હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૧૧ દિવસમાં દેશભરમાં ૨૮ થી વધુ ભરતી પરીક્ષાઓ રદ: લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધારામાં : વ્યાપક વિરોધ પ્રદર્શન
પેપર લીક, ગેરરીતિઓ અને ટેકનિકલ ખામીઓના આરોપો બાદ દેશના વિવિધ રાજ્યોમાં ભરતી પરીક્ષાઓ રદ કે મુલતવી રખાતાં યુવાઓમાં ભારે રોષ અને રાજકીય ગરમાવો

નવી દિલ્હી : દેશભરમાં ભરતી અને સ્પર્ધાત્મક પરીક્ષા પ્રણાલી હાલ ભારે અનિશ્ચિતતા અને અરાજકતાના તબક્કામાંથી પસાર થઈ રહી છે. છેલ્લા માત્ર ૧૧ દિવસના ટૂંકા ગાળામાં જ દેશભરમાં ૨૮થી પણ વધુ મહત્વની ભરતી પરીક્ષાઓ રદ કરવામાં આવી છે, જ્યારે અનેક પરીક્ષાઓ તપાસના ઘેરામાં આવી ગઈ છે. પરીક્ષાઓમાં ગેરરીતિ, પેપર લીક અને ગંભીર ગડબડો સામે આવતાં રોષે ભરાયેલા ઉમેદવારો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિદ્યાર્થી સંગઠનો અને રાજકીય પક્ષોના આંદોલનને કારણે ઝારખંડ, બિહાર, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં ભારે અસંતોષનો માહોલ સર્જાયો છે.
સૌથી વધુ વિવાદ ઝારખંડમાં જોવા મળ્યો છે, જ્યાં ગેરરીતિના આરોપો બાદ સરકારે JSSC CGL, JPSC સિવિલ સર્વિસ સહિત ૨૨ જેટલી ભરતી પરીક્ષાઓ રદ કરી દીધી છે અને ૧૭ પરીક્ષાઓની CID તપાસના આદેશ આપ્યા છે. આ ઉપરાંત, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા આયોજિત UGC-NET જૂન ૨૦૨૬ ની અંગ્રેજી, વાણિજ્ય અને સમાજશાસ્ત્ર વિષયની પરીક્ષાઓ પ્રશ્નપત્રોમાં ભૂલો અને ગડબડીના કારણે રદ કરવામાં આવી છે. તેવી જ રીતે જયપુરમાં આયુષ પોસ્ટ ગ્રેજ્યુએટ ટેસ્ટ (AIAPGET) કેન્દ્ર પર અનિયમિતતાઓ સામે આવતા ત્યાં પણ કાર્યવાહી કરવામાં આવી છે.
બીજી તરફ, મહારાષ્ટ્રમાં MPSC ડ્રગ ઇન્સ્પેક્ટર પરીક્ષામાં પેપર લીકના પુરાવા મળ્યા બાદ તેને રદ કરી દેવાઈ છે, જેણે મોટો રાજકીય વિવાદ ઊભો કર્યો છે. મધ્યપ્રદેશમાં પણ સ્ટાફ સિલેક્શન બોર્ડ દ્વારા ૧,૦૪૦ જગ્યાઓ માટેની સંયુક્ત ભરતી પરીક્ષાની પ્રક્રિયા રદ કરીને ફરીથી નવી અરજીઓ મંગાવવાનો નિર્ણય લેવાયો છે. વર્ષોથી સખત મહેનત કરી રહેલા લાખો ઉમેદવારો માટે એકસાથે આટલી મોટી સંખ્યામાં પરીક્ષાઓ રદ થવી એ માનસિક અને આર્થિક ફટકારૂપ સાબિત થયું છે, જેના કારણે સિસ્ટમની પારદર્શિતા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થયા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
