચ્ચેના અંતર પર વિચારવા મજબૂર થઈ ગઈ હતી. ન્યુ ઝીલેન્ડ એક વિકસિત દેશ છે અને અહીં હેલ્થ-સિસ્ટમની ખૂબીઓ પણ છે, પરંતુ ડોક્ટર સુધી જલદી પહોંચવાની બાબતમાં ભારતની સુવિધા વધુ સારી છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM