હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુપીઆઈ આજે માત્ર પેમેન્ટ નહીં, સમગ્ર અર્થતંત્રમાં પરિવર્તન લાવનારી ચાવી બની
UPI ને આજે ૧૦ વર્ષ પુર્ણઃયુનિફાઇડ પેમેન્ટ ઈન્ટરફેસની ૧૦ વર્ષ ની ઐતિહાસિક સફર : ભારતની લેવડદેવડ ની રીત બદલી નાખનાર ડિજિટલ ક્રાંતિ એટલે યુપીઆઈઃ ૨૫ ઓગસ્ટ ૨૦૧૬ ના રોજ સામાન્ય લોકો માટે ખુલ્યું,યુપીઆઈઃભીમ એપ અને નોટબંધી બાદ મોટો વેગQR કોડ થી દુકાનદાર સુધી પહોંચી એપ,૨૦૧૯ એક મહિનામાં ૧૦૦ કરોડ ટ્રાન્ઝેક્શન,૨૦૧૯ યુપીઆઈ માટે રહ્યું ઐતિહાસિક ૨૦૨૧ માં યુપીઆઈ નો વ્યાપ વધી ને ભારત ની બહાર,૨૦૨૩ માં અ ધ ધ ૧૦ અબજ માસિક ટ્રાન્ઝેક્શન,૨૦૨૪ માં વ્યાપ વધી ને ૨૦૦ લાખ કરોડ રૂપિયા ની વાર્ષિક સપાટી એ,૨૦૨૫ માં UPI એ વધુ એક મોટો રેકોર્ડ બનાવ્યો,૨૦૨૫ માં મહિનામાં ૨,૦૦૦ કરોડ થી વધુ ટ્રાન્ઝેક્શન,ભારતથી દુનિયા સુધી પહોંચ્યો યુપીઆઈનો વ્યાપ,અનેક દેશોમાં આજે ચાલે છે યુપીઆઈ

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ ભારતની લેવડ દેવડની રીત બદલી નાખનાર ડિજિટલ ક્રાંતિ યુપીઆઈ ની સફર ને આજે ૨૫ મી ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ ૧૦ વર્ષ પુર્ણ થઈ રહ્યા છે, ૨૦૧૬ માં શરૂ થયેલી UPI આજે ભારત ની ડિજિટલ અર્થવ્યવસ્થા ની કરોડરજ્જુ બની છે , ૧૦ વર્ષ માં રૂ.૨૦....રૂ.૩૦ ની નાની ચુકવણી થી લઈ ને લાખો કરોડ રૂપિયા ના માસિક વ્યવહારો સુધી ની ઐતિહાસિક સફર પાર કરી છે.
ભારતમાં આજે રસ્તા પરની નાની લારી , નાના નાના ગલ્લા થી લઈને મોટા શોપિંગ મોલ સુધી, ચાની કીટલી થી લઈને હોસ્પિટલ અને સરકારી સેવાઓ સુધી QR કોડ સ્કેન કરીને સેકન્ડોમાં ચુકવણી કરવી સામાન્ય બાબત બની ગઈ છે, આ સમગ્ર પરિવર્તનના કેન્દ્રમાં છે UPI એટલે કે Unified Payments Interface.
આમ તો ૧૧ એપ્રિલ ૨૦૧૬ ના રોજ શરૂ થયેલી UPI વ્યવસ્થા એ ૨૦૨૬ માં પોતાના ૧૦ વર્ષ પૂર્ણ કર્યા છે, આ દસ વર્ષમાં UPI માત્ર પેમેન્ટ ની એક પદ્ધતિ રહ્યું નથી, પરંતુ ભારત ના ડિજિટલ પેમેન્ટ ઈકોસિસ્ટમ નું સૌથી મહત્વપૂર્ણ માળખું બની ગયું છે.
એનસીપીઆઈ ના જણાવ્યા મુજબ યુપીઆઈ નું પાયલોટ લોન્ચ ૧૧ એપ્રિલ ૨૦૧૬ ના રોજ મુંબઈમાં તત્કાલીન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ના ગવર્નર ડો. રદ્યુરામ રાજન દ્વારા કરવામાં આવ્યું હતું, શરૂઆત માં ૨૧ બેંકો જોડાઈ હતી.
ખરેખર તો યુપીઆઈ અચાનક ઊભું થયું નહોતું, ભારતના ડિજિટલ પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ની પાછળ ઘણા વર્ષોની મહેનત હતી, વર્ષ ૨૦૦૮ માં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈ ની રચના થઈ, ત્યારબાદ એ ટી એમ (ATM) માટેનેશનલ ફાઇનાન્શિયલ સ્વીચ અને વર્ષ ૨૦૧૦ માંઆઈએમપીએસ નેશનલ ફાઇનાન્શિયલ સ્વીચ અને ૨૦૧૦ માં આઈએમપીએસ જેવી તાત્કાલિક બેંક-ટુ-બેંક ટ્રાન્સફર સેવા શરૂ થઈ, આઈએમપીએસ એ ૨૪×૭ તાત્કાલિક પૈસા ટ્રાન્સફર કરવા ની વ્યવસ્થા ઊભી કરી, જેના આધારે આગળ યુપીઆઈ માટે મજબૂત ટેકનિકલ પાયો તૈયાર થયો.
આ સફર આગળ વધતી ગઈ, સુધારા વધારા થતા રહ્યા, વર્ષ ૨૦૧૫ સુધી માં એનપીસીઆઈ, યુપીઆઈ ને એક એવી વ્યવસ્થા તરીકે વિકસાવી રહ્યું હતું જેમાં અલગ-અલગ બેંકો અને પેમેન્ટ ચેનલો ને એક જ ઇન્ટર ઓપરેબલ પ્લેટફોર્મ પર જોડવા ની કલ્પના હતી, યુપી આઈ નો હેતુ માત્ર પૈસા મોકલવા નો નહોતો, પરંતુ એક જ એપ માં થી અનેક બેંક ખાતા ઓ ચલાવવા, વેપારી ને ચુકવણી કરવા અને પેમેન્ટ રિક્વેસ્ટ કરવાની સુવિધા આપવાનો હતો.
૧૧ એપ્રિલ ૨૦૧૬ ભારતના ડિજિટલ પેમેન્ટ ઈતિહાસમાં મહત્વનો દિવસ બન્યો, મુંબઈ માં યુપીઆઈનું પાયલોટ લોન્ચ કરવામાં આવ્યું, શરૂઆત માં ૨૧ બેંકો આ પ્રયોગ સાથે જોડાઈ, પાયલોટ તબક્કા માં મુખ્યત્વે બેંકોના કર્મચારી-ગ્રાહકો દ્વારા તેનો ઉપયોગ કરાવવામાં આવ્યો, જેથી ટેક્નિકલ ખામી ઓ દૂર કરી શકાય અને સિસ્ટમ ને મોટા પાયે જાહેર ઉપયોગ માટે તૈયાર કરી શકાય.
યુપીઆઈ ની સૌથી મોટી ખાસિયત હતી ઇન્ટર ઓપરેબિલિટી એટલે કે એક બેંક ના ગ્રાહક ને બીજી બેંક ના ગ્રાહક ને પૈસા મોકલવા માટે અલગ-અલગ બેંકિંગ સિસ્ટમ ની ચિંતા કરવાની જરૂર ન રહે, ૧૧ એપ્રિલ ના પાયલોટ બાદ ૨૫ ઓગસ્ટ ૨૦૧૬ થીયુ પી આઈ ગ્રાહકો માટે લાઇવ થયું, શરૂઆત માં ૨૧ બેંકો યુ પી આઈ ઈકો સિસ્ટમ માં જોડાઈ હતી અને અનેક બેંકો ની યુ પી આઈ એપ ગુગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ થઈ, ગ્રાહક પોતાના બેંક ખાતા ને યુ પી આઈ એપ સાથે જોડીને એક Virtual Payment Address એટલે કે UPI ID બનાવી શકતો હતો, આ સાથે ભારત માં મોબાઇલ થી સીધી બેંક-ટુ-બેંક ચુકવણી નો નવો યુગ શરૂ થયો.
પરંતુ યુપીઆઈ ની જાણે સાચો વેગ મળ્યો ૨૦૧૬ થી,૩૦ ડિસેમ્બર ૨૦૧૬ ના રોજભીમ .. ભારત ઇન્ટરફેસ ફોર મની એપ લોન્ચ કરવામાં આવી, ભીમ આમ તો યુપી આઈ આધારિત એપ હતી, જેના દ્વારા મોબાઇલ નંબર અથવા યુપીઆઈ આઈડી મારફતે પૈસા મોકલવા અને મેળવવા ની સુવિધા મળી.
આ સમયગાળા દરમિયાન નવેમ્બર ૨૦૧૬ માં રૂ.૫૦૦ અને રૂ.૧,૦૦૦ ની જૂની નોટોના નોટબંધી ના નિર્ણય બાદ ડિજિટલ પેમેન્ટ ને ભારે વેગ મળ્યો, એનસીપીઆઈ ના પોતાના વિશ્લેષણ મુજબ નોટ બંધી બાદ માત્ર બે મહિના માં યુપીઆઈ ના ટ્રાન્ઝેક્શન વોલ્યુમ માં અનેકગણો વધારો નોંધાયો હતો.રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એ પણ જાન્યુઆરી થી માર્ચ ૨૦૧૭ દરમિયાન રૂ.૧,૦૦૦ સુધી ના યુપીઆઈ, આઈએમ પીએસ અને ર્ં૯૯્ન વ્યવહારો પર ગ્રાહક ચાર્જ ન વસૂલવા ની વ્યવસ્થા કરી હતી, જેથી ડિજિટલ પેમેન્ટ ને પ્રોત્સાહન મળે.
આગળ વર્ષ ૨૦૧૭ માં યુપીઆઈ નો ઉપયોગ માત્ર વ્યક્તિ થી વ્યક્તિ સુધી પૈસા મોકલવા પૂરતો રહ્યો નહીં, કયુંઆર કોડ આધારિત પેમેન્ટે વેપારી ઓ માટે ડિજિટલ પેમેન્ટ સ્વીકારવાનું વધુ સરળ બનાવ્યું, ગ્રાહકે QR કોડ સ્કેન કરી ને સીધી બેંક ખાતા માં થી ચુકવણી કરવાની શરૂઆત કરી, આ સમયગાળા માં યુપીઆઈઆધારિત પેમેન્ટ ધીમે-ધીમે નાના વેપારી ઓ, દુકાનદારો અને સામાન્ય ગ્રાહકો સુધી પહોંચવા લાગ્યું.૧૬ ઓગસ્ટ ૨૦૧૮ ના રોજયુપીઆઈ ૨.૦ લોન્ચ થયું, આ અપગ્રેડ સાથે યુપીઆઈમાં અનેક મહત્વ ની સુવિધા ઓ ઉમેરાઈ જેથી યુપીઆઈ માત્ર પૈસા ટ્રાન્સફર કરવા ની વ્યવસ્થા ન રહીને વધુ વ્યાપક ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ બનવા તરફ આગળ વધ્યું, અને એ પણ જાણે રોકેટ ગતિ.એમાં પણ વર્ષ ૨૦૧૯ યુપીઆઈ માટે વધુ એક ઐતિહાસિક વર્ષ રહ્યું, ઓક્ટોબર ૨૦૧૯માં યુપીઆઈ એ પ્રથમ વખત એક મહિના માં ૧ બિલિયન એટલે કે ૧૦૦ કરોડ ટ્રાન્ઝેક્શન નો આંકડો પાર કર્યો, આ જ વર્ષમાં યુપીઆઈ આધારિત આઇપીઓ માટે વન ટાઇમ મેન્ડેટ ની સુવિધા શરૂ થઈ અને યુપીઆઈ ઇન્ટરનેશનલ માટે સિંગાપોર માં પાયલોટ પણ શરૂ થયો, એક સમયે જે સિસ્ટમ માં માત્ર થોડા લાખ વ્યવહારો થતા હતા, તે હવે મહિના માં ૧૦૦ કરોડ વ્યવહારો ની દિશા માં પહોંચી ગઈ હતી.
કોવિડ..૧૯ મહામારી દરમ્યાન સંપર્ક વિહોણી ચુકવણી ની જરૂરિયાત વધી અને યુપીઆઈને તેનો મોટો લાભ મળ્યો, દુકાનો, ઓનલાઈન ખરીદી, મોબાઇલ રિચાર્જ, બિલ પેમેન્ટ અને વ્યક્તિગત નાણાં ટ્રાન્સફર માંયુપીઆઈ નો ઉપયોગ ઝડપથી વધ્યો, વર્ષ ૨૦૨૦ માં યુપીઆઇ ઓટો પે શરૂ થયું, જેના કારણે ઓટીટી , મ્યુઝિક, બિલ, સબ્સ્ક્રિપ્શન જેવી વારંવાર થતી ચુકવણી ઓ માટે ઓટોમેટિક મેન્ડેડ ની સુવિધા મળી.
એપ્રિલ ૨૦૨૦ થી સપ્ટેમ્બર ૨૦૨૩ વચ્ચે યુપીઆઈ ના માસિક ટ્રાન્ઝેક્શન ૧ બિલિયન થી વધી ને ૧૦ બિલિયન સુધી પહોંચ્યા ラ એટલે કે માત્ર સાડા ત્રણ વર્ષમાં દસ ગણો ઉછાળો.
ભારત માં મજબુત બન્યા બાદ યુપીઆઈએ દેશ બહાર નજર દોડાવી વર્ષ ૨૦૨૧ થી યુપીઆઈ એ ભારતની બહાર આંતરરાષ્ટ્રીય સફર પણ શરૂ કરી,
ભૂટાન માં જુલાઈ ૨૦૨૧ થી અને સિંગાપોર માં ઓગસ્ટ ૨૦૨૧દ્મક યુપીઆઈ આધારિત વેપારી પેમેન્ટ વ્યવસ્થા શરૂ થઈ, ત્યારબાદ યુપીઆઈએ એ અન્ય દેશો માં પણ પ્રવેશ કર્યો, આ સાથે ભારત ની બનાવેલી ડિજિટલ પેમેન્ટ ટેક્નોલોજી વૈશ્વિક સ્તરે પહોંચવા લાગી.
યુપીઆઈ ને વધુ લોકો સુધી પહોંચાડવા માટે વર્ષ ૨૦૨૨ માં બે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી, યુપીઆઈ લાઇટ નાના મૂલ્ય ના ઝડપી વ્યવહારો માટે શરૂ થયું, શરૂઆત માં રૂ.૨૦૦ સુધી ના નાના વ્યવહારો ને સરળ બનાવવાનો હેતુ હતો, બીજી મહત્વની સુવિધા હતીયુપીઆઈ ૧૨૩ પે સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વિના પણ ફીચર ફોન વાપરતા લોકો યુપીઆઈ નો ઉપયોગ કરી શકે તે માટે માર્ચ ૨૦૨૨ માં યુપીઆઇ ૧૨૩ પે શરૂ થયું આઈવીઆર સિમ બેઇઝ્ડ ટેક્નોલોજી,, proximity સાઉન્ડ અને missed- કોલ આધારિત પદ્ધતિ ઓ દ્વારા પેમેન્ટ કરવા ની સુવિધા આપવામાં આવી.આ પગલાથી યુપીઆઈ માત્ર સ્માર્ટફોન વપરાશકર્તા ઓ પૂરતું ન રહેતાં ડિજિટલ રીતે ઓછા જોડાયેલા વર્ગ સુધી પહોંચવા નો પ્રયાસ થયો.આ જ વર્ષે રૂ પે ક્રેડિટ કાર્ડ ઓન યુપીઆઈ પણ લોન્ચ કરવામાં આવ્યું, જેના કારણેરૂ પે ક્રેડિટ કાર્ડ ને યુપીઆઈ આઈ ડી સાથે લિંક કરી ને QR કોડ મારફતે વેપારી ચુકવણી કરવાની સુવિધા મળી.વર્ષ ૨૦૨૩ માં યુપીઆઈ માટે ઐતિહાસિક વર્ષ બન્યું, સપ્ટેમ્બર ૨૦૨૩ માં યુપીઆઈ એ પ્રથમ વખત મહિના માં ૧૦ અબજ એટલે કે ૧,૦૦૦ કરોડ ટ્રાન્ઝેક્શન નો આંકડો પાર કર્યો, આ જ સમયગાળા માં UPI ને વધુ આંતરરાષ્ટ્રીય બનાવવાના પ્રયાસો ઝડપ થી આગળ વધ્યા, ફેબ્રુઆરી ૨૦૨૩ માં ભારત અને સિંગાપોર વચ્ચે યુપીઆઈ પે નાઉ લિંક દ્વારા પી ટુ પી રેમિટન્સ ની સુવિધા લાઇવ થઈ.
નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં યુપીઆઈ એ ૧૩,૧૧૬ કરોડ ટ્રાન્ઝેક્શન કર્યા અને તેનું કુલ મૂલ્ય લગભગ રૂ.૨૦૦ લાખ કરોડ થયું. નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ માં યુપીઆઇ ના માત્ર ૯૨ કરોડ ટ્રાન્ઝેક્શન હતા એટલે થોડા વર્ષો માં વૃદ્ધિ અદભૂત રહી, આ સમયગાળા માં ફ્રાન્સ, મોરિશિયસ, શ્રીલંકા અને નેપાળ માં પણ યુપીઆઈ આધારિત પેમેન્ટ વ્યવસ્થા શરૂ થઈ, ફ્રાન્સમાં યુપીઆઈ નું પ્રવેશવું ખાસ મહત્વનું હતું, કારણ કે યુરોપમાંયુપીઆઈ ની આ મોટી શરૂઆત હતી. વર્ષ ૨૦૨૪ માં યુપીઆઈ માં ક્રેડિટ લાઇન ઓન યુપીઆઈ , યુપીઆઈ સર્કલ જેવી નવી સુવિધા ઓ પણ આગળ આવી, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એ કેટલીક કેટેગરી માં યુપીઆઈ ની ટ્રાન્ઝેક્શન મર્યાદા પણ વધારી. આશ્રય જનક રીતે વર્ષ ૨૦૨૫ માં યુપીઆઈ એ વધુ એક મોટો રેકોર્ડ બનાવ્યો, ઓગસ્ટ ૨૦૨૫ માં પ્રથમ વખત માસિક ટ્રાન્ઝેક્શન ૨,૦૦૦ કરોડને પાર થઈને ૨,૦૦૧ કરોડ થયા, ડિસેમ્બર ૨૦૨૫ માં આ સંખ્યા વધીને ૨,૧૬૩ કરોડ થઈ, જે તે સમય સુધીની સૌથી મોટી માસિક સંખ્યા હતી, આખા ૨૦૨૫ દરમિયાન યુપીઆઈ એ આશરે ૨૨,૦૦૦ કરોડ ટ્રાન્ઝેક્શન પ્રોસેસ કર્યા,એટલે દરરોજ સરેરાશ આશરે ૬૦ કરોડ ટ્રાન્ઝેક્શન. ઓગસ્ટ ૨૦૨૫ માં યુપીએ એ ૨૦ અબજ થી વધુ માસિક ટ્રાન્ઝેક્શન અને રૂ.૨૪.૮૫ લાખ કરોડથી વધુ નું ટ્રાન્ઝેક્શન મૂલ્ય નોંધાવ્યું. સામે પસંદગી ની વેરિફાઇડ કેટેગરીમાં ભ્ ૨ પ્ ટ્રાન્ઝેક્શન ની દૈનિક મર્યાદા રૂ.૧૦ લાખ સુધી કરવામાં આવી.
૧૧ એપ્રિલ ૨૦૨૬ ના રોજ યુપીઆઇએ ભારત માં પોતાના ૧૦ વર્ષ પૂર્ણ કર્યા, આ દસ વર્ષમાં યુપીઆઈ ની શરૂઆત ૨૧ બેંકો સાથે થઈ હતી, જયારે આજે તે ભારત ની લગભગ સમગ્ર બેંકિંગ અને ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થામાં વ્યાપી ગયું છે. એનસીપીઆઈ ના આંકડા મુજબ એપ્રિલ ૨૦૨૬ માં યુપીઆઈ પર ૭૧૩ બેંકો લાઇવ હતી અને ૨૨,૩૪૬.૮૦ મિલિયન એટલે કે આશરે ૨,૨૩૪.૬૮ કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા, જેનું મૂલ્ય આશરે રૂા. ૨૯.૦૩ લાખ કરોડ હતું. મે ૨૦૨૬ માં લાઇવ બેંકોની સંખ્યા ૭૨૦ થઈ અને લગભગ ૨,૩૨૦ કરોડ ટ્રાન્ઝેક્શન થયા, જેનું મૂલ્ય આશરે રૂા. ૨૯.૯૦ લાખ કરોડ રહ્યું.
હાલ માં જુલાઈ ૨૦૨૬ માં યુપીઆઈ એ વધુ એક રેકોર્ડ બનાવ્યો ラ ૨,૩૬૫.૮ કરોડ ટ્રાન્ઝેક્શન, કુલ મૂલ્ય રૂ. ૨૯.૮૭ લાખ કરોડ અને યુપીઆઇ ઈકોસિસ્ટમ માં ૭૪૧ લાઇવ બેંકો હતી. ભારત થી દુનિયા સુધી યુપીઆઈ ની સૌથી મોટી સફળતાઓ માં તેની આંતરરાષ્ટ્રીય પહોંચ પણ સામેલ છે ૨૦૨૬ સુધી માં યુપીઆઈ આધારિત વ્યવસ્થા ભુટાન, સિંગાપોર, શ્ખ્ચ્, ફ્રાન્સ, મોરિશિયસ, શ્રીલંકા, નેપાળ, કતાર ઉપરાંત ગ્રીસ અને કંબોડિયા જેવા દેશો માં પણ વિવિધ સ્વરૂપે પહોંચી છે. ભારતીય પ્રવાસીઓ માટે વિદેશમાં મ્ય્ કોડ સ્કેન કરીને પોતા ના ભારતીય બેંક ખાતામાંથી ચુકવણી કરવાની સુવિધા પણ યુપીઆઈ ની વૈશ્વિક સફળતા નું મહત્વનું ઉદાહરણ છે. આપણ ને સવાલ થાય કે યુપીઆઈ ની સફળતાનું રહસ્ય શું..? તો એવું કહી શકાય કે યુપીઆઈ ની સૌથી મોટી ખાસિયત તેની ઇન્ટર ઓપરેબિલિટી છે,
ગ્રાહક કોઈ એક બેંક નો હોય અને વેપારી બીજી બેંકનો ラ બંને વચ્ચે પેમેન્ટ થઈ શકે છે.યુપીઆઈ માં, બેંક ખાતામાંથી સીધી ચુકવણી થાય છે વોલેટમાં અગાઉથી પૈસા ભરવાની જરૂર નથી શ્ભ્ત્ ત્ઝ, મોબાઇલ નંબર અથવા મ્ય્ કોડથી ચુકવણી થઈ શકે છે ૨૪×૭ પેમેન્ટ શક્ય છે એક જ એપમાં એકથી વધુ બેંક ખાતાં જોડાઈ શકે છે P2P અને P2M બંને પ્રકારના વ્યવહારો થઈ શકે છે બે-પરિબળ ઓથેન્ટિકેશન જેવી સુરક્ષા વ્યવસ્થા છે. માત્ર પેમેન્ટ નહીં, સમગ્ર અર્થતંત્રમાં પરિવર્તનયુપીઆઈ એ ભારતના પેમેન્ટના વર્તનમાં મોટો ફેરફાર કર્યો છે. એક સમય હતો જયારે રૂ.૨૦- રૂ.૫૦ની ચુકવણી માટે પણ રોકડ જરૂરી હતી. હવે શાકભાજીવાળો, ચાવાળો, દૂધવાળો, નાના વેપારી, ટેક્સી ડ્રાઇવર કે રસ્તાની લારીવાળો પણ QR કોડ દ્વારા પેમેન્ટ સ્વીકારી શકે છે.નાના વ્યવસાય માટે POS મશીન કે કાર્ડ સ્વાઇપ મશીન વગર ડિજિટલ પેમેન્ટ સ્વીકારવાની સરળતા ઊભી થઈ છે.સરકાર માટે પણ ડિજિટલ પેમેન્ટથી વધુ પારદર્શક અને ટ્રેસેબલ વ્યવહારોનું માળખું ઊભું થયું છે.
આજે ૧૦ વર્ષ માં યુપીઆઈ ક્યાંથી ક્યાં પહોંચ્યું...?યુપીઆઈ ની સફરને જો આંકડામાં સમજીએ તો તેની ગતિ અસાધારણ છે, નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮:૯૨ કરોડ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪:૧૩,૧૧૬ કરોડ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન૨૦૨૫:આશરે ૨૨,૦૦૦ કરોડ ટ્રાન્ઝેક્શન જુલાઈ ૨૦૨૬:એક જ મહિનામાં ૨,૩૬૫.૮ કરોડ ટ્રાન્ઝેક્શન.માર્ચ ૨૦૨૬ માં સરકાર ના જણાવ્યા પ્રમાણે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં યુપીઆઈ એ ભારત ના કુલ રિટેલ ડિજિટલ પેમેન્ટ ટ્રાન્ઝેક્શન માં થી આશરે ૮૧ ટકા હિસ્સો મેળવ્યો હતો અને તે વિશ્વ ની સૌથી મોટી રિયલ-ટાઇમ રિટેલ પેમેન્ટ સિસ્ટમ તરીકે ઉભરી આવ્યું હતું.
આજે યુપીઆઈ ની સફર ને ૧૦ વર્ષ પુર્ણ થઈ રહ્યા છે ત્યારે આ સફર ને એક વાક્ય માં જોઈએ તો ૧૧ એપ્રિલ ૨૦૧૬ ના રોજ ૨૧ બેંકો સાથે શરૂ થયેલી યુપીઆઈ ની સફર આજે ભારત ની ડિજિટલ ક્રાંતિ નું સૌથી મોટું ઉદાહરણ બની છે, દસ વર્ષ પહેલાં લોકો માટે મોબાઇલથી સીધી બેંક-ટુ-બેંક ચુકવણી નવી વાત હતી. આજે રૂ.૧૦ ની ચા હોય કે લાખો રૂપિયાની વેપારી ચુકવણી ラ યુપીઆઈ ભારત ના રોજિંદા જીવન નો અભિન્ન હિસ્સો બની ગયું છે.યુપીઆઈ ની સૌથી મોટી સફળતા માત્ર તેના કરોડો ટ્રાન્ઝેક્શન નથી, તેની સાચી સફળતા એ છે કે તેણે ‘‘પૈસા કેવી રીતે ચૂકવવા?'' તે પ્રશ્નનો જવાબ જ બદલી નાખ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
