News of Friday, 28th August 2026
નેપાળમાં પૂરથી ભારે તબાહી, મૃત્યુઆંક ૩૮૯ પર પહોંચ્યો; ચિતવાનમાં સૌથી વધુ ૧૩૭ મૃતદેહો મળ્યા
પૂરગ્રસ્ત વિસ્તારોમાં મોટા પાયે બચાવ અને રાહત કામગીરી ચાલુ : ઘણા વિસ્તારોમાં ક્ષતિગ્રસ્ત રસ્તાઓ અને પુલો બચાવ ટીમોના પ્રવેશમાં અવરોધરૂપ બની રહ્યા છે.

નવી દિલ્હી :વિનાશક પૂરને કારણે નેપાળમાં પરિસ્થિતિ વધુ વણસી રહી છે. પૂર અને કાટમાળથી મૃત્યુઆંક ૩૮૯ પર પહોંચી ગયો છે. બચાવ કામગીરી દરમિયાન સૌથી વધુ ૧૩૭ મૃતદેહો મળી આવ્યા છે, જે ચિતવાન જિલ્લામાંથી મળી આવ્યા છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં મોટા પાયે બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. ઘણા વિસ્તારોમાં ક્ષતિગ્રસ્ત રસ્તાઓ અને પુલો બચાવ ટીમોના પ્રવેશમાં અવરોધરૂપ બની રહ્યા છે.
(12:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
