News of Thursday, 27th August 2026
ધોળકીયા ફાઉન્ડેશનની કામગીરી અન્ય વિસ્તારોને પ્રેરણારૂપઃ અમિતભાઇ શાહ
અમરેલી જીલ્લાના લાઠી તાલુકાના દુધાળામાં ‘પદ્મશ્રી' સવજીભાઇ ધોળકીયા દ્વારા નિર્મિત ‘ગુજરાત ગોૈરવ સરોવર'નું કેન્દ્રીય સહકારીતા અને ગૃહમંત્રીના હસ્તે લોકાર્પણ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૨૭: લાઠી તાલુકાના દુધાળા નજીક હેતની હવેલી ગાગડીયો નદી નજીક ધોળકિયા ફાઉન્ડેશનના પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા દ્વારા તૈયાર કરવામાં આવેલ ગુજરાત ગૌરવ સરોવરનું દેશના સહકાર અને ગળહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા ગાગડીયો નદી પર ૮૦,૦૦૦ ચોરસ ફુટ વિસ્તારમાં ગુજરાત ગૌરવ સરોવરનું નિર્માણ કાર્ય કરવામાં આવેલ છે જેમાં ૨૩ કરોડ લિટર પાણીનો સંગ્રહ થયેલ છે અંદાજિત ૪ કરોડના ખર્ચે સરોવરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે ગાગડીયો નદી પર ૩૦ માર્ચ ૨૦૧૭ માં જળક્રાંતિ નો પ્રારંભ થયેલ જુદા જુદા ૪૦ જેટલા સરોવરનો નિર્માણ કરવામાં આવેલ છે તેથી ૧૦૦ ઉપરાંત ગામોના લોકોને ફાયદો થયો છે આ ઉપરાંત મહીસાગર ,કચ્છ, સિધ્ધપુર ,બનાસકાંઠા સહિતના વિસ્તારમાં ૨૦૮ જેટલા સરોવરનું નિર્માણ ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલ છે.
પદ્મશ્રી સવજીભાઈ ધોળકીયાના માર્ગદર્શન હેઠળ ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા ગાગડીયો નદી પર જળસંચય અને જળસંવર્ધનને કેન્દ્રમાં રાખીને ગુજરાત ગૌરવ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આશરે ૮૦ હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં આ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તેમાં અંદાજે ૨ થી ૩ કરોડ લિટર જેટલા પાણીનો સંગ્રહ થઈ શકે તેવી ક્ષમતા ઉભી કરવામાં આવી છે. આશરે ૩ રૂપિયા ૪ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ આ સરોવર આગામી સમયમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે જળસંચયનું મહત્વનું કેન્દ્ર બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગાગડીયો નદી પર વર્ષ ૨૦૧૭માં શરૂ થયેલી જળ ક્રાંતિ આજે અનેક ગામો સુધી પહોંચી છે. તા. ૩૦ માર્ચ, ૨૦૧૭ના રોજ ગાગડીયો નદી પર જળસંચયનો કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ધોળકીયા ફાઉન્ડેશનના પ્રયાસોથી ગાગડીયો નદી અને આસપાસના વિસ્તારમાં જુદા જુદા અંદાજે ૧૪૦ જેટલા સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેના કારણે આસપાસના ૧૦૦થી વધુ ગામોના લોકોને સીધો કે આડકતરો લાભ મળ્યો હોવાનું જણાવાયું છે.
જળસંચયના આ પ્રયાસોથી વરસાદી પાણીનો સંગ્રહ કરી ભૂગર્ભજળના સ્તરમાં વધારો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર જેવા અર્ધશુષ્ક વિસ્તારમાં વરસાદી પાણીના મહત્તમ સંગ્રહ અને તેના યોગ્ય ઉપયોગ માટે આવા જળસંચયના પ્રોજેક્ટને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગુજરાત ગૌરવ સરોવર પણ આ જળસંવર્ધન અભિયાનની એક મહત્વપૂર્ણ કડી તરીકે ઉભરી આવ્યું છે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વિશાલ ધોળકીયા, નીતિન સાવલિયા, કનક પટેલ, નરેશ માવાણી સહિતના આગેવાનો અને કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી છે. તેમ મનોજ જોશી (લીલીયા)ની યાદીમાં જણાવ્યુ છે
(3:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
