હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બલુચિસ્તાન અને ભારત વચ્ચેના '૫ ગુપ્ત પ્રવેશદ્વાર': હિંગળાજ માતાના ધામથી મેહરગઢ સુધી, જાણો સદીઓ જૂના આ અતૂટ સંબંધની અનોખી કડીઓ!
પાકિસ્તાની સેનાના અત્યાચારો વચ્ચે બલુચ લોકોની આશાનું કિરણ બન્યું ભારત: સંસ્કૃતિ, ભાષા અને ઇતિહાસના તાંતણે બંધાયેલો છે આ સદીઓ જૂનો નાતો

નવી દિલ્હી : પાકિસ્તાનની સેના અને સરકાર દ્વારા બલુચિસ્તાન પર વર્ષોથી આચરવામાં આવતા અત્યાચારો, ખનિજ સંપત્તિની લૂંટ અને નિર્દોષ યુવાનોના અપહરણ સામે આજે સમગ્ર બલુચ સમુદાય સ્વતંત્રતા માટે લડત ચલાવી રહ્યો છે. આ મુશ્કેલ સમયમાં બલુચ લોકો અસીમ આશા સાથે ભારત તરફ જોઈ રહ્યા છે. આ ઝુકાવ કે વિશ્વાસ એમનેમ નથી, પરંતુ ભારત અને બલુચિસ્તાન વચ્ચે ૫ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને વ્યૂહાત્મક 'પ્રવેશદ્વાર' રહેલા છે, જે બંને પ્રદેશો વચ્ચેના અતૂટ સંબંધોની સાક્ષી પૂરે છે.
પ્રથમ પ્રવેશદ્વાર: મેહરગઢની પ્રાચીન સભ્યતા
બલુચિસ્તાનનો કાચી મેદાન વિસ્તાર એ પ્રાચીન મેહરગઢ સંસ્કૃતિનું કેન્દ્ર છે, જે સિંધુ ખીણ સંસ્કૃતિ (હડપ્પા અને મોહેંજો-દડો) કરતાં પણ જૂની ગણાય છે. અહીંથી જ ભારતીય ઉપખંડમાં ખેતી અને પશુપાલનના પ્રથમ પુરાવા મળ્યા હતા. સાંસ્કૃતિક રીતે બલુચિસ્તાનની જમીન પંજાબ કે સિંધ કરતાં પ્રાચીન ભારતીય સમાજ સાથે વધુ ઊંડાઈથી જોડાયેલી છે.
બીજું પ્રવેશદ્વાર: હિંગળાજ માતાનું પવિત્ર શક્તિપીઠ
બલુચિસ્તાનના લાસબેલામાં હિંગોલ નદીના કિનારે ગુફામાં સ્થિત "હિંગળાજ ભવાની" મંદિર હિન્દુ ધર્મના ૫૧ પવિત્ર શક્તિપીઠોમાંનું એક છે. માન્યતા મુજબ અહીં દેવી સતીનું બ્રહ્મરંધ્ર પડ્યું હતું. સૌથી સુંદર વાત એ છે કે સ્થાનિક બલુચ મુસ્લિમો પણ આ ધામને અત્યંત પવિત્ર ગણીને "નાની માતાનું મંદિર" કે "નાનીની હજ" કહીને પૂજે છે અને પાકિસ્તાની કટ્ટરપંથીઓ સામે તેનું રક્ષણ કરે છે.
ત્રીજું પ્રવેશદ્વાર: દ્રવિડ ભાષા "બ્રહુઈ" નો ચમત્કાર
ભાષાશાસ્ત્રની દ્રષ્ટિએ બલુચિસ્તાનમાં બોલાતી "બ્રહુઈ" ભાષા દક્ષિણ ભારતની દ્રવિડ ભાષા શૈલી (તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ) સાથે સીધી રીતે જોડાયેલી છે. ઉત્તર-પશ્ચિમના રણપ્રદેશમાં દક્ષિણ ભારતીય મૂળની ભાષા ગૂંજવી એ ભારત સાથેના સદીઓ જૂના સંબંધોનો જીવંત પુરાવો છે.
ચોથું અને પાંચમું પ્રવેશદ્વાર: ૧૯૪૮નો ઇતિહાસ અને AIRનું જોડાણ
૧૯૪૭-૪૮માં કલાતના શાસક (ખાન) પાકિસ્તાનમાં ભળવા માગતા નહોતા અને તેમણે ભારતમાં જોડાવાની ઔપચારિક ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે, માર્ચ ૧૯૪૮માં પાકિસ્તાને બળજબરીથી સેના મોકલીને તેના પર કબજો કરી લીધો હતો. આ સિવાય, દાયકાઓથી ઓલ ઈન્ડિયા રેડિયો (AIR) દ્વારા પ્રસારિત થતા બલુચી બુલેટિન બલુચિસ્તાનના લોકો માટે આજે પણ માહિતીનો સૌથી વિશ્વસનીય અને ભાવનાત્મક સ્ત્રોત બની રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
