કેનેડામાં બદલાયો વધુ એક નિયમ 8:11 PM
તા. ૧૫ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૧૫ રવિવાર
AI યુગનો પ્રારંભ થઈ ચૂક્યો છે પણ વિશ્વ આની માટે તૈયાર નથી :બાળકો અને માનવ સંબંધો અંગે ચિંતાઓ: બિલ ગેટ્સે આપી ગંભીર ચેતવણી
AI માણસોની વિચારવાની, સાંભળવાની, જોવાની, બોલવાની અને તાર્કિક ક્ષમતાઓ પર પણ અસર કરશે: સોફ્ટવેર, કસ્ટમર સર્વિસ, કાયદો, હેલ્થકેર અને મેન્યૂફેક્ચરિંગ જેવા સેક્ટર પર અસર થઈ શકે

નવી દિલ્હી :માઈક્રોસોફ્ટનાં કો-ફાઉન્ડર બિલ ગેટ્સે આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ એટલે કે-AI મુદ્દે ચેતવણી જાહેર કરી છે. તેમણે AIને કારણે એટલી હદે વસ્તુઓ બદલાઈ રહી છે જેટલું અગાઉ ક્યારેય નથી થયું. ઘણી પેઢીમાં ટેકનોલોજી બદલાતી હતી પરંતુ AIને કારણે બધુ એક ઝાટકે જ બદલાય ગયું. કદાચ વિશ્વ આની માટે તૈયાર નથી. ગેટ્સે કહ્યું કે- AI યુગનો પ્રારંભ થઈ ચૂક્યો છે પણ વિશ્વ આની માટે તૈયાર નથી. AI માત્ર નોકરીઓ જ નહીં બદલે પરંતુ સાયબર સિક્યોરિટી, ગુનાખોરી અને માણસાઈ સંબંધો પર પણ અસર કરી શકે છે. ગેટ્સે AI માટે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા તૈયાર કરવા અને AI થી થતી કમાણી પર ટેક્સ લાગુ કરી તેનાથી પ્રભાવિત લોકોને મદદ કરવાની વાત કરી હતી.
AI માટે ગૂગલ, માઈક્રોસોફ્ટ, ઓપન AI, મેટા અને બીજી મોટી કંપનીઓમાં ઝડપભેર નવા AI મોડલ લૉન્ચ કરવાની રેસ લાગેલી છે. દરેક નવી ટેકનોલોજી અગાઉ કરતા ઝડપી અને શક્તિશાળી હોવાનો દાવો કરાય છે. પરંતુ આ રેસ વચ્ચે માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે ચેતવણી આપી છે. તેમણે સરકાર અને સમાજ તેની સ્થિતિનં સંભાળવા તૈયાર નથી. AI માણસોના ઈતિહાસના ઉથલ-પાથલ ભર્યા યુગમાંથી એક બની શકે છે. સૌથી મોટી ચિંતા એ છે કે, આ પરિવર્તનને સંભાળવાની સ્પષ્ય યોજના કોઈની પાસે નથી.
બિલ ગેટ્સ અગાઉ પણ AIનાં ફાયદાની વાતો કરતા હતા. પરંતુ નવા લેખમાં તેઓ AI મામલે ઘણાં એલર્ટ જોવા મળ્યા. અગાઉ મશીનોએ શારીરિક કામો અને ફેક્ટ્રીઓમાં પરિવર્તનનો પ્રારંભ કર્યો હતો. AI માણસોની વિચારવાની, સાંભળવાની, જોવાની, બોલવાની અને તાર્કિક ક્ષમતાઓ પર પણ અસર કરશે. તેની અસર સોફ્ટવેર, કસ્ટમર સર્વિસ, કાયદો, હેલ્થકેર અને મેન્યૂફેક્ચરિંગ જેવા સેક્ટર પર થઈ શકે છે. આ ઉપરાંત રોબોટ સસ્તા અને સક્ષમ બની રહ્યાં છે. જે વ્હાઈટ અને બ્લૂ કલરની નોકરીઓ માટે સમસ્યા સર્જશે.
બિલ ગેટ્સે એક રસપ્રદ સૂચન કર્યું છે. તેમણે "માનવ-અનામત" નોકરીઓ વિશે વાત કરી છે. આનો અર્થ એ છે કે અમુક નોકરીઓ અથવા જવાબદારીઓ ઇરાદાપૂર્વક માનવો માટે અનામત રાખવામાં આવે છે, ભલે AI અથવા રોબોટ્સ તે કરવા સક્ષમ બને. તેમનું માનવું છે કે, દરેક કાર્ય ફક્ત એટલા માટે મશીનોને સોંપવું જોઈએ નહીં કે - તેઓ તે સસ્તું કે ઝડપી કરી શકે છે. માનવીની ભૂમિકા જાળવી રાખવી, ખાસ કરીને એવા કાર્યોમાં જેમાં માનવ જોડાણ, સહાનુભૂતિ અને સંભાળની જરૂર હોય, તે સમાજ માટે મહત્વપૂર્ણ બની શકે છે
બિલ ગેટ્સે એ પણ પ્રશ્ન ઉઠાવ્યો છે કે AI માનવ વિચારસરણી અને શિક્ષણને કેવી રીતે બદલી શકે છે. તે અનિશ્ચિત છે કે AI એક મદદરૂપ સાધન બનશે, ખાસ કરીને બાળકો અને યુવાનો માટે, અથવા તે દરેક કાર્ય માટે મશીનો પર તેમની નિર્ભરતા વધારશે કે કેમ. જો દરેક પ્રશ્નનો જવાબ AI દ્વારા આપવામાં આવે, દરેક લેખન કાર્ય AI દ્વારા હાથ ધરવામાં આવે, અને દરેક સમસ્યા AI દ્વારા ઉકેલવામાં આવે, તો ભવિષ્યની પેઢીની પોતાની રીતે વિચારવાની અને સમસ્યાઓ હલ કરવાની ક્ષમતા પર આની શું અસર પડશે? ગેટ્સ એ પણ ચિંતા કરે છે કે AI માનવ સંબંધો અને સામાજિક જોડાણોને બદલી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
