હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં ૧૮ વર્ષથી ઓછી વયના યુઝર્સ માટે મોટા ફેરફારો આવશે : મેટા કંપની દ્વારા ટાઇમ લિમિટથી લઇને કન્ટેન્ટ કન્ટ્રોલ સુધીના નવા નિયમો જાહેર કરાશે - ન્યૂઝફર્સ્ટ
દૈનિક ૨ કલાકની વપરાશ મર્યાદા સાથે બ્યૂટી ફિલ્ટર્સ પર પ્રતિબંધ - રાત્રે ૧૨ થી ૬ વાગ્યા સુધી એપ એક્સેસ બ્લોક રહેશે : સ્કૂલ મોડમાં સવારે ૮ થી બપોરે ૩ વાગ્યા સુધી નોટિફિકેશન બંધ રહેશે

નવી દિલ્હી (ન્યૂઝફર્સ્ટ): સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતા ૧૮ વર્ષથી ઓછી વયના સગીર યુઝર્સની સુરક્ષા અને માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મેટા કંપની દ્વારા કેટલાક ક્રાંતિકારી અને મહત્વપૂર્ણ ફેરફારો લાવવાની જાહેરાત કરવામાં આવી શકે છે. આ આવકારદાયક પગલાં હેઠળ સ્ક્રીન ટાઇમ ઘટાડવા અને આડઅસર રોકવા માટે અનેક કડક નિયંત્રણો મૂકવામાં આવી શકે છે.
નવા નિયમો મુજબ ૧૮ વર્ષથી નીચેના યુઝર્સ માટે દૈનિક સોશિયલ મીડિયા વપરાશની મર્યાદા વધુમાં વધુ ૨ કલાક નક્કી કરવામાં આવશે. આ ઉપરાંત કન્ટેન્ટ કન્ટ્રોલ હેઠળ બ્યૂટી ફિલ્ટર્સ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાય શકે છે. યુઝર્સ હવે એલ્ગોરિધમિક ફીડ્સને નિષ્ક્રિય કરી શકશે તેમજ પોતાની પોસ્ટ પર આવતી લાઇક્સની કુલ સંખ્યા અને અન્ય રિએક્શન્સને છુપાવી શકશે.
રાત્રિના સમયે બાળકો સોશિયલ મીડિયાથી દૂર રહે તે માટે નાઇટટાઇમ બ્લોક સુવિધા લાવવામાં આવી છે, જેના હેઠળ રાત્રે ૧૨.૦૦ વાગ્યાથી સવારે ૬.૦૦ વાગ્યા સુધી એપનું એક્સેસ બંધ થઈ જશે અને રાત્રે ૧૦.૦૦ વાગ્યાથી સવારે ૭.૦૦ વાગ્યા સુધી નોટિફિકેશન સાયલન્ટ મોડ પર રહેશે.
શાળાના સમય દરમિયાન અભ્યાસમાં ખલેલ ન પડે તે માટે ‘સ્કૂલ મોડ’ લાગુ કરાશે, જેમાં સવારે ૮.૦૦ વાગ્યાથી બપોરે ૩.૦૦ વાગ્યા સુધી પુશ નોટિફિકેશન બ્લોક રહેશે.
વધુમાં યુઝર્સને સોશિયલ મીડિયાના અતિરેકથી બચાવવા ‘માઇન્ડફુલનેસ રિમાઇન્ડર્સ’ આપવામા આવશે. સતત ૧૫ મિનિટના ઉપયોગ બાદ ચેતવણી એલર્ટ મળશે, જ્યારે દિવસ દરમિયાન ૬૦ મિનિટ અને ૯૦ મિનિટનો વપરાશ પૂરો થવા પર પણ વિશેષ રિમાઇન્ડર નોટિફિકેશન મોકલવામાં આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
