News of Friday, 28th August 2026
કલોલ સગીરા દુષ્કર્મ કેસમાં રેકોર્ડબ્રેક કાર્યવાહીઃ ૧૮ દિવસમાં ચાર્જશીટ : માત્ર ૭૨ કલાકમાં ટ્રાયલ પૂર્ણ : આરોપીને આજીવન કેદ
પોક્સો કેસમાં કોર્ટનો ઐતિહાસિક ચુકાદો - આરોપીને રૂા.૨ લાખનો દંડ અને પીડિત સગીરાને રૂા.૩ લાખ વળતર ચૂકવવા હુકમ, ઝડપી ન્યાયથી ન્યાયતંત્ર પર વિશ્વાસ મજબૂત

કલોલ તા.૨૮: કલોલ સગીરા દુષ્કર્મ કેસમાં પોલીસ અને ન્યાયતંત્ર દ્વારા રેકોર્ડબ્રેક ઝડપી કાર્યવાહી કરીને દાખલારૂપ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, આ ગંભીર પોક્સો કેસમાં પોલીસે માત્ર ૧૮ દિવસમાં ચાર્જશીટ દાખલ કરી દીધી હતી, જ્યારે કોર્ટે પણ અભૂતપૂર્વ ઝડપ દાખવતા માત્ર ૭૨ કલાકમાં સમગ્ર ટ્રાયલ પૂર્ણ કરી દીધી હતી.
કોર્ટે આરોપીને દોષિત ઠેરવી કુદરતી આયુષ્ય સુધીની આજીવન સખત કેદની સજા ફટકારી છે. આ સાથે જ આરોપીને રૂ. ૨ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે અને પીડિત સગીરાને રૂ. ૩ લાખ વળતર ચૂકવવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે. આ ઝડપી અને કડક ચુકાદાને કારણે પીડિત પરિવારને ઝડપી ન્યાય મળ્યો છે અને સમાજમાં દુષ્કર્મ આચરનારાઓમાં કડક સંદેશ ગયો છે.
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
