<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

ગોળની ફેક્‍ટરીમાં યુવાન ઊકળતા રસમાં પડયો અને ૧ મિનિટ સુધી તરફડીને મર્યો

કર્મચારીઓએ તેને બહાર કાઢીને હોસ્‍પિટલ પહોંચાડયો પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્‍યુ થયું હતું

મૂડી,તા.૨૬: મહારાષ્ટ્રના મૂડી ગામમાં ગોળ બનાવતી ફેક્‍ટરીમાં ૨૮ વર્ષનો દાનિશ નામનો યુવાન ગોળ બનાવવા માટે ઉકાળવા મૂકેલા રસમાં પડી જતાં મૃત્‍યુ પામ્‍યો હતો. દાનિશ ૪ મહિનાથી આ ફેક્‍ટરીમાં કામ કરતો હતો. શુક્રવારે મોડી રાતે ગોળ બની રહ્યો હતો ત્‍યારે દાનિશ એની નજીક જવા ગયો ત્‍યારે પગ ફસડાતાં ઊકળતા રસની કડાઈમાં જઈને પડ્‍યો હતો. અન્‍ય કર્મચારીઓએ તેને મહામહેનતે કડાઈમાંથી બહાર કાઢ્‍યો હતો. જોકે ફેક્‍ટરીમાં લાગેલા CCTV કેમેરામાં જોવા મળ્‍યું હતું કે કર્મચારીઓ તેને કાઢી શકે એ પહેલાં લગભગ એક મિનિટ સુધી તે તરફડતો રહ્યો હતો. તેને તાત્‍કાલિક હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યો હતો, પરંતુ સારવાર દરમ્‍યાન તેનું મૃત્‍યુ થયું હતું

(10:34 AM IST)