News of Friday, 28th August 2026
તિબેટમાં ફરી ડેમ તૂટતા અફરાતફરી: નુવાકોટ જિલ્લો ફરી વાર મોટા પૂરના ઝપટે :ચીન દ્વારા લેવલ-4નું એલર્ટ જાહેર
ધુંડે બજાર અને આસપાસના વિસ્તારોમાં પોલીસે રહેવાસીઓને તાત્કાલિક સ્થળાંતર કરવાની ચેતવણી

નેપાળ હજુ સુધી અગાઉના પૂરના વિનાશમાંથી બહાર આવ્યું નથી, અને નુવાકોટ જિલ્લો ફરી એકવાર મોટા પૂરના ભયનો સામનો કરી રહ્યો છે. ધુંડે બજાર અને આસપાસના વિસ્તારોમાં પોલીસે રહેવાસીઓને તાત્કાલિક સ્થળાંતર કરવાની ચેતવણી આપી છે. અધિકારીઓનું કહેવું છે કે પૂરના પાણી ભરાયા પછી આગામી 20 થી 25 મિનિટમાં આ વિસ્તારમાં પહોંચી શકે છે.
તિબેટમાં ફરી મોટી દુર્ઘટના સર્જાય છે. ડેમ તૂટતા અફરાતફરી મચી ગઈ છે.ત્વરીત અસરથી રેસ્ક્યૂ ઓપરેશન બંધ કરવામાં આવ્યું છે.તિબેટમાં ડેમ તૂટવાની ઘટનાને ચીને સમર્થન આપ્યું છે.ચીન દ્વારા લેવલ-4નું એલર્ટ જાહેર કરાયું છે.નાગરિકોને ઉંચાઇ વાળા સ્થળો પર જવા અપીલ કરવામાં આવી રહી છે. એલર્ટ બાદ ધાદીંગ વિસ્તારને ખાલી કરાવાયો છે.
ચીનના સિચુઆન પ્રાંતમાં 5.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. ચીનની ચેતવણી બાદ નેપાળના ઘણા વિસ્તારોમાં બચાવ કામગીરી સ્થગિત કરવામાં આવી છે. દરેકનું સ્થળાંતર કરી સુરક્ષિત સ્થળે લઈ જવાનું કહેવામાં આવ્યું છે.
(12:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
