<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

નેપાળમાં કુદરતી હોનારત બાદ બિહારમાં એનડીઆરએફની ટીમો એલર્ટ પર

વડાપ્રધાન મોદીએ નેપાળના વડાપ્રધાન સાથે ટેલિફોનિક વાતચીત કરીને દુઃખ વ્યક્ત કર્યું:આ કપરી પરિસ્થિતિમાં ભારત તરફથી શક્ય તમામ મદદ પૂરી પાડવાની ખાતરી આપી

નેપાળમાં સતત ભારે વરસાદ બાદ આવેલા ભયાનક પૂરમાં અત્યાર સુધીમાં ૯૫ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે ૫૦૦થી વધુ લોકો ગુમ થયાના અહેવાલ છે, જેમાં ૧૦૫ જેટલા ભારતીયોનો પણ સમાવેશ થાય છે. નેપાળમાં સર્જાયેલી આ કુદરતી હોનારત બાદ પાડોશી રાજ્ય બિહારમાં એનડીઆરએફ (NDRF)ની ટીમોને એલર્ટ પર મૂકી દેવામાં આવી છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળના વડાપ્રધાન સાથે ટેલિફોનિક વાતચીત કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું તેમજ આ કપરી પરિસ્થિતિમાં ભારત તરફથી શક્ય તમામ મદદ પૂરી પાડવાની ખાતરી આપી હતી.

(11:47 PM IST)