હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સોશિયલ મીડિયામાં નવો ધમાકો: યુટ્યુબ-ઇન્સ્ટાગ્રામને ટક્કર આપવા આવી રહી છે નવી 'Club' એપ!
મોટા ફોલોઅર્સ અને લાખો વ્યૂઝની જંઝટમાંથી કન્ટેન્ટ ક્રિએટર્સને મળશે મુક્તિ : નાના પણ વફાદાર ફેન બેઝ ધરાવતા યુઝર્સ પણ દર મહિને કરી શકશે મબલક કમાણી

નવી દિલ્હી: ડિજિટલ ક્રિએટર વર્લ્ડમાં અત્યાર સુધી કમાણીનો એક જ નિયમ ચાલતો હતો—લાખો ફોલોઅર્સ અને મિલિયન વ્યૂઝ. પરંતુ હવે આ જૂની પદ્ધતિને બદલવા માટે લાઇવ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ Kick દ્વારા 'Club' નામના એક ક્રાંતિકારી પ્લેટફોર્મની એન્ટ્રી થઈ રહી છે. જો તમારી પાસે મોટો ઓડિયન્સ બેઝ નથી, તો પણ નિરાશ થવાની જરૂર નથી. આ નવી એપનું મુખ્ય ધ્યાન જાહેરાતો કે વ્યુઅરશિપના આંકડાઓ પર નહીં, પરંતુ ક્રિએટર અને તેના ચાહકો વચ્ચેના સીધા સબંધો અને સબસ્ક્રિપ્શન મોડેલ પર રહેલું છે.
ક્લબ એપ કન્ટેન્ટ ક્રિએટર્સને માસિક મેમ્બરશિપ, પેઇડ કન્ટેન્ટ અનલોકિંગ, ડાયરેક્ટ ટિપિંગ અને પર્સનલ કનેક્શન જેવા વિકલ્પો આપે છે. જો કોઈ ક્રિએટર પાસે માત્ર ૫,૦૦૦ ફોલોઅર્સ હોય અને તેમાંથી ૫૦૦ ફેન્સ પણ દર મહિને તેની ખાસ સામગ્રી માટે નાની રકમ ચૂકવે, તો તે યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામની એડ-રેવેન્યુ કરતાં પણ વધુ સ્ટેબલ આવક મેળવી શકે છે. તાજેતરમાં લોન્ચ થયેલી આ એપના ટેસ્ટિંગ દરમિયાન જ ૧ લાખથી વધુ યુઝર્સ જોડાયા હતા, જે દર્શાવે છે કે નાના ક્રિએટર્સ માટે આ પ્લેટફોર્મ આશીર્વાદરૂપ સાબિત થવાનું છે.
હાલમાં ભારત જેવા મોટા માર્કેટમાં પણ આ એપના આગમનની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે, ખાસ કરીને ગેમર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સમાં તેનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. યુટ્યુબ જેવા પ્લેટફોર્મ્સ પર મુદ્રીકરણ માટે ૧,૦૦૦ સબ્સ્ક્રાઇબર્સ અને હજારો કલાકના વોચ ટાઇમની આકરી શરતો પૂરી કરવી પડે છે. તેની સરખામણીએ ક્લબ એપનું 'ડાયરેક્ટ-ટુ-ફેન' મોડેલ ક્રિએટર્સને આર્થિક રીતે આત્મનિર્ભર બનવાનો એક નવો અને સરળ રસ્તો પૂરો પાડે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
