હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કર્ણાટકમાં મતદાર યાદી સુધારણા મુદ્દે મોટો રાજકીય વિવાદ: ૧.૦૮ કરોડ મતદારોને ચિહ્નિત કરાતાં ડેપ્યુટી સીએમ ડી.કે. શિવકુમાર મેદાનમાં, ચૂંટણી પંચ પાસે સમયમર્યાદા લંબાવવાની કરી માંગ!
૪૩ લાખ મતદારોને નોટિસ ફટકારાતાં તંગદિલી; કોઈ પણ સાચો મતદાર પોતાના મતાધિકારથી વંચિત ન રહેવો જોઈએ – ડી.કે. શિવકુમારનું ચૂંટણી કમિશનરને કડક પત્ર

બેંગલુરુ, તા.૨૬: કર્ણાટકમાં તાજેતરમાં પૂર્ણ થયેલી ખાસ સઘન મતદાર યાદી સુધારણા ઝુંબેશ બાદ રાજ્યના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. મતદાર યાદીમાંથી અંદાજે ૧.૦૮ કરોડ મતદારોને કાઢી નાખવાની કે ચિહ્નિત કરવાની ગંભીર બાબત સામે આવતાં કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી (અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ) ડી.કે. શિવકુમારે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) ને પત્ર લખીને આકરી ચિંતા વ્યક્ત કરી છે અને વાંધા દાખલ કરવા માટેની સમયમર્યાદા લંબાવવાની માંગ કરી છે.
મુખ્ય ચૂંટણી કમિશનરને પાઠવેલા આ પત્રમાં શિવકુમારે જણાવાયું છે કે રાજ્યમાં ASDDO (ગેરહાજર, શિફ્ટેડ, ડેડ અને ડુપ્લિકેટ) શ્રેણી હેઠળ ૧.૦૮ કરોડથી વધુ મતદારોને ફ્લેગ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય તાર્કિક વિસંગતતાઓના કારણે અંદાજે ૪૩ લાખથી વધુ મતદારો નોટિસનો સામનો કરી રહ્યા છે.
મુખ્યમંત્રીએ પત્રમાં રજૂ કરી મુખ્ય માંગણીઓ:
- વાંધા દાખલ કરવાનો સમય વધારવો: ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી અન્યાયી રીતે બાકાત રહી ગયેલા સાચા અને માન્ય મતદારોને પોતાના દાવાઓ રજૂ કરવા માટે ચૂંટણી પંચે પૂરતો સમય આપવો જોઈએ.
- દસ્તાવેજો જમા કરાવવા 3-4 અઠવાડિયાની મુહલત: 2002 ની મતદાર યાદી સાથે લિંકના અભાવ કે તાર્કિક વિસંગતતાઓની નોટિસ મેળવનારા મતદારોને આધાર-પુરાવા પૂરા પાડવા માટે ઓછામાં ઓછો ૩ થી ૪ અઠવાડિયાનો વધારાનો સમય મળવો જોઈએ.
- અધિકારીઓની સંખ્યામાં વધારો: અરજીઓ, દાવાઓ અને વાંધાઓના વિશાળ જથ્થાને ધ્યાનમાં રાખીને ચૂંટણી નોંધણી અધિકારીઓ (ERO) અને જિલ્લા ચૂંટણી અધિકારીઓ (DEO) ની સંખ્યા વધારવી જોઈએ જેથી કોઈ ભૂલ કે અન્યાય ન થાય.
- સ્થાનિક સમિતિઓની બેઠક: ગ્રામીણ વિસ્તારોમાં ગ્રામ સભાઓ અને શહેરી વિસ્તારોમાં વોર્ડ સમિતિઓની બેઠકો યોજીને પ્રક્રિયાનો સંપૂર્ણ અને પારદર્શી અમલ કરવા નિર્દેશ આપવો જોઈએ.
લોકશાહી અને મતાધિકારની સુરક્ષા:
ડી.કે. શિવકુમારે ભારપૂર્વક જણાવ્યું હતું કે, "ગરીબી, સ્થળાંતર, માહિતી કે દસ્તાવેજોનો અભાવ એ કોઈ પણ નાગરિકને તેના પવિત્ર મતાધિકારથી વંચિત રાખવાનું કારણ ન બની શકે. ચૂંટણી પંચનો મુખ્ય ઉદ્દેશ્ય સચોટ અને વિશ્વસનીય મતદાર યાદી તૈયાર કરવાનો હોવો જોઈએ જેમાં એક પણ સાચો મતદાર છૂટી ન જાય."
તેમણે ઉમેર્યું હતું કે કર્ણાટક સરકાર ગ્રામ સભાઓ, વોર્ડ સમિતિઓની બેઠકો અને જનજાગૃતિ ઝુંબેશ માટે ચૂંટણી પંચને તમામ જરૂરી લોજિસ્ટિકલ અને વહીવટી સહયોગ પૂરો પાડવા માટે સંપૂર્ણ તૈયાર છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
