હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સાવધાન: LPG સિલિન્ડરધારકો માટે 31 ઓગસ્ટ છેલ્લી તક : e-KYC પૂર્ણ નહીં કરો તો ગમે ત્યારે બુકિંગ અટકી શકે છે
જોકે આ દિવસોમાં પ્રક્રિયા પૂર્ણ ન કરનાર ગ્રાહકોને ભવિષ્યમાં સબસિડી ગુમાવવી પડે અથવા વ્યાપારી ભાવે સિલિન્ડર ખરીદવો પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે

નવી દિલ્હી : જો તમારા ઘરે પણ રાંધણ ગેસનું કનેક્શન છે, તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ભારત સરકાર અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (IOCL, BPCL, HPCL) દ્વારા તમામ ઘરેલું LPG ગ્રાહકો માટે આધાર આધારિત e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત બનાવવામાં આવી છે. એજન્સીઓ બહાર લાંબી લાઈનો અને ગ્રાહકોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને સરકારે અંતિમ તારીખ લંબાવીને 31 ઓગસ્ટ કરી છે.
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે દેશમાં લાખો બોગસ અને ગેરકાયદેસર કનેક્શનો ચાલી રહ્યા છે. ઘરેલું વપરાશ માટે મળતા સસ્તા અને સબસિડી વાળા સિલિન્ડરોનો વ્યાપારી હેતુઓ (જેમ કે હોટલ, રેસ્ટોરન્ટ) માટે મોટા પાયે ગેરકાયદેસર વપરાશ થતો હતો. આ કાળાબજારી અને ગેરરીતિઓ પર કાયમી લગામ લગાવવા માટે સરકારે આ બાયોમેટ્રિક ઈ-કેવાયસી પ્રક્રિયા શરૂ કરી છે, જેથી માત્ર વાસ્તવિક લાભાર્થી સુધી જ સરકારી સબસિડી પહોંચી શકે.
31 ઓગસ્ટ સુધીમાં ઈ-કેવાયસી ન કરાવવાનો અર્થ એ નથી કે તમારું કનેક્શન તરત જ કાયમ માટે રદ થઈ જશે. પરંતુ ગ્રાહકોને ગેસ સિલિન્ડર બુકિંગ કરાવવામાં અને તેની ડીલિવરી મેળવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય, ખાતામાં મળતી સબસિડી અટકી જશે અને ચકાસણી ન થાય ત્યાં સુધી ગ્રાહકોએ મોંઘા ભાવે સિલિન્ડર ખરીદવો પડશે. જેથી અંતિમ દિવસોની રાહ જોયા વિના ગ્રાહકો ગેસ એજન્સી પર જઈને અથવા કંપનીઓની મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઘરબેઠા ફેસ ઓથેન્ટિકેશન વડે તાત્કાલિક e-KYC પૂર્ણ કરી લે તે હિતાવહ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
