<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

ઉત્તર ભારતમાં મેઘરાજાનો વધુ એક રાઉન્‍ડઃ ઉત્તરાખંડ-ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ, દિલ્‍હી સહિત અનેક વિસ્‍તારોમાં આજે વરસાદી માહોલ યથાવત રહેશે

ઉત્તર ભારતના અનેક વિસ્‍તારોમાં આજે પણ ચોમાસુ સક્રિય રહેશે. હવામાન વિભાગના તાજા અનુમાન મુજબ ઉત્તરાખંડમાં વ્‍યાપક વરસાદ સાથે છૂટાછવાયા સ્‍થળે ભારે વરસાદ પડી શકે છે. પヘમિ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં પણ કેટલાક સ્‍થળોએ ભારે વરસાદની શક્‍યતા છે, જ્‍યારે પૂર્વ રાજસ્‍થાનમાં છૂટાછવાયા ભારે વરસાદનું અનુમાન છે. હિમાચલ પ્રદેશ અને જમ્‍મુ-કાશ્‍મીરના ભાગોમાં હળવાથી મધ્‍યમ તથા છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. દિલ્‍હી અને આસપાસના વિસ્‍તારમાં આકાશ સામાન્‍ય રીતે વાદળછાયું રહેશે અને સવારથી બપોર દરમિયાન ખૂબ હળવાથી હળવો વરસાદ થવાની શક્‍યતા છે. કેટલીક જગ્‍યાએ રાત્રે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. પર્વતીય વિસ્‍તારોમાં વરસાદને કારણે ભૂસ્‍ખલન, નદીનાળામાં અચાનક પાણી વધવું અને માર્ગ વ્‍યવહાર ખોરવાવાનો ભય રહેતાં સ્‍થાનિક ચેતવણીઓ અનુસરવા સલાહ અપાઈ છે.

(12:51 PM IST)