તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૯ શનિવાર
News of Wednesday, 26th August 2026
સંરક્ષણ ક્ષેત્રે ભારતનો નવો કીર્તિમાન: લદ્દાખમાં ૨૨,૦૦૦ ફૂટની ઊંચાઈએ અને -૧૫ ડિગ્રી ઠંડીમાં DRDO ની 'મિલિટરી કોમ્બેટ પેરાશુટ સિસ્ટમ' નું અદ્ભુત અને સફળ ટેસ્ટિંગ!
વિશ્વના સૌથી ઊંચા ન્યોમા-મધુ ડ્રોપ ઝોન પર ભારતીય એરફોર્સના જબાંઝ વિંગ કમાન્ડર અને ટીમે લગાવી ફ્રી-ફોલ છલાંગ; સ્વદેશી ઓક્સિજન સિસ્ટમ અને પેરા-કમ્પ્યુટરથી સજ્જ ટેસ્ટ સફળ

નવી દિલ્હી, તા.૨૬: ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ ભારતીય સેનાની સામરથ્યમાં વધારો કરતા વધુ એક ઐતિહાસિક માઈલસ્ટોન સ્થાપિત કર્યો છે. DRDO ની આગ્રા સ્થિત લેબોરેટરી 'એરિયલ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ' (ADRDE) દ્વારા વિકસાવવામાં આવેલી સ્વદેશી 'મિલિટરી કોમ્બેટ પેરાશુટ સિસ્ટમ' (MCPS) નું લદ્દાખના લેહ ખાતે માસપેશીઓને જામ કરી દેતી અતિશય ઠંડી વચ્ચે ૨૨,૦૦૦ ફૂટની ઊંચાઈએથી અદ્ભુત અને સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે.
આ ઐતિહાસિક ટેસ્ટ લદ્દાખના ન્યોમા-મધુ (Nyoma-Madhoo) ડ્રોપ ઝોનમાં યોજાયો હતો, જે વિશ્વના સૌથી ઊંચા અને અત્યંત પડકારજનક ડ્રોપ પોઈન્ટ્સ પૈકીનો એક માનવામાં આવે છે. સૈન્ય વ્યૂહરચનાની દ્રષ્ટિએ આ ઊંચાઈ પરથી કમાન્ડોને દુશ્મનની નજરમાં આવ્યા વિના સુરક્ષિત ઉતારવા માટે આ ટેસ્ટ અત્યંત મહત્વપૂર્ણ હતો.
-૧૫ ડિગ્રી તાપમાનમાં જબાંઝ જમ્પર્સનો સાહસિક જંપ:
- જબાંઝ ટીમનું નેતૃત્વ: આ અત્યંત રિસ્કી ઓપરેશનમાં ચીફ ટેસ્ટ જંપર વિંગ કમાન્ડર રાહુલ ઝા, માસ્ટર વારંટ ઓફિસર આર. જે. સિંહ [VM(G)] અને માસ્ટર વારંટ ઓફિસર વિવેક તિવારીએ સમુદ્ર સપાટીથી ૨૨,૦૦૦ ફૂટની ઊંચાઈ પરથી છલાંગ લગાવી હતી.
- હડકંપ મચાવતી ઠંડી: જે સમયે વિમાનમાંથી જંપ લગાવવામાં આવ્યો ત્યારે આકાશમાં તાપમાન માઈનસ ૧૫ ડિગ્રી (-15°C) જેટલું કિલર હતું.
- સંપૂર્ણ સ્વદેશી ગિયર: જમ્પર્સે આ પરીક્ષણ દરમિયાન સંપૂર્ણ સ્વદેશી રીતે નિર્મિત પેરાશુટ સિસ્ટમ (MCPS), સ્પેશિયલ જંપસૂટ, હાઈ-અલ્ટીટ્યુડ ઓક્સિજન સિસ્ટમ અને સ્વદેશી પેરા-કમ્પ્યુટરનો ઉપયોગ કર્યો હતો.
ઓપરેશનલ સફળતા અને સુરક્ષિત લેન્ડિંગ:
આ અસાધારણ ફ્રી-ફોલ જંપ દરમિયાન ૨૨,૦૦૦ ફૂટની ઊંચાઈએથી કૂદ્યા બાદ અંદાજે ૨૦,૦૦૦ ફૂટની ઊંચાઈએ સફળતાપૂર્વક પેરાશુટ ખોલી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ જમ્પર્સે હવાઈ સંતુલન જાળવીને ૧૩,૭૦૦ ફૂટની ઊંચાઈ પર સ્થિત નિર્ધારિત ડ્રોપ ઝોન પર સલામત અને ચોક્કસ લેન્ડિંગ કર્યું હતું.
DRDO ના આ સફળ પરીક્ષણથી હવે ભારતીય સશસ્ત્ર દળો અતિ-ઊંચાઈવાળા સરહદી વિસ્તારો (જેવા કે ચીન અને પાકિસ્તાન સરહદ) માં કોઈ પણ વિપરીત હવામાનમાં ગુપ્ત રીતે સ્પેશિયલ ઓપરેશન્સ પાર પાડવા માટે વધુ સક્ષમ બનશે.
(5:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
