<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

નેપાળમાં કુલ ૬૪૪ લોકોમાંથી ભારતના ૧૭૮ નાગરિકો હજુ પણ લાપતા

ગુજરાતના સ્ટેટ કંટ્રોલ રૂમમાં અત્યાર સુધીમાં ૧૨ જેટલી ફોન ઈન્ક્વાયરી આવી જેમાં ૭થી વધુ લોકો સાથે સંપર્ક થઈ શકતો નથી

નેપાળમાં સર્જાયેલી પૂર અને ભૂસ્ખલનની હોનારતને પગલે ગુજરાત રાજ્ય સરકાર તાત્કાલિક હરકતમાં આવી છે અને નેપાળ ગયેલા તમામ લોકોની માહિતી એકત્રિત કરવા તમામ જિલ્લા કલેક્ટરોને કડક સૂચનાઓ આપી દીધી છે. જિલ્લા પ્રશાસનને પોતપોતાના વિસ્તારના ટુર ઓપરેટર્સ સાથે સંકલન સાધીને પ્રવાસીઓની ચોક્કસ વિગતો મેળવવા જણાવવામાં આવ્યું છે.

   નેપાળ સરકાર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર કુલ ૬૪૪ લોકોમાંથી ભારતના ૧૭૮ નાગરિકો હજુ પણ મિસિંગ છે, જ્યારે ગુજરાતના સ્ટેટ કંટ્રોલ રૂમ ખાતે અત્યાર સુધીમાં ૧૨ જેટલી ફોન ઈન્ક્વાયરી આવી છે જેમાં ૭થી વધુ લોકો સાથે સંપર્ક થઈ શકતો ન હોવાનું સામે આવ્યું છે. હાલ રાજ્ય સરકાર સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખીને ભારત સરકાર, વિદેશ મંત્રાલય તથા નેપાળસ્થિત ભારતીય એમ્બેસી સાથે જીવંત સંપર્કમાં છે.

(1:25 PM IST)