<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

સુદાનમાં ફરી ફાટી નીકળી હિંસા ૨૭ લોકોના મોત થયાનો દાવો

હુમલાઓમાં મહિલાઓ પણ ગંભીર રીતે ઘાયલ થઈ : આ ભયાનક હિંસા બાદ ડરના માર્યા મોટી સંખ્‍યામાં લોકો સલામતીની શોધમાં ભાગી ગયા

 

 

દક્ષિણ કોર્ડોફાન તા.૨૬: સુદાનમાં લાંબા સમયથી ચાલતા સંઘર્ષ વચ્‍ચે દક્ષિણ કોર્ડોફાન માંથી એક અત્‍યંત ચિતાજનક અહેવાલ સામે આવ્‍યો છે. અહીં તાજેતરમાં ફાટી નીકળેલી હિસામાં ચાર બાળકો સહિત ઓછામાં ઓછા ૨૭ લોકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્‍યો છે. સ્‍થાનિક તબીબી સંગઠન સુદાન ડોક્‍ટર્સ નેટવર્કએ આ હત્‍યાઓ માટે બળવાખોર જૂથ સુદાન પીપલ્‍સ લિબરેશન મૂવમેન્‍ટ-નોર્થ (SPLM-N) સાથે જોડાયેલા લડવૈયાઓને જવાબદાર ઠેરવ્‍યા છે.

તઆ હિસા દક્ષિણ કોર્ડોફાનના કર્દુદ અને અબુ હમામા વિસ્‍તારોમાં થઈ હતી, જ્‍યાં મોટી સંખ્‍યામાં સ્‍થાનિક નાગરિકો રહે છે. સંગઠનના જણાવ્‍યા અનુસાર, હુમલાઓમાં મહિલાઓ પણ ગંભીર રીતે ઘાયલ થઈ છે. આ ભયાનક હિસા બાદ ડરના માર્યા મોટી સંખ્‍યામાં લોકો પોતાના ઘર છોડીને અબુ હિતાન અને રાજ્‍યની રાજધાની કાદુગલી તરફ સલામતીની શોધમાં ભાગી ગયા છે. તબીબી સંગઠને સ્‍પષ્ટ કર્યું છે કે લોકોને વંશીય ઓળખના આધારે નિશાન બનાવવા એ આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું ગંભીર ઉલ્‍લંઘન છે.

અગાઉ પણ આ વર્ષની શરૂઆતમાં આ પ્રદેશમા SPLM-N ના લડવૈયાઓ અને સ્‍થાનિક સમુદાય વચ્‍ચે હિસક અથડામણો થઈ હતી. શરૂઆતમાં આ વિવાદ જમીન કબજા બાબતે શરૂ થયો હતો, પરંતુ સમય જતાં તેણે વંશીય તણાવનું રૂપ ધારણ કરી લીધું છે. તાજેતરની આ ઘટનાએ પ્રદેશમાં સ્‍થિતિ વધુ વણસવાની આશંકા ઊભી કરી છે.

ઉલ્‍લેખનીય છે કે સુદાનની સેના અને અર્ધલશ્‍કરી રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) વચ્‍ચે એપ્રિલ ૨૦૨૩થી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ ગૃહયુદ્ધના કારણે દેશ ગંભીર માનવતાવાદી કટોકટીમાં ફસાયો છે. અહેવાલો મુજબ આ સંઘર્ષમાં અત્‍યાર સુધીમાં હજારો લોકોએ જીવ ગુમાવ્‍યા છે અને લાખો લોકોને બેઘર થવું પડ્‍યું છે. વિશ્વ આરોગ્‍ય સંસ્‍થા ના જણાવ્‍યા મુજબ, દેશના કરોડો લોકોને હાલ માનવતાવાદી સહાયની અત્‍યંત આવશ્‍યકતા છે

(3:35 PM IST)