News of Thursday, 27th August 2026
લીમખેડામાં મામલતદાર અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી: હોટલો, નાસ્તાની દુકાનો અને ડેરીઓ પર સઘન ચેકિંગ
લીમખેડા, દુધીયા અને બાંડીબારમાં તંત્ર દ્વારા તપાસ: શંકાસ્પદ ખાદ્ય પદાર્થો અને અલગ-અલગ મીઠાઈઓનાં લેવાયા સેમ્પલ :આરોગ્ય માટે હાનિકારક કલરવાળી સેવનો સ્થળ પર જ નાશ કરાયો

લીમખેડામાં મામલતદાર અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી. હોટલો, નાસ્તાની દુકાનો અને ડેરીઓ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું લીમખેડા, દુધીયા અને બાંડીબારમાં તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી . શંકાસ્પદ ખાદ્ય પદાર્થો અને અલગ-અલગ મીઠાઈઓનાં સેમ્પલ લેવામાં આવ્યાં હતા. આરોગ્ય માટે હાનિકારક કલરવાળી સેવનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો . નાસ્તામાં બળેલા અને અયોગ્ય તેલનો ઉપયોગ કરતા વેપારીઓને નોટિસ ફટકારાઇ હતી . નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી મિલાવટી પેંડા વેચતા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો . તપાસ દરમિયાન અનિયમિતતાઓ સામે આવતા શંકાસ્પદ વેપારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા . લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા તમામ વેપારીઓને તંત્ર દ્વારા કડક ચેતવણી અપાઈ હતી . આરોગ્ય સામે જોખમ ઊભું કરનારા તત્વો સામે આગામી પણ કાર્યવાહી ચાલુ રહેશે
(7:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
