<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

રશિયા નાટો દેશો પર આશ્ચર્યજનક હુમલો નહીં કરે

ટ્રમ્‍પનું અચરજ પમાડતું નિવેદન

નવી દિલ્‍હીઃ અમેરિકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે દાવો કર્યો છે કે રશિયા NATOના કોઈ પણ સભ્‍ય દેશ પર આર્ヘયનજનક રીતે હુમલો નહીં કરે. CIAના ડિરેક્‍ટર જ્‍હોન રેટક્‍લિફની તાજેતરની મોસ્‍કો મુલાકાત અને વ્‍લાદિમીર પુતિન સાથેની બેઠક બાદ ટ્રમ્‍પનું આ નિવેદન વૈશ્વિક રાજકારણમાં ચર્ચાનું કેન્‍દ્ર બન્‍યું છે.

અમેરિકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે સ્‍પષ્ટ શબ્‍દોમાં જણાવ્‍યું છે કે રશિયા કયારેય પણ NATOના ક્ષેત્ર કે સભ્‍ય દેશો પર હુમલો કરવાના નથી. ઓવલ ઓફિસમાં મીડિયા સાથે વાતચીત કરતા ટ્રમ્‍પે દિનપ્રતિદિન વધતા તણાવ વચ્‍ચે શાંતિ જાળવવાનો સંકેત આપ્‍યો છે.

જો કે, તેમણે સીઆઈએ ચીફ જ્‍હોન રેટક્‍લિફ દ્વારા પુતિનને સીધી કોઈ વિશેષ ચેતવણી આપવામાં આવી છે કે નહીં તે અંગે સીધો જવાબ આપવાનું ટાળ્‍યું હતું અને આ મુદ્દે કોઈ પણ ટિપ્‍પણી કરવાનો ઇનકાર કર્યો હતો. આ અગાઉ ટ્રમ્‍પે રેટક્‍લિફની મોસ્‍કો યાત્રાને એક સેમી-રૂટિન ગણાવી હતી અને અફવાઓનું ખંડન કર્યું હતું.

નાટો  પર સંભવિત રશિયન હુમલાની અટકળો વચ્‍ચે ટ્રમ્‍પે પોતાના નિવેદનમાં યુક્રેન યુદ્ધને વહેલી તકે સમાપ્ત કરવા પર ભાર મૂકયો છે. તેમણે કહ્યું કે તેઓ રાષ્‍ટ્રપતિ તરીકે સત્તામાં પરત ફર્યા બાદથી રશિયા-યુક્રેન યુદ્ધને અટકાવવા માટે સતત ગંભીર પ્રયાસો કરી રહ્યા છે, જોકે આ દિશામાં હજુ સુધી કોઈ સ્‍થાયી અને મોટી સફળતા મળી શકી નથી

 

(3:26 PM IST)