હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 28th August 2026
ચીનમાં ૫.૦નો ભૂકંપઃ લોકોમાં ગભરાટ
સિચુઆન પ્રાંતમાં શુક્રવારે સવારે જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા લોકો ગભરાઈને ઘરોમાંથી બહાર દોડતા જોવા મળ્યા હતા

સિચુઆન,તા.૨૮: શુક્રવારે દક્ષિણપヘમિ ચીનના સિચુઆન પ્રાંતમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ચાઇના અર્થક્વેક નેટવર્ક્સ સેન્ટર અનુસાર, લોંગચાંગ શહેરમાં ૫.૦ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ભૂકંપના સમાચારથી ગભરાટ ફેલાયો હતો, લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. ચીનની સત્તાવાર ભૂકંપ દેખરેખ એજન્સી, ચાઇના અર્થક્વેક નેટવર્ક્સ સેન્ટર (CENC) એ ભૂકંપની પુષ્ટિ કરી હતી. સિચુઆન પ્રાંતમાં સ્થિત લોંગચાંગ શહેરમાં ભૂકંપનું કેન્દ્ર હોવાનું જાણવા મળ્યું હતું.
એ નોંધનીય છે કે સિચુઆન પ્રાંતમાં ભૂતકાળમાં અનેક ભૂકંપ આવ્યા છે, તેથી લોકો હંમેશા ભૂકંપ માટે સતર્ક રહે છે. ૫.૦ ની તીવ્રતાનો ભૂકંપ મધ્યમ માનવામાં આવે છે, અને તેનાથી નાના આંચકા અને ઇમારતોમાં તિરાડો પડી શકે છે. જોકે, હાલમાં કોઈ નુકસાન થયું નથી.(
(3:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
