News of Friday, 28th August 2026
શસ્ત્રોનું ઉત્પાદન રૂ.૧.૮૦ લાખ કરોડ અને નિકાસ રૂ.૩૯,૦૦૦ કરોડને પાર
હથિયારો નિર્માણમાં ભારતની ‘ઐતિહાસિક' છલાંગ

જબલપુર,તા.૨૮: ભારતનું સંરક્ષણ ક્ષેત્ર આત્મનિર્ભરતા તરફ ઐતિહાસિક પ્રગતિ કરી રહ્યું છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિહે જાહેરાત કરી હતી કે છેલ્લા એક દાયકામાં ભારતનું સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન લગભગ ચાર ગણું વધીને આશરે રૂ.૧.૮૦ લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. આ દરમિયાન ભારતના સંરક્ષણ સાધનોની નિકાસ લગભગ ૩૯,૦૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.
સંરક્ષણ પ્રધાન મધ્ય પ્રદેશના જબલપુરમાં ૫૭ વર્ષ જૂની વ્હીકલ ફેક્ટરી જબલપુર (વીએફજે) ખાતે ટી-સીરિઝના મેન યુદ્ધ ટેન્કોના ઓવરહોલિગ માટે બનનારા ૪૭૨ કરોડ રૂપિયાના નવા પ્લાન્ટનો શિલાન્યાસ કરવા પહોંચ્યા હતા.
રાજનાથ સિંહે ૨૦૧૪ની સરખામણીમાં સંરક્ષણ ક્ષેત્રમાં થયેલી અભૂતપૂર્વ પ્રગતિની વિગતો રજૂ કરી હતી. ૨૦૧૪માં દેશનું શસ્ત્રો અને દારૂગોળોનું ઉત્પાદન ફક્ત ૪૬,૦૦૦ કરોડ હતું, જે હવે વધીને ૧.૮૦ લાખ કરોડ રૂપિયા થયું છે.
ભારતની સંરક્ષણ નિકાસ જે ૨૦૧૪માં ફક્ત ૧,૦૦૦ કરોડ રૂપિયા હતી, તે હવે રેકોર્ડ ૩૯,૦૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૮-૨૯ સુધીમાં સંરક્ષણ નિકાસમાં ૫૦,૦૦૦ કરોડ રૂપિયા કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
સંરક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારતના વિઝનથી પ્રેરિત સંરક્ષણ ક્ષેત્રમાં ભારત પ્રત્યેનો વિશ્વનો લ્લષ્ટિકોણ બદલાઈ ગયો છે. ભારત હવે ફક્ત પોતાની ધરતી પર આધુનિક શષોનું ઉત્પાદન જ નથી કરી રહ્યું, પરંતુ તેમની જાળવણી, ઓવરહોલિગ અને અપગ્રેડ કરવાની સંપૂર્ણ ક્ષમતા પણ ધરાવે છે.
આ પ્રોજેક્ટ સ્થાનિક યુવાનો માટે રોજગારની નવી તકો ઊભી કરશે અને ભારતીય સેનાના ટેન્કોને હંમેશા યુદ્ધ માટે તૈયાર રાખવામાં વરદાન સાબિત થશે. આ કોઈ સામાન્ય પ્રોજેક્ટ નથી. તે ભારતની વધતી જતી ક્ષમતાઓને પ્રતિબિબિત કરે છે અને આપણા સૈનિકો માટે વરદાન સાબિત થશે, જેઓ આ ટેન્કોનો ઉપયોગ દુશ્મનનો નાશ કરવા માટે કરે છે.
આ પ્રોજેક્ટમાં દર વર્ષે ૮૦ ટી-૭૨ અને ટી-૯૦ ટેન્કોની રિનોવેશન અને જાળવણી કરવામાં આવશે. ભારતીય સેનાને દર વર્ષે આવા લગભગ ૨૩૦ ટેન્કોનું ઓવરહોલ કરવાની જરૂર છે.
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
